- અદાણી ગ્રુપના મહત્વાકાંક્ષી નવા શો ‘વંદે ભારતમ્’માં ઉદ્યોગસાહસિક પ્રતિભાને મળશે રાષ્ટ્રીય મંચ
પથિક લીંબાચીયા, અમદાવાદ:
14 ઓગસ્ટ 2026:
વંદે ભારતમ્’ એ અદાણી ગ્રૂપના ચેરમેન શ્રી ગૌતમ અદાણી દ્વારા શરૂ કરાયેલી દેશવ્યાપી પહેલ છે, જેનો હેતુ પાયાના સ્તરેથી નવીન વિચારકો અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાનો છે. જાણીતા અભિનેતા અને લોકપ્રિય હોસ્ટ રાજીવ ખંડેલવાલ હવે ‘વંદે ભારતમ્’ સાથે એક નવી અને હેતુલક્ષી સફરની શરૂઆત કરવા જઈ રહ્યા છે. અદાણી ગ્રુપના આ મહત્વાકાંક્ષી નવા ઉપક્રમે રાજીવ ખંડેલવાલને શોના હોસ્ટ અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ‘વંદે ભારતમ્’નો મુખ્ય ઉદ્દેશ દેશભરમાં છુપાયેલી ઉદ્યોગસાહસિક પ્રતિભા, નવીન વિચારો અને પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવતા લોકોને શોધી તેમને યોગ્ય માર્ગદર્શન અને તકો પૂરી પાડવાનો છે.

હોસ્ટ અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રાજીવ ખંડેલવાલ ‘વંદે ભારતમ્’ સાથે જોડાયેલી નવીનતા, સંઘર્ષ અને સફળતાની પ્રેરણાદાયી કહાનીઓને વ્યાપક જનસમુદાય સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
‘વંદે ભારતમ્’ એક અનોખા રાષ્ટ્રીય મંચ તરીકે દેશના મહાનગરોથી લઈને દૂર-દરાજના ગામડાં સુધીના પ્રતિભાશાળી ઉદ્યોગસાહસિકો, ઇનોવેટર્સ અને ચેન્જમેકર્સને શોધશે. આ પહેલ દ્વારા પ્રતિભાઓને રાષ્ટ્રીય સ્તરે ઓળખ, નિષ્ણાતોનું માર્ગદર્શન, ઉદ્યોગજગત સાથે જોડાણ તેમજ ભવિષ્યમાં ફંડિંગની તકો ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ રીતે દેશના વિકાસમાં યોગદાન આપી શકે તેવા સંભવિત વિચારો અને વ્યવસાયોને આગળ વધારવાનો માર્ગ મોકળો થશે.
રાજીવ ખંડેલવાલે વર્ષોથી પોતાની સંવેદનશીલ અને વિચારશીલ અભિનયશૈલી તેમજ અસરકારક હોસ્ટિંગ દ્વારા દર્શકો સાથે મજબૂત જોડાણ સ્થાપિત કર્યું છે. હવે ‘વંદે ભારતમ્’ દ્વારા તેઓ એવી પ્રતિભાઓની કહાની દેશ સમક્ષ લાવશે, જેઓ પોતાના વિચારો, સંઘર્ષ અને સાહસથી પરિવર્તન સર્જવાની ક્ષમતા ધરાવે છે.
રાજીવ ખંડેલવાલ માટે ‘વંદે ભારતમ્’ માત્ર એક નવો પ્રોજેક્ટ નહીં, પરંતુ તેમના કારકિર્દીમાં એક મહત્વપૂર્ણ પડાવ છે. આ શો મનોરંજન કેન્દ્રિત પરંપરાગત ફોર્મેટથી આગળ વધીને ઉદ્યોગસાહસિકતા, નવીનતા અને રાષ્ટ્રનિર્માણને કેન્દ્રમાં રાખે છે. અહીં એવા વિચારો અને વ્યક્તિઓની ઉજવણી કરવામાં આવશે, જે સમાજ અને દેશના ભવિષ્ય પર સકારાત્મક અસર પાડી શકે.
‘વંદે ભારતમ્’ને લઈને ઉત્સુકતા વધી રહી છે ત્યારે આ શો ભારતની નવી પેઢીના સપના જોનારા, સાહસિકો અને પરિવર્તનના શિલ્પીઓની પ્રેરણાદાયી સફરને ઉજાગર કરતું એક વિશિષ્ટ રાષ્ટ્રીય મંચ બનવાની અપેક્ષા છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #IndianfilmActor&hostRajeevKhandelwal #TelevisionActorRajeevKhandelwal #BelvedereGolf&CountryClub #Adani Shantigram #VandeBharatam #hostofVandeBharatamRajeevKhandelwal



