પથિક લીંબાચીયા, અમદાવાદ:
13 ઓગસ્ટ 2026:
મહિલાઓના જીવનના દરેક તબક્કે આરોગ્ય અંગે યોગ્ય જાણકારી અને જાગૃતિ વધારવાના હેતુથી અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ દ્વારા હાલમાં AMA ખાતે ‘સ્વાસ્થ્યની સરગમ: સ્ત્રીઓ માટે, સ્ત્રીઓ સાથે’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઝાયડસના પ્રતિષ્ઠિત સિનિયર ગાયનૅકોલૉજિસ્ટ અને IVF સ્પેશિયાલિસ્ટ ડૉ. રમણ પટેલ, ડૉ. રિદ્ધિ શાહ, ડૉ. વિવેક કક્કડ અને ડૉ. ફોરમ વોરા સાથે પ્રખ્યાત લેખક અને વક્તા જય વસાવડાએ સ્ત્રી રોગો અને સ્ત્રી આરોગ્ય અંગે વિસ્તૃત મુદ્દે ચર્ચા કરી હતી.

આ હેલ્થ ટૉકમાં વર્તમાન સમયમાં સ્ત્રીઓમાં વધી રહેલી ગાયનેકોલોજી સંબંધિત વિવિધ સમસ્યાઓ, ઇન્ફર્ટિલિટી, ગર્ભાવસ્થા, નોર્મલ અને સિઝેરિયન ડિલિવરીના ફાયદા-ગેરફાયદા, નવજાત શિશુને લગતી તકલીફો, કોથળીના ઓપરેશન વિશેની ગેરસમજ, સર્જરી માટેની આધુનિક રોબોટિક ટેક્નોલોજી અને તેના દ્વારા મળતી સફળતા જેવા વિવિધ મુદ્દે નિષ્ણાત ડોક્ટર્સે જાણકારી આપી હતી.
તેની સાથે જ પ્રસૂતિ દરમિયાન બાળરોગ નિષ્ણાતની ભૂમિકા, ફર્ટીલીટી પર આજની જીવનશૈલીની અસર, બે સંતાન વચ્ચેનું યોગ્ય અંતર, ફાઇબ્રોઇડ, ઓવેરિયન સિસ્ટ, ગર્ભનિરોધક ગોળીઓ, મિરેનાના લાભો, આ બધા માટે યોગ-કસરતનું મહત્વ, તેમજ વધતી ઉંમરે થતી યુરિન લીકેજ જેવા મૂંઝવતાં પશ્નો પર પણ પ્રકાશ પાડ્યો હતો. હાલમાં વધી રહેલી વંધ્યત્વની સમસ્યા, તેના કારણો, લગ્ન અને પરિવાર આયોજન, એગ ફ્રીઝિંગ, આઈવીએફ (IVF) તથા થેલેસેમિયા ધરાવતા દંપતિઓ માટે સંતાન આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમમાં પ્રસૂતિનો પ્રકાર પસંદ કરવામાં ડૉક્ટરની ભૂમિકા, સ્તનપાન, ગર્ભાવસ્થા દરમિયાન અને ત્યારબાદનો આહાર તથા દવાઓ, ગર્ભાવસ્થા પર તણાવની અસર અને તે દરમિયાન દાંપત્ય સંબંધો, મેનોપોઝ, ગર્ભાશય દૂર કરવાની સર્જરી તેમજ રોબોટિક સર્જરી જેવા વિષયો પર ખાસ ચર્ચા કરી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહિલાઓએ નિષ્ણાતોને સીધા પ્રશ્નો પૂછી સંતોષકારક જવાબો પણ મેળવ્યા હતા.
ઝાયડસ હૉસ્પિટલમાં ડિલિવરી, મેનોપોઝ, હિસ્ટરેક્ટોમી, એન્ડોમેટ્રિઓસિસ, માયોમેક્ટોમી, ઓવેરિયન સિસ્ટ સર્જરી, vNOTES તેમજ ગાયનેક કેન્સર સર્જરી જેવી બીજી અનેક એડવાન્સ્ડ ટ્રીટમેન્ટ દ્વારા સ્ત્રી રોગોની સારવાર કરવામાં આવે છે. કાર્યક્રમમાં હાજર વિશેષજ્ઞોની સાથે ઝાયડસ હૉસ્પિટલના ગાયનેક ટીમના સિનિયર ડૉ. નમીતા શાહ તેમજ ગાયનેક ઓન્કો કેન્સર માટે ડૉ. આવા દેસાઈ અને ડૉ. મોના શાહ તેમજ બ્રેસ્ટ કેન્સર નિષ્ણાત ડૉક્ટર્સ ટીમ, હાઈ રિસ્ક પ્રેગ્નન્સીથી લઈને કેન્સરની કોમ્પ્લેક્સ સર્જરી કરીને અસંખ્ય દર્દીઓને નવજીવન આપવામાં યોગદાન આપી રહ્યા છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #Zydus #ZydusHospital #ama



