- જાણીતા આયુર્વેદ તજજ્ઞ ડો. પ્રેરક શાહે જાપાનમાં ત્રણ આંતરરાષ્ટ્રીય પરિષદોને સંબોધિત કરી
પથિક લીંબાચીયા, અમદાવાદ:
10 ઓક્ટોબર 2026:
“અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) – ડો. પ્રેરક શાહ આયુર્વેદ એક્ટિવિટી”ના નેજા હેઠળ, આયુલિંક આયુર્વેદના સ્થાપક, ગુજરાતમાં ક્લિનિકલ પંચકર્મ પ્રેક્ટિસના અગ્રણી અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત આયુર્વેદ કન્સલ્ટન્ટ, શિક્ષક તથા મોટિવેશનલ સ્પીકર ડો. પ્રેરક શાહ વ્યક્તિગત અને સામાજિક કલ્યાણ માટે આયુર્વેદનો સતત પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે.

ભારત અને જાપાન વર્ષ ૨૦૨૭માં તેમના રાજદ્રારી સંબંધોની ૭૫મી લેન્ડમાર્ક વર્ષગાંઠ ઉજવવાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે બંને દેશો વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક અને વૈચારિક સંબંધોને નવી અભિવ્યક્તિ મળી રહી છે. આયુર્વેદના પ્રાચીન મન-શરીરના જ્ઞાનથી લઈને ઝેનની માનસિક સ્પષ્ટતા સુધી, બંને સંસ્કૃતિઓ સર્વાંગી આરોગ્ય, સંતુલન અને દીર્ઘાયુષ્ય પ્રત્યે ઊંડી પ્રતિબધ્ધતા ધરાવે છે.
આ સાંસ્કૃતિક આદાન-પ્રદાનને મજબૂત વેગ આપતાં, ડો. પ્રેરક શાહને ઓગસ્ટ ૨૦૨૬માં ટોક્યો ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય પરિષદમાં ગ્લોબલ કીનોટ સ્પીકર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ, ઓક્ટોબર ૨૦૨૬માં તેમને વધુ બે આંતરરાષ્ટ્રીય પરિષદો”ટેન્થ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ટ્રેડીશનલ મેડિસિન, એથનોમેડિસિન એન્ડ નેચરલ થેરાપીઝ” અને “વર્લ્ડ એજિંગ એન્ડ લોન્ગેટીવીટી કોન્ફરન્સ ૨૦૨૬”માં પણ મુખ્ય વક્તા તરીકે પ્રવચન આપવા માટે આમંત્રણ મળ્યું હતું.

આ પરિષદો દરમિયાન ડો. શાહે નીચે મુજબના મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો:
· જાપાનમાં આયુર્વેદના અવાજને બુલંદ કરવો: સમકાલીન વૈશ્વિક આરોગ્ય પડકારો, પ્રિવેન્ટીવ કેર અને સ્વસ્થ વૃધ્ધ-અવસ્થાના ઉકેલ માટે પરંપરાગત ભારતીય ચિકિત્સા પધ્ધતિની કાલાતીત સુસંગતતા પર પ્રકાશ પાડ્યો.

· આયુર્વેદ અને ઝેન વચ્ચે સેતુ નિર્માણ: દૈનિક શિસ્ત, પ્રકૃતિને અનુકૂળ જીવનશૈલી (ઋતુચર્યા/દિનચર્યા) અને દીર્ઘાયુષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારતીય આયુર્વેદિક દર્શન અને જાપાનીઝ ઝેન સિધ્ધાંતો વચ્ચેના આધ્યાત્મિક સમન્વય પર ભાર મૂક્યો.
· સંસ્થાકીય સંબંધો અને શૈક્ષણિક આપ-લે મજબૂત કરવી: પરંપરાગત ચિકિત્સા શિક્ષણ અને વેલનેસ રિસર્ચ ક્ષેત્રે દ્રિપક્ષીય સહયોગ વધારવા માટે ‘આયુર્વેદ એસોસિએશન ઓફ જાપાન’ના પ્રમુખ સાથે ઉચ્ચ સ્તરીય ચર્ચા કરી.

· જ્ઞાનની આપ-લે: ટોક્યોની પ્રતિષ્ઠિત ‘નિપ્પોન સ્કૂલ ઓફ આયુર્વેદ’ ખાતે વિશેષ પ્રવચન આપ્યું અને સંસ્થાકીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે જાપાનીઝ પ્રેક્ટિશનર્સ, સંશોધકો અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો.
એએમએ–ડો. પ્રેરક શાહ આયુર્વેદ એક્ટિવિટીના હેઠળ, ડો. પ્રેરક શાહ ૨૦૨૭ની ઉજવણી પહેલા શૈક્ષણિક અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનનો માર્ગ મોકળો કરી રહ્યા છે. આ પહેલ ૨૦૨૭માં ભારત-જાપાન રાજ્દ્રારી સંબંધોની આગામી ૭૫મી વર્ષગાંઠ માટે એક મહત્વપૂર્ણ પૂર્વભૂમિકા તરીકે કામ કરે છે, જે હેલ્થકેર, પરંપરાગત જ્ઞાન અને સક્રિય વૃધ્ધ અવસ્થાને ભારત અને જાપાન વચ્ચેના સંબંધોના મુખ્ય સ્તંભ તરીકે મજબૂત કરે છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #ama #JapanAyurvedaSchool #AyurvedaEmbassyofIndia,Tokyo #Dr.Perakshah_Ayurveda



