- સરકારી વિવિધ સંસ્થાઓની સ્પર્ધામાં હોમગાર્ડઝ ટીમે ચેમ્પિયનશિપનો ખિતાબ મેળવ્યો
- હોમગાર્ડઝ દળના ખેલાડીઓએ વિવિધ વજન કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ચાર ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ મેળવ્યા
અમદાવાદ: 07 ઓક્ટોબર 2026:
પાવરલીફ્ટીંગ સ્પોર્ટસ એસોસીએશન, ગુજરાત (Powerlifting Sports Association, Gujarat) દ્વારા તા. ૦૪/૧૦/૨૦૨૬, રવિવારના રોજ સરકારી વિવિધ સંસ્થાઓના કર્મચારીઓ માટે પાવરલિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ દળની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સમગ્ર ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. 🏆

હોમગાર્ડઝ ગુજરાત રાજ્ય તરફથી વિવિધ વજન કેટેગરીમાં ભાગ લેનાર ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કુલ ૪ ગોલ્ડ અને ૨ બ્રોન્ઝ મેડલ મેળવી હોમગાર્ડઝ દળનું ગૌરવ વધાર્યું હતું.
🥇 ગોલ્ડ મેડલ વિજેતા
૭૪ કિ.ગ્રા. કેટેગરી
🏅 યોગેશકુમાર દાતણીયા કંપની કમાન્ડર
હોમગાર્ડઝ અમદાવાદ શહેર પશ્ચિમ — ગોલ્ડ મેડલ
૮૩ કિ.ગ્રા. કેટેગરી
🏅 મનોજ મિસ્ત્રી
હોમગાર્ડઝ વડોદરા શહેર — ગોલ્ડ મેડલ
૧૨૦ કિ.ગ્રા. કેટેગરી
🏅 હરેશ દાતણીયા
હોમગાર્ડઝ અમદાવાદ શહેર પશ્ચિમ — ગોલ્ડ મેડલ
૧૨૦+ કિ.ગ્રા. કેટેગરી
🏅 ચિરાગ દાનસિંઘાની કંપની કમાન્ડર
હોમગાર્ડઝ અમદાવાદ શહેર પશ્ચિમ — ગોલ્ડ મેડલ
🥉 બ્રોન્ઝ મેડલ વિજેતા
૫૯ કિ.ગ્રા. કેટેગરી
🏅 પ્રશાંત દંતાણી
હોમગાર્ડઝ અમદાવાદ શહેર પશ્ચિમ — બ્રોન્ઝ મેડલ
૬૬ કિ.ગ્રા. કેટેગરી
🏅 કરણ રાઠોડ
હોમગાર્ડઝ અમદાવાદ શહેર પશ્ચિમ — બ્રોન્ઝ મેડલ
આ તમામ ખેલાડીઓની મહેનત, શિસ્ત, દૃઢ સંકલ્પ અને રમત પ્રત્યેની પ્રતિબદ્ધતાના પરિણામે ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ દળે સરકારી વિવિધ સંસ્થાઓની પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરી ચેમ્પિયનશિપ ટ્રોફી પોતાના નામે કરી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હાજીપુરા વ્યાયામ શાળાના કોચ યોગેશ દાતણીયાના માર્ગદર્શન હેઠળ તાલીમ લેતાં માસ્ટર કેટેગરીના ખેલાડીઓએ ગુજરાત સ્ટેટ માસ્ટર પાવર સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું હતું. આ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓએ વિવિધ વજન વર્ગમાં શ્રેષ્ઠ દેખાવ કરતાં કુલ બે ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #HomeGuards #HomeGuardsTeamWonChampionshipTitle #HomeGuardsForcePlayers
#Powerlifting #PowerliftingSportsAssociationGujarat #PowerliftingCompetition #HomeGuardsForceChampionship #ChampionshipTrophy



