પથિક લીંબાચીયા, અમદાવાદ:
26 જૂન 2026:
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા એએમએ કેમ્પસ ખાતે “કચરા મુક્ત ગુજરાત – સ્વચ્છ ભારત મિશન માટેનો માર્ગ” વિષય પર એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારત જ્યારે વ્યાપક કચરા વ્યવસ્થાપન અને પર્યાવરણીય ટકાઉપણું (સસ્ટેનેબિલિટી) તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આ સેમિનારનો ઉદ્દેશ્ય સ્વચ્છ ભારત મિશનના રાષ્ટ્રીય વિઝન સાથે સુસંગત રહીને, કચરા મુક્ત રાજ્ય હાંસલ કરવા માટે જરૂરી મહત્વપૂર્ણ વ્યૂહરચનાઓ, પડકારો અને વ્યવહારુ માળખાં પર ચર્ચા કરવાનો હતો. બીવીજી ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી હનમંત આર. ગાયકવાડ દ્રાર મુખ્ય પ્રવચન આપવામાં આવ્યું હતું, જેમાં તેઓ દ્રારા મોટા પાયે કચરા વ્યવસ્થાપન અને શહેરી સ્વચ્છતા માટેના ઔદ્યોગિક દ્રષ્ટિકોણ અને સ્કેલેબલ (વ્યાપક સ્તરે લાગુ કરી શકાય તેવા) ઉકેલો રજુ કરવામાં આવ્યા હતાં.
અર્બન મેનેજમેન્ટ સેન્ટરના સ્થાપક અને ડિરેક્ટર, અને સેપ્ટ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ (અર્બન) મેનેજમેન્ટના ભૂતપૂર્વ સ્થાપક અને ડીન શ્રી માનવિતા બારાડી; ઈનોવેટિવ થોટ ફોરમના સ્થાપક ટ્રસ્ટી અને એએમએ એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય શ્રી એસ.બી. ડાંગાયચ; અને સૃષ્ટિ વેસ્ટ મેનેજમેન્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક, મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી શ્રીગોપાલ જગતાપે પેનલ ડિસ્કશનને સંબોધિત કર્યું હતું અને પર્યાવરણ તથા શહેરી વિકાસ ક્ષેત્રો અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. સી૪૦ સિટીઝ ખાતે વેસ્ટ એન્ડ મિથેનના ટેકનિકલ એડવાઈઝર શ્રી ધીરજ સંતદાસાનીએ પેનલ ડિસ્કશનનું સંચાલન કર્યું હતું.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba#ama #amaindia #amc #SWACHHBHARATMISSION #ahmedabadmanagementassociation #amaahmedabad



