- વેડિંગ એવન્યૂ ના ‘સેલિબ્રેટિંગ હર’ કાર્યક્રમમાં ગૃહિણીથી ઉદ્યોગસાહસિક સુધીની મહિલાઓને મળ્યો પોતાની ઓળખ વ્યક્ત કરવાનો મંચ
પથિક લીંબાચીયા, અમદાવાદ:
23 જૂન 2026:
વેડિંગ એવન્યૂ દ્વારા આયોજિત ‘સેલિબ્રેટિંગ હર’ કાર્યક્રમ અદાણી શાંતિગ્રામ સ્થિત ધ બેલ્વેડિયર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે ‘સેલિબ્રેટિંગ હર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘રિયલ વુમન માટે, રિયલ વુમન દ્વારા’ની થીમ પર આધારિત આ કાર્યક્રમમાં ગૃહિણીઓ, ઉદ્યોગસાહસિકો, કલાકારો, પ્રોફેશનલ્સ અને સર્જકો સહિત વિવિધ ક્ષેત્રની મહિલાઓએ ભાગ લઈને આત્મવિશ્વાસ, વ્યક્તિત્વ અને સર્જનાત્મકતાની ઉજવણી કરી હતી.

કાર્યક્રમ માત્ર પ્રદર્શન પૂરતો મર્યાદિત ન રહ્યો, પરંતુ મહિલાઓની પ્રેરણાદાયી સફર, તેમની સિદ્ધિઓ અને ભારતીય હસ્તકલાની સમૃદ્ધ પરંપરાને ઉજાગર કરતું એક અનોખું મંચ બની રહ્યો હતો.
કાર્યક્રમની સૌથી વિશેષ અને આકર્ષક રજૂઆત ‘અ રેમ્પ ફોર રિયલ વુમન’ રહી હતી. આ સેગમેન્ટમાં વ્યાવસાયિક મોડલ્સના બદલે અમદાવાદની વિવિધ પૃષ્ઠભૂમિ ધરાવતી મહિલાઓએ રેમ્પ પર આત્મવિશ્વાસપૂર્વક વૉક કરી હતી. આ પહેલ દ્વારા મહિલાઓને પોતાની ઓળખ અને વ્યક્તિત્વને ગૌરવપૂર્વક રજૂ કરવા પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં ભારતીય વસ્ત્ર પરંપરાની સમૃદ્ધિ દર્શાવતી હસ્તનિર્મિત સાડીઓનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સિલ્ક, ચંદેરી, મશરૂ સિલ્ક, કોટન-લિનન, બનારસી ટિશ્યૂ અને તસર જેવી વિવિધ કાપડ પરંપરાઓ તેમજ કંથા સ્ટિચ, કલમકારી, પિછવાઈ કલા, જરી વર્ક, એપ્લિક અને ઇકો-પ્રિન્ટિંગ જેવી હસ્તકલાત્મક તકનીકોને ઉપસ્થિતોએ નજીકથી નિહાળી હતી.
આ પ્રસંગે વેડિંગ એવન્યુના સીઇઓ અને રિલેશનશિપ એન્ડ કમ્યુનિકેશન ક્લેરિટી કોચ ડૉ. કિરણ ઝાએ જણાવ્યું હતું કે, “‘સેલિબ્રેટિંગ હર’ એવી જગ્યા તરીકે રચવામાં આવ્યો છે જ્યાં મહિલાઓ પોતાની વાર્તાઓ, સર્જનાત્મકતા, કાર્ય અને વ્યક્તિત્વ સાથે નિર્ભયતાથી ઉપસ્થિત રહી શકે. કાર્યક્રમની સૌથી સુંદર બાબત મહિલાઓને એકબીજાને પ્રોત્સાહિત કરતાં અને તેમની સફળતાની ઉજવણી કરતાં જોવાની રહી હતી.”

વેડિંગ એવન્યુના સ્થાપક રશ્મિકાંત શાહના માર્ગદર્શન હેઠળ આ પહેલ ભારતીય કાપડ વારસા, હસ્તકલા અને કારીગરોની કુશળતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આગળ વધી રહી છે. તેમની ચાર દાયકાથી વધુની ટેક્સટાઇલ ક્ષેત્રની અનુભવી સફર આ પહેલને મજબૂત આધાર પૂરો પાડે છે.
મહિલા ઉદ્યોગસાહસિકો, સર્જકો અને કલાકારોને એક મંચ પર લાવનારા આ કાર્યક્રમે મહિલાઓ વચ્ચે સહયોગ, પ્રોત્સાહન અને સમુદાય ભાવનાને પણ વેગ આપ્યો હતો. હસ્તકલા, સાંસ્કૃતિક વારસા અને મહિલાઓની વાસ્તવિક જીવનયાત્રાઓને કેન્દ્રમાં રાખીને આયોજિત ‘સેલિબ્રેટિંગ હર’ અમદાવાદમાં મહિલાઓના આત્મવિશ્વાસ, ઓળખ અને સર્જનાત્મકતાની ઉજવણીરૂપ બન્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #NoModelsAhmedabad’sWomenAretheBeautyofRamp #WeddingAvenue #Celebrating #AdaniShantiGram #TheBelvedereGolfandCountryClub #CelebratingHer #ahmedaba



