પથિક લીંબાચીયા, અમદાવાદ:
24 જૂન 2026:
12માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે અમદાવાદ હાથીજણમાં દ્રારકેશ પાર્ક સોસાયટીમાં મહિલા મંડળ દ્વારા આશરે 100થી વધુ મહિલાઓએ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને વધુ મજબૂત બનાવવા માટે યોગ મહત્વની ભૂમિકા ભજવે છે. તેને ધ્યાનમાં રાખીને યોગાભ્યાસ કર્યો હતો.

આજના ડિજિટલ યુગમાં મહિલાઓ અને બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને વધુ મજબૂત બનાવવા માટે યોગ મહત્વની ભૂમિકા ભજવે છે. આ સંદેશ સાથે દ્રારકેશ સોસાયટીના મહિલા ગ્રુપ દ્વારા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણી દરમિયાન મહિલાઓએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કર્યા હતા. યોગના નિયમિત અભ્યાસથી શરીર તંદુરસ્ત રહે છે, માનસિક તણાવ ઘટે છે અને એકાગ્રતામાં વધારો થાય છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલા મંડળ દ્વારા યોજાયેલા યોગ સત્રએ મહિલાઓમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાની સાથે નિયમિત યોગાભ્યાસ માટે પ્રેરણા પૂરી પાડી હતી.

આ યોગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોસાયટીની મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આશરે 100 મહિલાઓ અને સમાજના સભ્યો યોગ સત્રોમાં જોડાયા હતા. આ ઉપરાંત મહિલાઓ દ્વારા સમૂહ યોગાસનોનું સામૂહિક યોગ સત્ર યોજાયું હતું. વિવિધ યોગાસનો અને શ્વાસોચ્છ્વાસની કસરતો દ્વારા યોગના મહત્ત્વને સમજ્યું અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ મેળવ્યો હતો. #bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #Dwarkeshparaksosayati #InternationalYogaDay #Yoga #12thInternationalYogaDay #mahilamandal #hathijan #YogaAsana #Pranayama #ahmedaba



