- જીગ્નેશ સોલંકી અને ભરત માંગેલાએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો, જગદીશ ખત્રીએ સિલ્વર મેડલ જીત્યો
- વ્યાયામ શાળાના ખેલાડીઓનો વિવિધ વજન વર્ગમાં શ્રેષ્ઠ દેખાવ
અમદાવાદ: 23 જૂન 2026:
ગુજરાત પાવર લીફ્ટીગ એસોસીએશન દ્વારા યોજાયેલી ગુજરાત સ્ટેટ માસ્ટર પાવર લીફટીંગ ચેમ્પિયનશીપ-૨૦૨૬ સ્પર્ધામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હાજીપુરા વ્યાયામ શાળાના કોચ યોગશભાઇ દાતણીયાના માર્ગદર્શન હેઠળ તાલીમ પામેલા માસ્ટર કેટેગરીના ખેલાડીઓએ બે ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવી વ્યાયામ શાળાનું નામ રોશન કર્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર વ્યાયામ શાળાના ખેલાડીઓએ વિવિધ વજન વર્ગમાં શ્રે દેખાવ કરતા કુલ બે ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ હાંસલ કર્યા હતા.

અમ્યુકો સંચાલિત હાજીપુરા વ્યાયામ શાળાના ખેલાડીઓની આ સિધ્ધિને લઇ વ્યાયામ શાળા તેમ જ રમતગમત વર્તુળમાં આનંદ અને ગૌરવની લાગણી ફેલાઇ છે. ગુજરાત પાવર લીફ્ટીંગ એસોસીએશન દ્વારા યોજાયેલી ગુજરાત સ્ટેટ માસ્ટર પાવર સ્પર્ધામાં ૭૪ કિ.ગ્રા. કેટેગરીમાં જીગ્નેશ જી.સોલંકીએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો, જયારે ૮૩ કિ.ગ્રા. કેટેગરીમાં ભરતભાઇ પી.માંગેલાએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. જયારે ૧૦૩ કિ.ગ્રા કેટેગરીમાં જગદીશ કે.ખત્રીએ સિલ્વર મેડલ જીત્યો હતો.
વિજેતા ખેલાડીઓએ ભારે ઉત્સાહ સાથે જણાવ્યું હતું કે, તેમની આ સિધ્ધિ પાછળ તેમના કોચ યોગેશભાઇ દાતણીયાની મહેનત, સતત માર્ગદર્શન અને કઠોર તાલીમનું બહુ નોંધપાત્ર યોગદાન છે કે જેના કારણે તેઓ આ સફળતા મેળવી શકયા છે. બીજીબાજુ, કોચ યોગેશભાઇ દાતણીયાએ પણ વિજેતા ખેલાડીઓની સિધ્ધિ અને નોંધપાત્ર સફળતાને બિરદાવી હતી.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #GujaratMasterPowerliftingChampionship-2026 #HajipuraGymnasium #JigneshSolanki #BharatMangela #GoldMedal #GujaratPowerLiftingAssociatio #ahmedaba



