- યોગથી સ્વસ્થ અને સજાગ પેઢી ઘડવાનો સંદેશ
- કેલોરેક્સ ગ્રુપ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી
પથિક લીંબાચીયા, અમદાવાદ:
22 જૂન 2026:
આજના ડિજિટલ યુગમાં બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને વધુ મજબૂત બનાવવા માટે યોગ મહત્વની ભૂમિકા ભજવે છે. આ સંદેશ સાથે કેલોરેક્સ ગ્રુપની વિવિધ શાળાઓમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. દિલ્હી પબ્લિક સ્કૂલ-બોપલ, કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ ઘાટલોડિયા અને ઈસ્ટના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વાલીઓએ યોગ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.

ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કર્યા હતા. યોગના નિયમિત અભ્યાસથી શરીર તંદુરસ્ત રહે છે, માનસિક તણાવ ઘટે છે અને એકાગ્રતામાં વધારો થાય છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળાઓમાં યોજાયેલા યોગ સત્રોએ વિદ્યાર્થીઓમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાની સાથે નિયમિત યોગાભ્યાસ માટે પ્રેરણા પૂરી પાડી હતી.
કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ ઘાટલોડિયામાં બે દિવસીય યોગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રી-પ્રાયમરીથી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આશરે 90 વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજના સભ્યો યોગ સત્રોમાં જોડાયા હતા. આ ઉપરાંત ધોરણ 10ના વિદ્યાર્થીઓ દ્વારા સમૂહ યોગાસનોનું પ્રદર્શન અને યોગ ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો.

દિલ્હી પબ્લિક સ્કૂલ-બોપલમાં જુનિયર અને સિનિયર વિભાગના વિદ્યાર્થીઓ માટે સામૂહિક યોગ સત્ર યોજાયું હતું. વિદ્યાર્થીઓએ વિવિધ યોગાસનો અને શ્વાસોચ્છ્વાસની કસરતો દ્વારા યોગના મહત્ત્વને સમજ્યું અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ મેળવ્યો હતો.
કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ ઈસ્ટમાં પણ વિશેષ યોગ સત્રો યોજાયા હતા. વિદ્યાર્થીઓને નાની ઉંમરથી જ યોગ અને સ્વસ્થ જીવનશૈલીને દૈનિક જીવનનો ભાગ બનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ નિયમિત યોગાભ્યાસ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કેલોરેક્સ ગ્રુપ દ્વારા આયોજિત આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસની સાથે તેમના શારીરિક, માનસિક અને ભાવનાત્મક વિકાસને પણ પ્રોત્સાહન આપે છે. ગ્રુપનું માનવું છે કે સ્વસ્થ, આત્મવિશ્વાસપૂર્ણ અને જવાબદાર નાગરિકોના નિર્માણ માટે યોગ જેવી જીવનમૂલ્ય આધારિત પ્રવૃત્તિઓ અત્યંત જરૂરી છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #CalorexGroup #InternationalYogaDay #Yoga #12thInternationalYogaDay #DelhiPublicSchool-Bopal #CalorexFutureSchool-Ghatlodia #YogaAsana #Pranayama #ahmedaba



