પથિક લીંબાચીયા, અમદાવાદ:
26 જૂન 2026:
કમરના સાંધાના દુખાવાથી ઘણા પુખ્ત વયના લોકોના હલનચલન અને જીવનની ગુણવત્તા પર અસર પડે છે, જે ઘણીવાર ચાલવા, પગથિયા ચઢવા, મુસાફરી કરવા અને સારી ઊંઘ જેવી નિયમિત પ્રવૃત્તિઓને પણ અસર કરે છે. જ્યારે આ સ્થિતિ સામાન્ય રીતે હળવી અગવડતા સાથે ધીમે ધીમે વકરે છે, ત્યારે ઘણા વ્યક્તિઓ તેને વૃદ્ધત્વનો સહજ માનીને સારવાર લેવામાં વિલંબ કરે છે. જોકે, નિષ્ણાતો ચેતવણી આપે છે કે સતત થતો હિપનો દુખાવો સાંધાની અંદરની સ્થિતિ સૂચવે છે અને જો સારવાર ન કરવામાં આવે તો તે સમય જતાં વકરી શકે છે.

તબીબી નિષ્ણાતો ભારપૂર્વક જણાવે છે કે સતત ચાલુ રહેતી હિપની પીડા સાંધાના ગંભીર રોગોનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે, જેમાં ઑસ્ટિયોઆર્થ્રાઇટિસ અને એવસ્ક્યુલર નેક્રોસિસ (AVN)નો સમાવેશ થાય છે. જો સારવાર ન કરવામાં આવે તો, આ રોગો સાંધાને નુકસાન પહોંચાડી શકે છે અને જીવન જીવવાની ગુણવત્તામાં ઘટાડો કરી શકે છે. ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ સ્ટડી અનુસાર, વર્ષ 2019 માં ભારતમાં 62 મિલિયનથી વધુ લોકો ઑસ્ટિયોઆર્થ્રાઇટિસથી પ્રભાવિત થયા હતા.
વડોદરાની મારેંગો એશિયા હોસ્પિટલ્સમાં તાજેતરમાં બનેલ એક કેસ સામે આવ્યો છે જે સમયસર સારવાર કરાવતા તેનું સફળ પરિણામ દર્શાવે છે. 58 વર્ષીય એક ઉદ્યોગપતિને હિપ આર્થરાઇટિસ થયો હતો જેના કારણે તેમની મુસાફરી કરવાની, પગથિયા ચઢવાની અને નિયમિત કૌટુંબિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની ક્ષમતા ધીમે ધીમે મર્યાદિત થઈ ગઈ હતી. DAA ટેકનીકનો ઉપયોગ કરીને ટોટલ હિપ રિપ્લેસમેન્ટ કર્યા પછી, દર્દી ધીમે ધીમે ફરીથી મુસાફરી શરૂ કરી શક્યો, યોગ્ય રિકવરી થઇ જેથી હલનચલન કરી શક્યો અને લાંબા સમયથી પીડાને કારણે જે પ્રવૃત્તિઓ પ્રતિબંધિત હતી તે પ્રવૃત્તિઓ તરફ પરત ફરવા સક્ષમ બન્યો.
વડોદરાની મારેંગો એશિયા હોસ્પિટલ્સના ઓર્થોપેડિક સર્જન ડૉ. શિવમ શાહે જણાવ્યું કે, “જે દર્દીઓને હિપ રિપ્લેસમેન્ટ સર્જરીની જરૂર હોય છે, તેમના માટે સર્જિકલ ટેકનીકોમાં થયેલ પ્રગતિ રિકવરી અંગેના તેમના અનુભવને વધુ સુખદ બનાવવામાં મદદ કરી રહી છે. આવી જ એક પ્રગતિ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ માટે ડાયરેક્ટ એન્ટિરિયર એપ્રોચ (DAA) છે. આ ટેકનીકમાં, સર્જન શરીરના આગળના ભાગથી હિપના સાંધા સુધી પહોંચે છે, બાજુથી કે પાછળથી નહીં. કારણ કે આ અભિગમ મુખ્ય સ્નાયુઓને કાપવાને બદલે સ્નાયુઓ વચ્ચેની કુદરતી જગ્યામાં કાર્ય કરે છે, તે પેશીઓની વાઢકાપ ઓછામાં ઓછી થાય તે માટે રચાયેલ છે. યોગ્ય રીતે પસંદ કરાયેલા દર્દીઓ માટે, જે વહેલું હલનચલન, રિકવરી દરમિયાન પહેલા કરતા સારી આરામની સ્થિતિ અને દૈનિક પ્રવૃત્તિઓમાં ઝડપથી સામાન્યપણે કરવામાં મદદ કરી શકે છે.”
ડાયરેક્ટ એન્ટિરિયર એપ્રોચનો ઉપયોગ કરીને ટોટલ હિપ રિપ્લેસમેન્ટ પછી, દર્દી ધીમે ધીમે ફરીથી મુસાફરી શરૂ કરી શક્યો, તેની હલનચલન આસાનીથી કરી શક્યો, અને તેમની ઘણી બધી પ્રવૃત્તિઓ તરફ પાછા ફર્યા જે અગાઉ હિપના દુખાવાને કારણે પડકારજનક હતી.
તબીબી નિષ્ણાતો સૂચવે છે કે સમયસર નિદાન અને સારવાર હલનચલન કરવાની ક્ષમતા અને જીવન જીવવાની ગુણવત્તા જાળવી રાખવામાં અસરકારક ભૂમિકા ભજવી શકે છે. ડાયરેક્ટ એન્ટિરિયર એપ્રોચ (DAA) જેવી અદ્યતન ટેકનીકો દ્વારા, હિપ રિપ્લેસમેન્ટ સર્જરીની જરૂર હોય તેવા દર્દીઓને રિકવરી તરફની સરળ યાત્રા અને સ્વતંત્ર, સક્રિય જીવન ફરીથી અગાઉની જેમ ઝડપથી જીવવાનું શરૂ કરી શકો છો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #HipReplacement #BackPain #Vadodara #MarengoAsiaHospitals #Osteoarthritis #AvascularNecrosis #AVN



