- ગુજરાત હાઇકોર્ટનો બહુ મહત્વનો ચુકાદો, પોલીસ સ્ટેશનમાં થતી વિવિધ અરજીઓ ની કોપી આપવાનો ઇનકાર કરનાર પોલીસ સત્તાવાળાઓના વલણને હાઇકોર્ટે નકાર્યું.
- સુરતના જમીન વિવાદના કેસમાં એક મધ્યસ્થીને તેની વિરુદ્ધ થયેલી અરજીની નકલ પૂરી નહિ પડાતા હાઇકોર્ટમાં રિટ, સિનિયર એડવોકેટ આર જે. ગોસ્વામીની દલીલો ગ્રાહ્ય રાખીને હાઇકોર્ટે અરજદારને તેની વિરુદ્ધની અરજીની નકલ પૂરી પાડવા પોલીસ સત્તાવાળાઓને હુકમ કર્યો
અમદાવાદ: 02 જૂન 2026:
અમદાવાદ શહેર સહિત રાજયભરના પોલીસ સ્ટેશનોમાં સિવિલ મેટર્સમાં એટલે કે, દિવાની તકરાર, જમીન વિવાદ, માલસામાન લે-વેચ કે નાણાંકીય તકરાર, મુદ્દામાલ સહિતના કેસોમાં પોલીસ ફરિયાદપક્ષની અરજી લઇ પ્રાથમિક તપાસના ભાગરૃપે આરોપીઓને સમન્સ(સમજ યાદી) ઇશ્યુ કરી પોલીસ સ્ટેશન નિવેદન નોંધવા કે, પૂછપરછના બહાને બોલાવતી હોય છે અને એફઆઇઆર દાખલ કરવા ધાકધમકી આપતી હોય છે અને ડરાવતી ધમકાવતી હોય છે અને કેસમાં સમાધાન કરી લેવા દબાણ કરવાથી લઇ રિકવરી કરવા સુધીની ભૂમિકા ભજવતી હોય છે પરંતુ જયારે જેની વિરૃધ્ધ અરજી થઇ હોય તે વ્યકિત એ અરજીની નકલ કે કોપી માંગે ત્યારે પોલીસ આપવાનો ઇન્કાર કરી દેતી હોય છે એટલે સુધી કે, પોલીસ વિભાગના માહિતી અધિકારી કે અપીલ અધિકારી પણ નકલ નથી અપાવતા ત્યારે ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વના આદેશ મારફતે જમીન વિવાદના કેસમાં એક મધ્યસ્થીને તેની વિરૃધ્ધ થયેલી અરજીની નકલ પૂરી પાડવા પોલીસ સત્તાવાળાઓને હુકમ કર્યો છે.

ગુજરાત હાઇકોર્ટનો આ હુકમ રાજયભરના પોલીસમથકોમાં દાખલ થતી હજારો અરજીઓના કિસ્સામાં આરોપીઓ તેમ જ જેઓની વિરૃધ્ધ આવી અરજીઓ દાખલ થાય છે તેઓને અરજીની નકલ મેળવવાનો માર્ગ મોકળો થયો છે. અરજીની નકલ મેળવવા હાઇકોર્ટનો આ હુકમ મદદરૃપ થશે.

જમીન વિવાદના કેસમાં મધ્યસ્થી બનનાર અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ દાખલ કરેલી સ્પેશ્યલ ક્રિમીનલ એપ્લીકેશન નંબર-૭૦૪૭/૨૦૨૬ માં રાજયના પોલીસ મથકોમાં દાખલ થતી આવી અરજીઓની કાયદેસરતાને પડકારવામાં આવી હતી અને પોલીસમથકોમાં કોઇપણ વ્યકિત કે આરોપીઓ વિરૃધ્ધ દાખલ થતી આવી અરજીઓને લઇ ગંભીર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. અરજદારપક્ષ તરફથી સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામીએ જણાવ્યું હતું કે, સુરત આર્થિક ગુના નિવારણ શાખા અને ચોક બજાર પોલીસમાં અરજદાર સહિતના કેટલાક લોકો વિરૃધ્ધ થયેલી આવી અરજીના અનુસંધાનમાં અરજદાર પોલીસ સમક્ષ હાજર થઇ ગયા હતા અને નિવેદન પણ આપી આવ્યા હતા તેમછતાં પોલીસ તરફથી ફરીથી અરજદારને પોલીસ સ્ટેશન બોલાવી દબાણ કરવામાં આવી રહ્યું છે. અરજદારે જયારે પોલીસને તેમની વિરૃધ્ધમાં શું અરજી છ ેઅને તેમાં કયા આક્ષેપો છે તે જાણવાના હેતુથી અરજીની નકલ પૂરી પાડવા વિનંતી કરી હતી. જો કે, પોલીસે અરજદારને આવી અરજી આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો.
અરજદારપક્ષ દ્વારા હાઇકોર્ટનું ખાસ ધ્યાન દોરાયું કે, જો પોલીસ તરફથી અરજીની નકલ જ ના અપાય તો, તેઓને કેવી રીતે ખબર પડે કે તેમની વિરૃધ્ધમાં કયા આરોપ અંગેની અરજી થઇ છે અને કોણે કરી છે…?? કારણ શું…?? આ બધી હકીકતનો ખ્યાલ ના આવે તો આરોપી કે જેની વિરૃધ્ધ અરજી થઇ છે તે વ્યકિતઓ પોતાનો બચાવ કેવી રીતે કરી શકે. ખુદ સુપ્રીમકોર્ટે પોલીસ મથકોમાં દાખલ થતી એફઆઇઆરને વેબસાઇટ પર અપલોડ કરવા સહિતના મહત્ત્વના નિર્દેશો કર્યા છે કારણ કે, એ તો પબ્લીક ડોમેઇન કહેવાય ત્યારે આવી અરજીઓ કે જેનું કોઇ કાયદાકીય મહત્ત્વ પણ નથી તેની નકલ પૂરી પાડવામાં પોલીસને શું વાંધો હોઇ શકે…?? પોલીસ તરફથી અરજી ના અપાઇ તેથી અરજદાર દ્વારા માહિતી અધિકારી સમક્ષ આરટીઆઇ હેઠળ અરજીની નકલ માંગવામાં આવી તો માહિતી અધિકારીએ પણ તપાસ ચાલુ હોવાનું કારણ ધરી અરજીની નકલ આપવાનો ઇન્કાર કર્યો હતો.
આમ, પોલીસ સત્તાવાળાઓનું સામાન્ય નાગરિકોને આવી અરજીઓની નકલ પૂરી નહી પાડવાનું વલણ બંધારણની કલમ-૧૪ અને ૨૧ તેમ જ કુદરતી ન્યાયના સિધ્ધાંતના ભંગ સમાન છે. તેથી હાઇકોર્ટે ન્યાયના વિશાળ હિતમાં અરજદારને અરજીની નકલ પૂરી પાડવા પોલીસ સત્તાવાળાઓને હુકમ કરવો જોઇએ. અરજદાર તરફથી સિનિયર એડવોકેટ આર જે. ગોસ્વામીની દલીલો ગ્રાહ્ય રાખી જસ્ટિસ પી.એમ.રાવલે અરજદારને તેની વિરૃધ્ધ થયેલી અરજીની નકલ પૂરી પાડવા સુરત ક્રાઇમબ્રાંચ આર્થિક ગુના નિવારણ શાખા અને ચોક બજાર પોલીસને ફરમાન કર્યું હતું
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #surat #AccusedhastherighttogetacopyoftheapplicationsatthepolicePtation #Gujarat High Court verdict #PoliceStation #SuratLandDispute #CivilMattersatPoliceStations #CivilDispute #LandDispute #FinancialDispute #FIRCopy



