- બંને ન્યાયમૂર્તિઓઅ સ્થળની જાત મુલાકાત લઇ રૂબરૂ નીરીક્ષણ કર્યુ, વહીવટી સ્ટાફને પણ જરીર સૂચનાઓ આપી અને ક્રિમીનલ કોર્ટ્સ બાર એસો.ના હોદ્દેદારો સાથે ચર્ચા કરી
- કરોડોના ખર્ચે ચેક રિટર્નના કેસો માટે સાત માળનું આ અદ્યતન સંકુલ બનવાના કારણે વકીલો-પક્ષકારોને બહુ મોટી રાહત થશે, કેસોના ઝડપી નિકાલની કામગીરીમાં ગતિ આવશે – ગુજરાત બાર કાઉન્સીલના કો-ચેરમેન અનિલ સી.કેલ્લા
અમદાવાદ: 02 નવેમ્બર 2026:
અમદાવાદમાં ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળના ચેક રિટર્નના કેસો માટે વિશેષરૃપે અલગથી ઘી કાંટા સ્થિત ફોજદારી કોર્ટ(મેટ્રોપોલીટન કોર્ટ) સંકુલની સામેના ભાગે જ અંદાજે રૃ.૩૫ કરોડથી વધુના ખર્ચે સાત માળનું અદ્યતન સંકુલ ઉભુ કરવાનું નિર્માણ કાર્ય હવે નજીકના ભવિષ્યમાં જ ધમધમે તેવી શકયતા છે. ટૂંક સમયમાં જ આ નવા સંકુલના નિર્માણ માટે ખાતમૂર્હુત થવાની પણ શકયતા સેવાઇ રહી છે. કારણ કે, ખુદ હાઇકોર્ટના જસ્ટિસ એ.એસ.સુપહીયા અને યુનિટ જજ જસ્ટિસ ઇલેશ જે.વોરાએ સંકુલ નિર્માણ થવાનું છે તે સ્થળની રૃબરૃ જાત મુલાકાત લઇ નીરીક્ષણ કર્યું હતું અને વહીવટી સ્ટાફને જરૃરી સૂચના આપી હતી.
મેટ્રો કોર્ટની સામે આ સાત માળની ભવ્ય ઇમારત નિર્માણ થતાંની સાથે જ લાલદરવાજા અપનાબજાર ખાતે આવેલી ચેક રિટર્નની તમામ સ્પેશ્યલ કોર્ટો કે જેમાં હાલ બેંકોના, કંપનીઓના, નાણાંકીય સંસ્થાઓના ચેક રિટર્નના ખાનગી કેસો ચાલી રહ્યા છે, તે તમામ અહીં નવા સંકુલમાં ટ્રાન્સફર થઇ જશે. ઉલ્લેખનીય છે કે, તા.૧ ઓગસ્ટ ૨૦૨૬થી આ કોર્ટો ખાનગી પક્ષકારો વચ્ચેની, વેપારીઓની, હાથ ઉછીના લીધેલ ખાનગી ફરિયાદ અને ચેક રિટર્નના કેસો ઘી કાંટા મેટ્રોપોલીટન કોર્ટ ખાતેની ચીફ જયુડીશીલ મેજિસ્ટ્રેટની કોર્ટોમાં પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર મુજબ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

અંદાજે રૃ.૩૫ કરોડથી પણ વધુના ખર્ચે બનનારા અદ્યતન સંકુલનું નિર્માણ કાર્ય ઝડપથી શરૃ થાય તે માટે હાઇકોર્ટના જસ્ટિસ એ.એસ.સુપહીયા અન ેજસ્ટિસ ઇલેશ જે.વોરાએ સંકુલ જયાં નિર્માણ પામવાનું છે તે સ્થળની રૃબરૃ મુલાકાત લઇ બારીકાઇપૂર્વક નીરીક્ષણ કર્યું હતુ અને વહીવટી સ્ટાફ સહિતના અધિકારીઓ પાસેથી જાત માહિતી મેળવી હતી. બંને ન્યાયમૂર્તિઓએ અમદાવાદ ક્રિમીનલ કોર્ટસ બાર એસોસીએશનના હોદેદ્દારો સાથે પણ આ મુદ્દે ચર્ચા કરી હતી અને તેમના સૂચનો પણ જાણ્યા હતા. જસ્ટિસ એ.એસ.સુપહીયા અને જસ્ટિસ ઇલેશ જે.વોરાએ શકય એટલું ઝડપથી ચેક રિર્ટનના કેસો માટેનું આ અલાયદુ અદ્યતન કોર્ટ સંકુલ ખૂબ ઝડપથી તૈયાર થઇ જવાની આશા વ્યકત કરી હતી.

દરમ્યાન આ અંગે ગુજરાત બાર કાઉન્સીલના કો ચેરમેન અનિલ સી.કેલ્લાએ ચેક રિટર્નની કોર્ટોના સાત માળના અલાયદા અદ્યતન સંકુલ નિર્માણની પ્રક્રિયા ઝડપથી હાથ ધરાશે તેવી આશા વ્યકત કરતાં જણાવ્યું હતું કે, અદ્યન સંકુલ નિર્માણ થવાનું છે તે સ્થળની ખુદ જસ્ટિસ એ.એસ.સુપહીયા અને જસ્ટિસ ઇલેશ જે.વોરાએ મુલાકાત લેતાં હવે સમગ્ર પ્રોજેકટમાં બહુ હકારાત્મક સંકેત મળ્યા છે અને ટૂંક સમયમાં હવે અદ્યતન સંકુલના નિર્માણ કાર્ય ઝડપથી શરૃ થવાની આશા જાગી છે. વકીલો અને પક્ષકારો માટે બહુ મહત્ત્વનો એવો આ પ્રોજેકટ ખૂબ ઝડપથી અને સમયસર પૂર્ણ થાય તે સૌના હિતમાં છે. ગુજરાત બાર કાઉન્સીલના કો ચેરમેન અનિલ સી.કેલ્લાએ ે ચેક રિટર્નના કેસો વધવા પાછળના કારણો જણાવતાં કહ્યું કે, ચેક રિટર્નની કોર્ટો વધવાની સાથે સાથે સામે કેસો પણ બહુ નોધનીય રીતે વધી રહ્યા છે., ખાસ કરીને પાછલા કેટલાક વર્ષોમાં બેંકો, ફાયનાન્સ કંપનીઓ, ગૃહ મંડળીઓ અને નાણાં ધિરાણ આપતી સંસ્થાઓની સંખ્યા પણ મોટા પ્રમાણમાં વધી છે તો, ચીટીંગના કેસો પણ એ જ રીતે વધી રહ્યા છે, ફુલ્યાફાલ્યા છે. જેના કારણે ચેક રિટર્નના કેસોમાં વધારાનું આ સૌથી મોટુ કારણ છે. સૌથી વધુ કેસો બેંકો, ફાયનાન્સ કંપનીઓ, ધિરાણ આપતી સંસ્થાઓ અને શરાફ પેઢીઓ-મંડળીઓ દ્વારા જ મોટા પ્રમાણમાં દાખલ કરવામાં આવતા હોય છે. જેના કારણે કેસોનો ભરાવો પણ એટલી જ હદે વધી રહ્યો છે.
નવા સંકુલના નિર્માણ બાદ વકીલો-પક્ષકારોને બહુ મોટી રાહત થશે
ગુજરાત બાર કાઉન્સીલના કો ચેરમેન અનિલ સી.કેલ્લાએ ઉમેર્યું હતું કે, અપનાબજાર બહુમાળી બિલ્ડીંગમાં ચેક રિટર્નની ૨૧ કોર્ટો ઉપરાંત બોર્ડ ઓફ નોમનીઝ કોર્ટ, ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ, લેબર કોર્ટેો, અન્ય સરકારી કચેરીઓ અને ઓફિસ હોવાના કારણે ઘણીવાર વકીલો-પક્ષકારોને ભારે અગવડોનો સામનો કરવો પડતો હતો પરંતુ હવે મેટ્રોપોલીટન કોર્ટની સામેના ભાગે જ તૈયાર થઇ રહેલા સાત માળના બિલ્ડીંગમાં ચેક રિટર્નની આ તમામ કોર્ટો ટ્રાન્સફર થવાથી વકીલો-પક્ષકારો સાથે સાથે બેંકો, ફાયનાન્સ કંપનીઓ, ધિરાણ આપતી સંસ્થાઓ સહિતની સંસ્થાઓને પણ મોટી રાહત થશે. કારણ કે, આખુંય નવુ સંકુલ માત્ર ચેક રિટર્નની કોર્ટો માટે જ અલાયદુ હશે. વકીલો-પક્ષકારોને જુદી જુદી જગ્યાએ ધક્કા નહી ખાવા પડે, તેથી સમય, શકિત અને ખર્ચાની બચત થશે, તો કેસો પણ ઝડપથી ચાલવાના કારણે કેસોના નિકાલની કામગીરીમાં ગતિ આવશે.
ચેક રિટર્નના આશરે ચાર લાખથી વધુ કેસો પડતર
અમદાવાદના લાલ દરવાજા અપનાબજાર બહુમાળી બિલ્ડીંગમાં આવેલી ચેક રિટર્નની કોર્ટો અને ઘી કાંટા જયુડીશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટોમાં ટ્રાન્સફર કરાયેલા કેસો મળી આશરે ચાર લાખથી વધુ ચેક રિટર્નના કેસો હજુ પેન્ડીંગ બોલી રહ્યા છે. રાજયમાં સૌથી વધુ કેસો અમદાવાદમાં પડતર છે. ચેક રિટર્નની ૨૧ કોર્ટોમાં કોર્ટ દીઠ ૨૦થી ૨૨ હજાર કેસો પેન્ડીંગ છે અને તેમાં પણ વધારો થઇ રહ્યો છે. આજની સ્થિતિએ ચેક રિટર્નની કોર્ટોમાં કરોડો-અબજો રૃપિયાની કિંમતના કેસો પડતર છે, જેના નિકાલની પક્ષકારો રાહ જોઇને બેઠા છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #A study complex of the courts of Cheque Return is to be built. High Court Justice A.S. Supahiya and Justice Sailesh J. Vora visited the place.



