પથિક લીંબાચીયા, અમદાવાદ:
03 જૂન 2026:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા મંગળવાર, તા. ૦૨ જૂન, ૨૦૨૬ના રોજ સાંજે ૪:૦૦ વાગ્યાથી૭:૦૦ વાગ્યા દરમિયાન GCCIના પરિસરમાં “ફિનટેક સ્ટાર્ટ-અપ્સ – ડિસ્પ્લે ડે”નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનુંઆયોજન i-Hub, Software Technology Parks of India (STPI), Venture Studio અને GIFT International FintechInstitute & Innovation Hub (GIFT IFIH) જેવી સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું. બેન્કિંગ, ફાયનાન્સિયલસર્વિસ અને ઇન્સ્યોરન્સ સેક્ટર (BFSI) ક્ષેત્રમાં નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી આ કાર્યક્રમનુંઆયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ૨૭ ફિનટેક સ્ટાર્ટ-અપ્સે ભાગ લીધો હતો અને ઉદ્યોગની બદલાતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઉભરી રહેલીટેક્નોલોજીઓનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવેલી પોતાની નવીનતાઓનું પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમમાં ભાગ લેનાર ફિનટેક સ્ટાર્ટ-અપ્સે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), મશીન લર્નિંગ (ML), બ્લોકચેઇન, ડેટા એનાલિટિક્સ, ડિજિટલ પેમેન્ટ્સ, ઇન્શ્યોરટેક(InsurTech), રેગટેક (RegTech) અને એમ્બેડેડ ફાઇનાન્સ જેવી વિવિધ ટેક્નોલોજીઓનો ઉપયોગ કર્યો હતો.આ સત્ર સ્ટાર્ટ-અપ્સ, રોકાણકારો, નાણાકીય સંસ્થાઓ, ઉદ્યોગના આગેવાનો, કોર્પોરેટ્સ, નીતિ નિર્માતાઓ અને ઇકોસિસ્ટમ સાથેસંકળાયેલા અન્ય હિતધારકો વચ્ચે એક મહત્વપૂર્ણ સંવાદ મંચ તરીકે સાબિત થયું હતું. આ કાર્યક્રમ દ્વારા અર્થપૂર્ણ ચર્ચાઓ, જ્ઞાનનીઆપ-લે તેમજ ઉભરતા વલણો, રોકાણની તકો, વ્યૂહાત્મક ભાગીદારી અને ભારતમાં ફાઇનાન્શિયલ ટેક્નોલોજીના ભવિષ્ય અંગેવિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

શ્રી સંદીપ એન્જિનિયર, પ્રમુખ, GCCI; શ્રી રાજેશ ગાંધી, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, GCCI; અને શ્રી અપુર્વ શાહ, વાઇસ પ્રેસિડેન્ટ,GCCIએ ફિનટેક સ્ટાર્ટ-અપ્સ: ડિસ્પ્લે ડેની મુલાકાત લીધી હતી અને ભાગ લેનાર ઉદ્યોગસાહસિકો સાથે સંવાદ કર્યો હતો. શ્રી અમિતજી. પારેખ, ચેરમેન, GCCI સ્ટાર્ટ-અપ ટાસ્કફોર્સે કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ ૨૭ ફિનટેક સ્ટાર્ટ-અપ્સનો GCCIના હોદ્દેદારોનેપરિચય કરાવ્યો હતો તેમજ બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ એન્ડ ઇન્શ્યોરન્સ (BFSI) ક્ષેત્ર માટે વિકસાવવામાં આવી રહેલા નવીનઉત્પાદનો, સેવાઓ અને ટેક્નોલોજી આધારિત સોલ્યુશન્સ અંગે માહિતી આપી હતી.આ પહેલ દ્વારા GCCIએ ટેક્નોલોજી આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપી અને વિવિધ હિતધારકો વચ્ચે સહયોગની તકો ઊભીકરીને મજબૂત નવીનતા ઇકોસિસ્ટમના વિકાસ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાને પુનઃદૃઢ કરી હતી.

આ કાર્યક્રમે નાણાકીય સમાવેશને વેગઆપવા, ગ્રાહક અનુભવને વધુ સક્ષમ બનાવવા તથા BFSI ક્ષેત્રના ડિજિટલ પરિવર્તનમાં ફિનટેક નવીનતાઓની વધતી જતીભૂમિકાને પણ ઉજાગર કરી હતી.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #GujaratChamberofCommerce&IndustryOrganizedFintechStart-Ups –DisplayDay #gcci #FintechStart-Ups–DisplayDay #i-Hub #SoftwareTechnologyParksof ndia #STPI #VentureStudio #GIFTInternationalFintechInstitute&InnovationHub #GIFTIFIH



