પથિક લીંબાચીયા, અમદાવાદ:
01 નવેમ્બર 2026:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) ની બિઝનેસ વિમેન કમિટી દ્વારા ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ તેઓના W.I.R.E – ‘વિમેન ઇન રિયલ એસ્ટેટ’ મિશન અંતર્ગત એક “ફાયર સાઇડ ચેટ” “She Builds, She Leads” કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

આ સંવાદમાં મુખ્ય વક્તાઓ તરીકે ડૉ. હસરત જાસ્મીન (IAS), ચીફ એક્ઝિક્યુટિવ ઓથોરિટી, ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (GUDA); સુશ્રી દિપાલી શાહ, સ્થાપક અને MD, શિવાલિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિયલ એસ્ટેટ (SIRE); સુશ્રી રિદ્ધિ પટેલ, ડિરેક્ટર અને મેનેજિંગ પાર્ટનર, પાર્શ્વનાથ ગ્રુપ; અને સુશ્રી રૂપા શાહ, સ્થાપક અને MD, મેલુહા સ્પેશિયલ ડિઝાઇન (ઇન્ટિરિયર વિઝ્યુઅલાઈઝર) ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની પ્રતિષ્ઠિત મહિલા એન્ટરપ્રેન્યોરસ અને વિવિધ પ્રોફેશનલ્સ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ રીઅલ એસ્ટેટ ક્ષેત્રે ઉભરતી તકો, પડકારો, નિયમનકારી જાગૃતિ, ઉદ્યોગ સાહસિકતા અને રિયલ એસ્ટેટ ઉદ્યોગ ના ઘડતરમાં મહિલાઓની બદલાતી ભૂમિકા જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરી હતી.

BWCના કો-ચેરપર્સન સુશ્રી બંસી શાહ દ્વારા પ્રારંભિક વક્તવ્ય આપવામાં આપ્યું હતું.

GCCI બિઝનેસ વુમન કમિટીનાં ચેરપર્સન સુશ્રી શાલુ લેખડિયાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રેરિત કરવા, સશક્ત બનાવવા અને વ્યવસાય તથા ઉદ્યોગ ક્ષેત્રે તેમની ભાગીદારી અને નેતૃત્વને પ્રોત્સાહન આપવાનો છે. તેમણે ઉપસ્થિત વક્તાઓનો પરિચય આપ્યો હતો

તેઓની સિદ્ધિઓ વિશે વાત કરી હતી. તેઓએ મહિલાઓમાં રહેલી નિર્માણ કરવાની અને સર્જન કરવાની સહજ ક્ષમતા તેમજ નેતૃત્વ કરવામાં તેઓના સંવેદનશીલ અભિગમ (empathetic approach) વિશે ઉલ્લેખ કર્યો હતો. તેઓએ GCCI ના પ્લેટિનમ પાર્ટનર્સ તેમજ ડાયમંડ પાર્ટનર્સ અને BWC ના વાર્ષિક પ્રાયોજકો અને કોર્પોરેટ કન્ટ્રીબ્યુટર્સનો પણ આભાર માન્યો હતો.

આ પ્રસંગે સંબોધન કરતા GCCI ના પ્રમુખ શ્રી રાજેશ ગાંધીએ આ મહત્વપૂર્ણ ‘ફાયર સાઇડ ચેટ’નું આયોજન કરવા બદલ બિઝનેસ વિમેન કમિટીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વક્તાઓની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે, તેઓ દ્વારા પ્રાપ્ત માર્ગદર્શન અને વિવિધ સૂચનો તમામ મહિલા ઉદ્યોગસાહસિકો માટે ઉપયોગી થઈ પડશે. તેમણે તે બાબત પર ભાર મુક્યો હતો કે વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ માટે સમાન તકો (level playing field) ઉપલબ્ધ છે અને લોકોએ તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો જોઈએ.

સુશ્રી સારિકા ભટ્ટ ઠક્કરના કુશળ સંચાલન હેઠળ યોજાયેલ આ ફાયરસાઇડ અત્યંત રસપ્રદ, જ્ઞાનવર્ધક અને વિચારપ્રેરક રહી હતી.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #SheBuilds,SheLeads #WIRE #W.I.R.E #gcci #GUDA #GCCIBusinessWomenCommitteeorganizedW.I.R.E–WomeninRealEstateintheformof aFireSideChatonthe subjectSheBuilds,SheLeadson31stOctober2026



