પથિક લીંબાચીયા, અમદાવાદ:
31 મે 2026:
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા દીક્ષાંત સમારોહ પ્રસંગે આગામી જુલાઈ-ડિસેમ્બર ૨૦૨૬ની બેચ માટે તેના એઆઈ-એનરિચ્ડ પાર્ટ-ટાઇમ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામ્સ ઇન મેનેજમેન્ટ લોન્ચ કરવામાં આવ્યા હતા. જુલાઈ-ડિસેમ્બર ૨૦૨૫ની પાસ થનારી બેચના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવેલ દીક્ષાંત સમારોહ દરમિયાન એએમએના પ્રમુખ અને હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી રાજીવ ગાંધીએ સ્વાગત પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, “૧૯૯૦માં માત્ર એક ડિપ્લોમા પ્રોગ્રામ સાથે શરૂ થયેલ પાર્ટ-ટાઇમ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામ્સ ઇન મેનેજમેન્ટ આજે કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી, સેન બર્નાર્ડિનો, યુએસએ સાથે સહયોગમાં એક પ્રીમિયમ બ્રાન્ડ વેલ્યુ ધરાવે છે.

વૈશ્વિક બજારના પરિવર્તનોને ધ્યાનમાં રાખીને, આગામી જુલાઈ-ડિસેમ્બર ૨૦૨૬ની બેચ એક ફ્યુચર-રેડી અભ્યાસક્રમ ધરાવે છે, જે અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં વર્કિંગ પ્રોફેશનલ્સ અને નવા સ્નાતકોને તેમની કારકિર્દી બનાવવાં અને વ્યવસાયોને આગળ વધારવા તેમજ ટકાવી રાખવા માટે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને આધુનિક બિઝનેસ અને મેનેજમેન્ટ પધ્ધતિઓમાં સમાવીને મદદ કરવા માટે ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે.”

આ સમારોહમાં મુખ્ય અતિથિ દ્રારા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા એનાયત કરવામાં આવ્યા હતાં અને ડિપ્લોમા તેમજ ગોલ્ડ મેડલ મેળવનારાઓને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં. સમારોહમાં બોલતા, ઝાયડસ લાઈફસાયન્સિસ લિમિટેડના ચીફ ટેકનિકલ ઓફિસર શ્રી પ્રશાંત શર્માએ અનુકૂલન સાધવાના મહત્વ પર ભાર મૂકતા કહ્યું હતું કે: “એઆઈ વિશે શીખવું અને તેને વ્યવહારમાં લાવવું આપણને સ્પર્ધાત્મક વિશ્વમાં વિકસવા અને ટકી રહેવામાં મદદ કરશે. જે વ્યક્તિઓ અથવા કંપનીઓ તાજેતરના તકનીકી વિકાસને શીખવામાં અને અપનાવવામાં નિષ્ફળ જશે, તેઓ ટકી શકશે નહીં.”

એએમએના એઆઈ-એનરિચ્ડ પાર્ટ-ટાઇમ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ પ્રોગ્રામ્સમાં માર્કેટિંગ એન્ડ સેલ્સ, હ્યુમન રિસોર્સિસ, ઇન્ટરનેશનલ બિઝનેસ, એડવર્ટાઇઝિંગ એન્ડ બ્રાન્ડ મેનેજમેન્ટ, ફાઇનાન્સ, હેલ્થકેર એન્ડ હોસ્પિટલ મેનેજમેન્ટ, બેન્કિંગ, ડિજિટલ માર્કેટિંગ અને ફિલ્મ પ્રોડક્શન સહિતની તમામ મુખ્ય શાખાઓમાં એઆઈ-ઇન્ટિગ્રેટેડ મોડ્યુલનો સમાવેશ થાય છે. આ અભ્યાસક્રમમાં “મેનેજમેન્ટની પ્રેક્ટીસ”—ખાસ કરીને ટેકનોલોજી-સંચાલિત વિશ્વમાં માનવ ટેલેન્ટને અસરકારક રીતે સંચાલિત કરવાની ક્ષમતા પર કેન્દ્રિત શિક્ષણ પધ્ધતિ પર ફોકસ કરવામાં આવેલ છે.

કાર્યક્રમની ઝલક માટે કૃપા કરીને સાથે જોડેલા ફોટોગ્રાફ્સ જુઓ. વધુ વિગતો માટે, કૃપા કરીને એએમએનો ૦૭૯-૨૬૩૦૮૬૦૧ પર સંપર્ક કરો અથવા એએમએની વેબસાઇટ www.amaindia.org ની મુલાકાત લો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #AMAConvocation #AI-EnrichedPart-TimePostgraduateDiplomaProgrammesinManagementLaunch #AhmedabadManagementAssociation #AMA #ahmedaba



