પથિક લીંબાચિયા, અમદાવાદ:
19 માર્ચ 2026:
મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા સતત સાતમા વર્ષે ભગવાન ઝુલેલાલ ના 1076 માં પ્રાગટ્ય વર્ષે તારીખ 20/03/26 શુક્રવારના રોજ ચેટીચંડ ના પાવન તહેવાર નિમિતે મણિનગર સિંધી માર્કેટ થી અતિ ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવા માં આવેલ છે.

જે મણિનગર માર્કેટ બપોરે 3 કલાકે પ્રારંભ થઈ મણિનગર સ્ટેશન, મણિનગર ક્રોસિંગ, દક્ષિણી સોસાયટી, ગુડલક સોસાયટી,નેતાજી સોસાયટી, જયહિન્દ ચાર રસ્તા,જવાહર ચોક, ભૈરવનાથ, પુષ્પકુંજ થઈ ઝુલેલાલ ઓપનએર થિયેટર ખાતે આશરે 6 કિલોમીટર જેટલા એરિયામાં ફરશે.આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના સભ્યો ભાગ લેશે અને પરંપરાગત વેશભૂષા, ભજન-કીર્તન અને સાંસ્કૃતિક ઝલકોથી સમગ્ર વિસ્તાર રંગીન બની જશે.આ શોભાયાત્રામાં 12 થી14 મંડળો દ્વારા અંદાજે ૧૩ જેટલી ઝાંખીઓ , પુરુષોની છેજ, મહિલાઓ ની છેજ તથા અનેક ભાવિભક્તો આ શોભાયાત્રા માં ભાગ લેશે.

22 માર્ચ 2026, રવિવારે સાંજે 6 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જાણીતા ગાયક નીલ રોકસ્ટાર દ્વારા મ્યુઝિકલ પાર્ટી રજૂ કરવામાં આવશે, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે. આ ઉપરાંત દરેક મંડળો ને યોગ્યતા અનુસાર ઇનામ વિતરણ કરવા માં આવશે
આ શોભાયાત્રા કાર્યક્રમ માં માન. શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા (અધ્યક્ષ, ગુજ. પ્રદેશ ભાજપ), માન. શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ(મહામંત્રી , ગુજ. પ્રદેશ ભાજપ), માન. શ્રી પ્રેરકભાઈ શાહ (અધ્યક્ષ, ભાજપ, કર્ણાવતી શહેર), માન. શ્રી દિનેશભાઈ મકવાણા (પશ્ચિમ લોકસભા સાંસદ, અમદાવાદ), શ્રી અમુલભાઈ ભટ્ટ (ધારાસભ્ય-મણીનગર વિધાનસભા) તેમજ શ્રીમતી પાયલબેન કુકરાણી (ધારાસભ્ય-નરોડા વિધાનસભા) અને અન્ય રાજકીય આગેવાનો તથા સિંધી સમાજ ના આગેવાનો પણ જોડાશે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ManinagarChetichandCommittee #BhagwanJhulelal’smagnificentprocession #ManinagarSindhiMarket #ahmedaba



