- આશરે 200 મહિલાઓએ અંતઃસ્ત્રાવો, પ્રજનન ક્ષમતા અને સોજાની સમસ્યાઓ અંગે
યોજાયેલ પરિસંવાદમાં ભાગ લીધો - ગર્ભાવસ્થા, ડિલિવરી પછીનો સમય અને મેનોપોઝ જેવા તબક્કાઓ દરમિયાન શરીરમાં આવતા હોર્મોનલ ફેરફારો બીમારી પર કેવી અસર કરે છે, તેની ઊંડાણપૂર્વક ચર્ચા
અંતરધ્વનિ, જે દર્દીઓની સેવામાં સમર્પિત એક જાણીતી સંસ્થા છે, તેના દ્વારા અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજના HD ઓડિટોરિયમમાં મહિલાઓ માટે એક ખાસ હેલ્થ સેમિનાર રાખવામાં આવ્યો હતો. આ સેમિનારનો મુખ્ય વિષય ‘મહિલાઓમાં RA અને AS: હોર્મોન્સ, ફર્ટિલિટી અને સોજાની સમજ’ હતો. અંતરધ્વનિના આ પ્રયાસને લીધે આશરે 200 જેટલી મહિલાઓને નિષ્ણાત ડોક્ટરો સાથે સીધી વાત કરવાની તક મળી. આ કાર્યક્રમમાં બહેનોએ સમજ્યું કે સાંધાનો વા (રૂમેટોઇડ આર્થરાઈટિસ-RA) અને કરોડરજ્જુનો વા અથવા મણકાનો વા (એન્કાયલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ-AS) જેવી બીમારીઓ તેમના હોર્મોન્સ, ગર્ભાવસ્થા અને શરીરના સોજા પર કેવી રીતે અસર કરે છે.

આ કાર્યક્રમમાં બીમારીથી પીડાતા દર્દીઓ, તેમની સંભાળ રાખનારા પરિવારજનો અને નિષ્ણાત ડોક્ટરો એકસાથે આવ્યા હતા, જેમનો મુખ્ય હેતુ સાંધાનો વા અને કરોડરજ્જુનો વા જેવી જટિલ સમસ્યાઓ ધરાવતી મહિલાઓના પડકારોને સમજવાનો હતો. સેમિનારમાં ખાસ કરીને ગર્ભાવસ્થા (Pregnancy), ડિલિવરી પછીનો સમય (Postpartum) અને મેનોપોઝ (માસિક બંધ થવાનો સમય) જેવા તબક્કાઓ દરમિયાન શરીરમાં આવતા હોર્મોનલ ફેરફારો બીમારી પર કેવી અસર કરે છે, તેની ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા સાંધાના રોગોના નિષ્ણાતો (Rheumatology) અને સ્ત્રીરોગ નિષ્ણાતો (Reproductive Health) વચ્ચે એક સેતુ બાંધવામાં આવ્યો, જેથી મહિલાઓને તેમની બીમારીના વ્યવસ્થાપન માટે એક સ્પષ્ટ અને પ્રેક્ટિકલ માર્ગ મળી રહે.

“આ સેમિનારમાં નિષ્ણાત તરીકે જાણીતા ગાયનેકોલોજિસ્ટ (સ્ત્રીરોગ નિષ્ણાત) ડૉ. પુષ્પા યાદવ અને રૂમેટોલોજિસ્ટ (સાંધાના રોગના નિષ્ણાત) ડૉ. સપન પંડ્યા, ડૉ. વિષ્ણુ શર્મા, ડૉ. રીના શર્મા અને ડૉ. પૂજા શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન આપ્યું હતું.

ડૉ. પંડ્યાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “ઘણા લાંબા સમયથી મહિલાઓ પોતાના શરીરના ફેરફારો અને આ બીમારી વચ્ચેના સંબંધને સમજ્યા વગર જ સારવાર કરી રહી છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને એટલી સજાગ અને સક્ષમ બનાવવાનો હતો કે તેઓ પોતાના ડોક્ટર સાથે ખુલીને વાત કરી શકે અને જીવનના દરેક તબક્કે પોતાના સ્વાસ્થ્યની જવાબદારી જાતે સંભાળી શકે.

ડૉ. યાદવે હાજર રહેલી મહિલાઓને જીવનશૈલીમાં જરૂરી ફેરફારો કરવા વિશે અને ગર્ભાવસ્થા દરમિયાન ડૉક્ટરની સલાહ મુજબ દવાઓમાં કેવી રીતે ફેરફાર કરવો, તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “જ્યારે કોઈ સ્ત્રી ગર્ભધારણ (Pregnancy) કરવાનું વિચારે ત્યારે ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે. સ્ત્રીરોગ નિષ્ણાત (Gynecologist) અને સાંધાના રોગના નિષ્ણાત (Rheumatologist) વચ્ચે યોગ્ય તાલમેલ હોવો જોઈએ, જેથી માતા કે આવનારા બાળકને કોઈ નુકસાન ન થાય અને દર્દીને દવાનો સાચો ડોઝ મળી રહે.

ડૉ. રીના શર્માએ જણાવ્યું હતું કે, “ઘણા દર્દીઓ જાતે જ દવાઓ (Self-medication) લેતા હોય છે અને ડોક્ટર પાસે ખૂબ મોડા પહોંચે છે. આ બાબત જોખમી છે. કોઈ પણ દવા શરૂ કરતા પહેલા દર્દીઓએ નિષ્ણાત ડોક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ.
ડૉ. શ્રીવાસ્તવે ગર્ભાવસ્થાના મહત્વ અને આ સમય દરમિયાન બીમારીમાં આવતા ફેરફારો વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “ગર્ભાવસ્થા એ કુદરતની એક સુંદર ભેટ છે. આ સમયગાળા દરમિયાન ‘ઓટોઈમ્યુન’ બીમારીઓ (જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ પોતાના જ કોષો પર હુમલો કરે છે) અલગ રીતે વર્તે છે. દર્દીને આ વાતની જાણકારી હોવી ખૂબ જરૂરી છે, જેથી સમયસર યોગ્ય પગલાં લઈ શકાય.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #RA #AS #ReproductiveHealth #Pregnancy #Postpartum #ahmedaba#AntardhwaniEmpowersWomenFacingRA&ASConditions #Hormones #Fertility #Self-medication #Inflammation#Antardhwani #womenhealthseminar #Gynecologist #Rheumatologist



