- વિજેતા બનવા માટે ઉમેદવારે 1929 એકડા લાવવાના રહેશે, છેલ્લા ત્રણ દિવસથી ચાલતી મત ગણતરીના અંતે શોર્ટ લીસ્ટની પ્રક્રિયા પૂર્ણ
- બાર કાઉન્સીલની ચૂંટણીમાં કુલ 49,006 મતદારોએ મતદાન કર્યુ, જે પૈકી 46,284 મતો માન્ય અને 2722 મતો અમાન્ય ઠર્યા
અમદાવાદ: 13 માર્ચ 2026:
ગુજરાત બાર કાઉન્સીલની તાજેતરમાં યોજાયેલી અત્યંત પ્રતિષ્ઠાભરી ચૂંટણીના મતદાનની મતગણતરી હાલ પૂરજોશમાં ગુજરાત હાઇકોર્ટના ઓડિટોરીયમ ખાતે ચાલી રહી છે. મંગળવારથી શરૃ થયેલી મતગણતરીની પ્રક્રિયામાં ત્રીજા દિવસના અંતે શોર્ટલીસ્ટની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ત્રીજા દિવસે એ ચિત્ર સ્પષ્ટ થયુ હતું કે, બાર કાઉન્સીલની ચૂંટણીમાં કુલ ૪૯,૦૦૬ મતદારઓએ મતદાન કર્યું હતું, તે હિસાબે સત્તાવાર ૬૪.૪૮ ટકા મતદાન નોંધાયુ છે. જે પૈકી ૪૬,૨૮૪ જેટલા માન્ય મતો ઠર્યા છે, જયારે ૨,૭૨૨ મતો અમાન્ય ઠરાવવામાં આવ્યા છે. બાર કાઉન્સીલની ચૂંટણીમાં પ્રેફરેન્શીયલ વોટીંગ સીસ્ટમથી મતદાન થયુ હોવાથી એકડા(૧)નું બહુ મહત્ત્વ હોય છે. જેમાં ત્રીજા દિવસની મત ગણતરીના અંતે એ પણ સ્પષ્ટ થયુ હતુ કે, વિજેતા બનવા માટે કોઇપણ ઉમેદવારે વિજેતા બનવા માટે ૧૯૨૯ એકડા અથવા તો, ૧,૯૨,૮૫૧ પોઇન્ટ મેળવવા જરૃરી રહેશે.

ગુજરાત બાર કાઉન્સીલની તાજેતરમાં તા.૬ઠ્ઠી માર્ચે યોજાયેલીચૂંટણીમાં અમદાવાદ શહેર સહિત રાજયભરમાંથી કુલ ૭૭ હજારથી વધુ વકીલ મતદારોએ મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં ૭૯ પુરૃષ વકીલો અને ૨૦ મહિલા વકીલો મળી કુલ ૯૯ ઉમેદવારો મેદાનમાં છે. મતદાન પૂર્ણ થયા બાદ રાજયભરમાંથી મતપેટીઓ ગુજરાત હાઇકોર્ટ ઓડિટોરીયમના વિશાળ હોલ ખાતે લાવવામાં આવી હતી અને ત્યાં ભારે સુરક્ષા અને ઉમેદવારો અને તેમના સમર્થકોની હાજરીમાં મતગણતરી મંગળવારથી શરૃ કરવામાં આવી છે.

ભારે ઉત્તેજનાભર્યા માહોલમાં ચાલી રહેલી મતગણતરીના અપડેટ અંગે જાણકારી આપતાં ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી મતગણતરીના અંતે આખરે ચૂંટણીમાં કુલ મતદાન, માન્ય મતો, અમાન્ય મતો અને વિજતેા બનવાનો આંકડો સહિતની બાબતો સ્પષ્ટ થઇ શકી છે. આ ચૂંટણીમાં રાજયભરમાંથી કુલ ૭૭ હજારથી મતદારોમાંથી ૪૯,૦૦૬ વકીલ મતદારોએ મતદાન કર્યુ ંહતું. જે પૈકી ૬૦.૯૦ ટકાની ટકાવારી પ્રમાણે ૪૬,૨૮૪ મતો કાયદેસર(માન્ય) ઠર્યા છે, જયારે ૨,૭૨૨ મતો અમાન્ય ઠરતાં તેની ટકાવારી ૩.૫૮ ટકા નોંધાઇ છે. છેલ્લા ત્રણ દિવસની મતગણતરીના અંતે સૌથી મહત્ત્વની વાત એ સ્પષ્ટ થઇ શકી હતી કે, વિજેતા બનવા માટે કોઇપણ ઉમેદવારે ૧૯૨૯ એકડા(૧) મેળવવા ફરજિયાત રહેશે.
ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ વધુમાં જણાવ્યું હતું કે, મતગણતરી દરમ્યાન સૌથી વધુ એકડા મેળવનાર ઉમેદવારોમાંથી ૧૮ પુરૃષ વકીલોને ચૂંટાયેલા અને વિજેતા જાહેર કરવામાં આવશે. ત્યારબાદ પાંચ મહિલા ઉમેદવારોની અનામત બેઠક માટે સૌથી વધુ એકડા મેળવનાર મહિલા વકીલોને વિજેતા જાહેર કરવામાં આવશે. આમ, બાર કાઉન્સીલની ચૂંટણીમાં ૨૩ ઉમેદવારોને સત્તાવાર રીતે વિજેતા જાહેર કરવામાં આવશે. જયારે બાકીના બે મહિલા ઉમેદવારો કો-ઓપ્શનની પ્રક્રિયાથી ભરાશે. હજુ પણ બાર કાઉન્સીલની ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે. બાર કાઉન્સીલની ચૂંટણીમાં પ્રેફરેન્શયીલ પધ્ધતિથી વોટીંગ થતુ હોઇ તેની મતગણતરી ભારે અટપટી અને મહેનત માંગી લે તેવી અને અઠવાડિયા જેટલો સમય માંગી લે તેવી હોય છે. ત્રણ દિવસ બાદ પણ હજુ માત્ર શોર્ટ લીસ્ટ જ થઇ શકયુ છે અને મતગણતરી પૂર્ણ થતાં અને સત્તાવાર પરિણામો જાહેર થવામાં હજુ ત્રણ-ચાર દિવસ લાગી શકે છે એમ ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ અંતમાં ઉમેર્યું હતું.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #GujaratBarCouncilElection #Counting #ShortlistProcessCompleted #Election #ahmedaba



