- થલતેજના વૈભવલક્ષ્મી મંદિર ખાતેના શનિદેવ મંદિર ખાતે શનિદેવને 1008 લિટર તેલનો ભવ્ય અભિષેક કરાશે અને 1008 કાળા તલના લાડુનો હવન કરાશે
- દૂધેશ્વરના પ્રાચીન શનિદેવ મંદિર ખાતે પણ શનિભકતો દ્વારા 23 હજાર આહુતિ, મહાઆરતી, 251 કિલો બુંદી-સેવનો પ્રસાદ-ભંડારા સહિતનું આયોજન
અમદાવાદ: 08 ઓક્ટોબર 2026:
સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે તા.૧૦મી ઓકટોબરના રોજ શનિશ્ચરી અમાવસ્યાનો શુભ સંયોગ આવતાં શહેરના શનિમંદિરોમાં શનિદેવને તેલ અભિષેક, હોમ-હવન અને પ્રસાદ-ભંડારાનું વિશેષ આયોજન કરાયું છે. જેમાં થલેતજના વૈભવ લક્ષ્મી મંદિર ખાતે આવેલ શનિદેવના મંદિરમાં શનિશ્ચરી અમાવસ્યા નિમિતે શનિદેવને ૧૦૦૮ લિટર તેલનો અભિષેક અને ૧૦૦૮ કાળા તલના લાડુનો હવન કરવામાં આવશે.

શનિદેવને ગોળ અન કાળા તલ અતિપ્રિય હોવાથી સર્વ પિતૃઓના મોક્ષાર્થે શનિદેવ મંદિરમાં વિશેષ યજ્ઞા કરાશે, જેમાં આ ૧૦૦૮ કાળા તલના લાડુની આહુતિ અપાશે એમ થલતેજના વૈભવલક્ષ્મી મંદિર ખાતેના શનિદેવ મંદિરના પૂજારી મનીષ મહારાજે જણાવ્યું હતું. આ દિવસે શનિદેવની અને સર્વ પિતૃઓની કૃપાનો લાભ લેવા તેમણે શ્રધ્ધાળુ ભકતોને જાહેર અનુરોધ કર્યો હતો.
આ જ પ્રકારે શહેરના દૂધેશ્વરના ધોબી ઘાટ ખાતેના અતિ પ્રાચીન શનિદેવ મંદિરમાં પણ સૂર્યપુત્ર શનિદેવ સર્વપિતૃ અમાવસ્યા ઉત્સવનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. એ દિવસે શનિદેવ અને સર્વ પિતૃ મોક્ષાર્થે આયોજિત વિશેષ યજ્ઞામાં શનિભકતો દ્વારા શનિદેવને ૨૩ હજાર આહુતિ અપાશે. બપોરે ૧૨-૦૦ વાગ્યે શનિદેવની મહા આરતી થશે અને તેમને ૨૫૧ કિલો બુંદી-સેવનો મહાપ્રસાદ ધરાવવામાં આવશે.

શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા શનિદેવ મંદિર, સોલા રોડ પર કાંકરિયા હનુમાનજી ખાતેના શનિમંદિર, થલતેજના સાલ હોસ્પિટલ સામેના શનિમંદિર, વૈષ્ણૌ દેવી સર્કલ પર મારૃતિ ધામ ખાતેના શનિમંદિર સહિતના વિવિધ શનિમંદિરોમાં તા.૧૦મી સર્વ પિતૃ અમાવસ્યા અને શનિશ્ચરી અમાવસ્યાને લઇ શનિદેવને તેલ અભિષેક, નવગ્રહ શાંતિ પાઠ, શનિદેવ કથા, હોમ-હવન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શનિદેવને કાળો રંગ અતિ પ્રિય હોવાથી શનિદેવને કાળુ કપડુ, લોખંડ, કાળા તલ, અડદ સહિતની વસ્તુઓ અર્પણ કરી શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા મોટી સંખ્યામાં શનિભકતો એ દિવસે શનિમંદિરોમાં ઉમટશે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #10thEsarvaPitruAmasa #10thEashaniishchariAmasa’s auspicious coincidence #10thEashaniTemplesSpecialEvents #ThalTejanaVaibhavLaxmiTemple #ShaniDevTemple #ShaniDevAbhishek #KaalaTalNaLaduNoHavan #DudheshwarAncientShaniDevTemple



