- આરતી ફાર્માલેબ લિ. દ્વારા કરાયેલી રિટમાં હાઇકોર્ટે સરકાર, રેવન્યુ ડિપાર્ટમેન્ટના પ્રિન્સીપાલ સેક્રેટરી, ચીફ કંટ્રોલીંગ રેવન્યુ ઓથોરીટી, એડિશનલ સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ દિનેશ ચૌહાણ અને વલસાડ કલેકટર વિરૃધ્ધ શો-કોઝ નોટિસો જારી કરી
- હાઇકોર્ટે સત્તાવાળાઓના વિવાદીત નિર્ણયને લઇ આશ્ચર્ય વ્યકત કર્યું અને સમગ્ર મામલે જવાબ માંગ્યો, કંપની તરફથી સિનિયર એડવોકેટ ડો.સોનિયા હુરા અને એડવોકેટ પ્રસાદ હુરાની દલીલો હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી
અમદાવાદ: 07 નવેમ્બર 2026:
વાપી જીઆઇડીસી સ્થિત એક કંપનીને મુખ્ય કંપનીમાંથી ડિમર્જ થયા બાદ રૃ.૨૫ કરોડની સ્ટેમ્પ ડયુટી કરતાં પણ વધુ એટલે કે, રૃ.૩૪.૫૦ કરોડની પેનલ્ટી કરવાના વિવાદમાં મામલો ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. જસ્ટિસ દેવન એમ. દેસાઇએ આ કેસમાં રાજય સરકાર, રેવન્યુ ડિપાર્ટમેન્ટના પ્રિન્સીપાલ સેક્રેટરી, ચીફ કંટ્રોલીંગ રેવન્યુ ઓથોરીટી, એડિશનલ સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ દિનેશ ચૌહાણ અને વલસાડ કલેકટર વિરૃધ્ધ શો-કોઝ નોટિસો જારી કરી છે અને સત્તાવાળાઓ પાસેથી સમગ્ર મામલે જવાબ માંગ્યો છે. સ્ટેમ્પ મૂલ્યાંકન તંત્ર અને કલેકટર દ્વારા મૂળ ડયુટી કરતાં પણ પેનલ્ટી વધુ પડતી આકરી અને તે પણ સત્તા બહાર જઇને ફટકારવામાં આવતાં વાપી જીઆઇડીસી ઉદ્યોગજગતમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડયા છે. આગામી દિવસોમાં આ પ્રકરણમાં વધુ લીટીગેશન્સ પણ હાઇકોર્ટ સમક્ષ થાય તેવી શકયતા છે.

વાપી જીઆઇડીસી સ્થિત આરતી ફાર્માલેબ લિ. તરફથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી રિટ અરજીમાં એડવોકેટ ડો.સોનિયા હુરા અને પ્રસાદ હુરા તરફથી એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદાર કંપની તેની મુખ્ય કંપની આરતી ઇન્ડસ્ટ્રીઝમાંથી ડિમર્જ થઇ હતી અને તેના અનુસંધાનમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ(એનસીએલટી)માં ડિમર્જ અંગેનો હુકમ થયો હતો. ત્યારબાદ અરજદાર દ્વારા વલસાડ કલેકટર અને સ્ટેમ્પ મૂલ્યાંકન તંત્ર સમક્ષ કાયદાનુસાર જે કોઇ ડયુટી ભરવાની થતી હોય તે અંગે પૃચ્છા કરી હતી અને અભિપ્રાય માંગ્યો હતો.
જેના પ્રતિસાદમાં એડિશનલ સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ અને વલસાડ કલેકટર દ્વારા તા.૨૯-૮-૨૦૨૬ના હુકમથી ગુજરાત સ્ટેમ્પ એકટની કલમ-૩૧ અન્વયે રૃ.૨૫ લાખની સ્ટેમ્પ ડયુટી અને તદુપરાંત, કુલ મળી રૃ.૩૪.૫૦ લાખની વધારાની પેનલ્ટી કાઢી હતી. જે જોઇ અરજદાર ચોંકી ઉઠયા હતા. અરજદારપક્ષ તરફથી હાઇકોર્ટનું ધ્યાન દોરતાં જણાવાયું કે, એડિશનલ સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ અને વલસાડ કલેકટર દ્વારા મૂળ સ્ટેમ્પ ડયુટી કરતાં પણ બહુ વધારે પડતી રૃ.૩૪.૫૦ કરોડની તોતીંગ પેનલ્ટી લાદવામાં આવી હતી, જે બિલકુલ ગેરકાયદે, અયોગ્ય અને ગેરવાજબી છે. અરજદારે તો ઉલ્ટાનું મુખ્ય કંપનીમાંથી અલગ થયા બાદ નવી કંપનીએ ડયુટી અંગેના અભિપ્રાય માટે જરૃરી ફી ભરીને કલમ-૩૧ હેઠળ વિધિવત્ અરજી કરવાની હોય છે અને તે પ્રક્રિયા અરજદારે પૂર્ણ કરી છે પરંતુ કલેકટરે સત્તા બહાર જઇ ગેરકાયદે રીતે આટલી મોટી અસહનીય પેનલ્ટીનો હુકમ કર્યો છે.
અરજદારપક્ષ તરફથી વધુમાં જણાવાયું કે, જયારે ગુજરાત સ્ટેમ્પ એકટની કલમ-૩૧ અન્વયે કલેકટરને માત્ર સ્ટેમ્પ ડયુટી જ નક્કી કરવાની સત્તા છે, કોઇ દસ્તાવેજ જપ્ત કરવાની કે કલમ-૩૧ હેઠળ પેનલ્ટી લાદવાની કોઇ સત્તા જ નથી. તેથી હાઇકોર્ટે કલેકટર અને એડિશનલ સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પના તા.૨૯-૮-૨૦૨૬ના વિવાદીત હુકમને ગેરકાયદે અને રદબાતલ જાહેર કરવો જોઇએ. કેસની હકીકતો ધ્યાને લઇ હાઇકોર્ટે સરકાર, એડિશનલ સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ, વલસાડ કલેકટર સહિતના સત્તાધીશોને નોટિસ જારી કરી જવાબ માંગ્યો છે. કેસની વધુ સુનાવણી જાન્યુઆરીમાં રાખવામાં આવી છે.
કેસની સુનાવણી દરમ્યાન વોડાફોન આઇડિયા કેસનો મહત્ત્વનો ચુકાદો રજૂ થયો
આ કેસની સુનાવણી દરમ્યાન સ્ટેમ્પ ડયુટી કરતાં વધુ પડતી તોતીંગ પેનલ્ટીનો પ્રશ્ન સામે આવતાં અરજદારપક્ષ તરફથી એડવોકેટ ડો.સોનિયા હુરા અને પ્રસાદ હુરા ગુજરાત હાઇકોર્ટના વોડાફોન આઇડિયા કેસનો ત્રણ જજોની બેંચનો ચુકાદો ટાંકવામાં આવ્યો હતો કે જેમાં પણ રૃ.૭.૬૪ કરોડની મસમોટી પેનલ્ટી રદ કરવામાં આવી હતી. સુપ્રીમકોર્ટે પણ હાઇકોર્ટના આ ચુકાદાને માન્ય રાખ્યો હતો. સુપ્રીમકોર્ટના અગાઉના રાજા મોહંમદ અમીર અહમદખાન કેસના ચુકાદાના આધાર પર હાઇકોર્ટનો આ ચુકાદો આવ્યો હતો. જે આ કેસમાં મહત્વનો સ્ટેમ્પ્ એકટ અને સ્ટેમ્પ ડયુટીનો મુદ્દો ઉભો થતાં ટાંકવામાં આવ્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #HighCourt #Government #RevenueDepartment #VapiGIDC #StampDutyRs.25CroreandPenaltyRs.34.50CrorecasereachedHighCourt #AartiPharmaLabels



