- તમામ વકીલમંડળોએ તેમના એસોસીએશનના વકીલ મતદારોની મતદાર યાદી તા.20મી નવેમ્બર સુધીમાં બાર કાઉન્સીલમાં જમા કરાવી દેવી પડશે – ગુજરાત બાર કાઉન્સીલના કો-ચેરમેન અનિલ સી.કેલ્લા
- આગામી તા.18-12-2026ના રોજ રાજયભરના તમામ વકીલમંડળોની ચૂંટણી એકસાથે યોજાશે, વકીલોમાં ભારે ઉત્સાહ
અમદાવાદ: 19 નવેમ્બર 2026:
ગુજરાત રાજયના ૨૮૨થી વધુ વકીલમંડળોની આગામી તા.૧૮મી ડિસેમ્બરે રાજયભરમાં એકસાથે એક જ દિવસે યોજાનારી ચૂંટણીને લઇ વિવિધ વકીલમંડળો તરફથી વકીલ સભ્યોની મતદાર યાદી તૈયાર કરવાની કવાયત સોમવારથી શરૃ કરવામાં આવશે. કારણ કે, તમામ વકીલમંડળોએ તેમના એસોસીએશનના વકીલ મતદાર સભ્યોની યાદી તા.૨૦-૧૧-૨૦૨૬ સુધીમાં ગુજરાત બાર કાઉન્સીલને મોકલી દેવાની હોવાથી હવે તેમની પાસે માત્ર એક અઠવાડિયાનો જ સમય બચ્યો છે. બીજીબાજુ, વકીલમંડળોની ચૂંટણીને લઇ વકીલઆલમમાં પણ ભારે ઉત્સાહની લાગણી પ્રવર્તી રહી છે.

આ અંગે ગુજરાત બાર કાઉન્સીલના કો-ચેરમન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, રાજયના જુદા જુદા વકીલમંડળો તરફથી તેમના વકીલ સભ્યોની મતદાર યાદી ગુજરાત બાર કાન્સીલમાં તા.૨૦મી નવેમ્બર સુધીમાં મોકલાયા બાદ જે તે વકીલમંડળોએ તેમના ત્યાંની ચૂંટણી માટે ચૂંટણી કમિશનરની નિમણૂંક તા.૨૧-૧૧-૨૦૨૬ સુધીમાં કરી દેવાની રહેશે. તમામ બાર એસોસીએશનોએ મતદાર યાદીનું પ્રકાશન તેમના નોટિસ બોર્ડ પર તા.૨૩-૧૧-૨૦૨૬એ લગાવી દેવાનું રહેશે. જો કોઇ વાંધો કે તકરાર હોય અથવા વાંધા અરજી હોય તો તે તા.૨૫-૧૧-૨૦૨૬થી તા.૨૭-૧૧-૨૦૨૬ દરમ્યાન ચૂંટણી કમિશનર સમક્ષ રજૂ કરી શકાશે. તમામ વકીલમંડળોએ તા.૩૦-૧૧-૨૦૨૬ના રોજ તેમની આખરી અને અંતિમ મતદાન યાદી પ્રસિધ્ધ કરી દેવાની રહેશે.

વકીલમંડળોની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે તા.૧-૧૨-૨૦૨૬થી તા.૫-૧૨-૨૦૨૬ સુધી ભરી શકાશે, ઉમેદવારી ફોર્મની ચકાસણીની તારીખ તા.૭-૧૨-૨૦૨૬ રહેશે., જયારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તારીખ તા.૮-૧૨-૨૦૨૬ રહેશે. ઉમેદવારીપત્રો પાછા ખેંચાયા પછીની આખરી ઉમેદવારોની યાદી તા.૯-૧૨-૨૦૨૬ના રોજ પ્રસિધ્ધ કરવાની રહેશે. છેલ્લે તમામ વકીલમંડળોની ચૂંટણીની તારીખ તા.૧૮-૧૨-૨૦૨૬ રહેશે. આ દિવસે રાજયના તમામ વકીલમંડળોની ચૂંટણી એક જ દિવસે એક સાથે યોજવાની રહેશે.
ઓલ ઇન્ડિયા બાર એકઝામ પાસ કરનાર વકીલો જ મતદાન કરી શકશે
ગુજરાત બાર કાઉન્સીલના કો-ચેરમન અનિલ સી.કેલ્લાએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજયના તમામ વકીલમંડળોની આગામી ચૂંટણીમાં જે વકીલોએ વકીલાત માટે પાસ કરવી ફરજિયાત એવી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ પાસ નહી કરી હોય અને માત્ર પ્રોવીઝનલ એનરોલમેન્ટ જ મેળવ્યુ હશે તેવા કોઇપણ વકીલ તા.૧૮-૧૨-૨૦૨૬ના રોજ યોજાનારી ચૂંટણીમાં મતદાન કરવા માટે હકદાર રહેશે નહી. આમ, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ પાસ કરી હશે તેવા વકીલો જ મતદાન કરી શકશે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #Voter list exercise to begin from Monday for Bar Association elections across the state



