પથિક લીંબાચીયા, અમદાવાદ:
27 ઓગસ્ટ 2026:
નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ના બાળકો દ્વારા-સ્કૂલમાં રક્ષાબંધન પર્વની આનંદ અને ઉત્સાહભેર ઉજવણી કરાઈ

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ના બાળકો દ્વારા રક્ષાબંધન પર્વની આનંદ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન, શાળાની બાળાઓએ પરંપરાગત રીતે ભાઈઓની આરતી ઉતારી, કંકુ-તિલક કર્યું અને તેમના કાંડા પર રાખડી બાંધી હતી. તેમણે ભાઈઓના દીર્ઘ આયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ માટે મંગલ કામનાઓ કરી હતી. ભાઈઓએ પણ બહેનોની રક્ષાનું વચન આપી સ્નેહપૂર્વક ભેટ આપી હતી.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #NavrangEnglishMediumSchool #RAKSHABANDHAN



