- વાસણ શેરીમાં રણછોડજી મંદિર ખાતે રથયાત્રામાં જોડાયેલા સાધુ સંતો અને રથયાત્રિકો માટે વિશેષ ભંડારો યોજાયો
- ભગવાન જગન્નાથજી ને ચાંદીનું સુદર્શન ચક્ર અને વાંસળી, બહેન સુભદ્રાજીને સોળ શણગાર અને ભાઈ બલરામજીને ચાંદીનું હળ અર્પણ કરાયું
અમદાવાદ: 17 જુલાઈ 2026:
ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજે ભગવાનના મોસાળ સરસપુર આવી ત્યારે વાસણશેરીમાં થી ભલાભગતના રણછોડજી મંદિર ખાતે આ વખતે સોૈપ્રથમવાર ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામનું ભાવભર્યુ મામેરું અર્પણ કરવામાં આવ્યું હતું. જેને લઇને હવે મોસાળમાં ભાણિ-ભાણિયાને બે મામેરાંની પરંપરાનો પ્રારંભ થયો છે, જેને લઇ શ્રધ્ધાળુ ભકતોમાં ભારે ઉત્સાહ અને ભકિતનો માહોલ છવાયો હતો. બીજીબાજુ, વાસણ શેરીના ભલાભગતના રણછોડજી મંદિર ખાતે વર્ષોથી સાધુ-સંતો અને શ્રધ્ધાળુ ભકતો માટે વિશેષ ભંડારો યોજાતો હોય છે, જેમાં આજે હજારો સાધુ-સંતો અને ભકતજનો બોજન-પ્રસાદી પામી તૃપ્ત થયા હતા.

ભલાભગતના રણછોડજી મંદિરના મહારાજ લક્ષ્મણદાસજીએ જણાવ્યું હતં કે, સ્થાનિક શ્રૅધ્ધાળુઓ અને ભલાભગતના રણછોડજી મંદિર દ્વારા આ વખતે સૌપ્રથમવાર ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામજીને ભાવભર્યુ મામેરું અર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ભાણિ-ભાણિયાઓને સુંદર અને મનમોહક વાઘા-વસ્ત્રો ઉપરાંત ભગવાન જગન્નાથજીને ચાંદીનું સુદર્શન ચક્ર અને વાંસળી, બહેન સુભદ્રાજીને સોળ શણગાર અને બલરામજીને ચાંદીનું હળ સહિતની અનેક ઉપહાર અર્પણ કરવામાં આવ્યા છે. સરસપુરના મુખ્ય રણછોડજી મંદિર સિવાય ભલાભગતના રણછોડજી મંદિર અને શ્રધ્ધળુઓ તરફથી આ વધારાનું અલગ મામેરું ભાણ-ભાણિયાઓને અર્પણ કરવામાંઆવ્યું હતું. રથયાત્રા પરત ફરી ત્યારે ભગવાનના રથ વાસણ શેરીના નાકે આવ્યા ત્યારે મહંત દિલીપદાસજીની ઉપસ્થિતિમાં આ નવા મામેરાંની પરંપરાનો પ્રસંગ ભારે હર્ષોલ્લાસ અને ભકિત સાથે પાર પાડવામાં આવ્યો.

તેમણે ઉમેર્યું હતું કે, ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રામાં ભાગ લેવા માટે અયોધ્યા, હરદ્વાર, ચિત્રકુટ, કાશી, વૃંદાવન, દ્વારકા-સોમનાથ, નાસિક સહિતના દેશના જુદા જુદા તીર્થસ્થાનો અને ધાર્મિક ક્ષેત્રોમાંથી હજારો સાધુ-સંતો આવ્યા છે. રથયાત્રાના બે દિવસ પહેલાં પણ અમાસના દિવસે દોઢેક હજારથી વધુ સાધુ-સંતો, મહંતો માટે વાસણ શેરીમાં વિશેષ ભંડારાનું આયોજન કરાયું હતું. જયારે આજે રથયાત્રાના દિવસે પણ સૌથી કોઇ માટે ભોજનની વ્યવસ્થા અમારા ત્યાં કરવામાં આવે છે, જે વર્ષોની પરંપરા છે. આજે સાધુ-સંતો, મંહતો સહિત સૌકોઇ શ્રધ્ધાળુઓ માટે જાહેર ભંડારો યોજાયો હતો. આજે રથયાત્રામાં આવેલા તમામ ભકતજનો માટે પૂરી, બે પ્રકારના શાક, દાળ-ભાત, બુંદી અને ફુલવડીનું મનભાવન ભોજન પીરસવામાં આવ્યું હતું. આજે સાધુ-સંતો, મહંતોની સાથે ખાસ કરીને અયોધ્યા, વૃંદાવન સહિતના તીર્થસ્થાનોએથી પ્રભુભકત સખીઓ વિશેષ પ્રકારે રથયાત્રાના દર્શનનો લાભ લેવા આવતી હોય છે.

આ તમામ ભકતજનોને પ્રેમપૂર્વક ભોજન-પ્રસાદ કરાવ્યા બાદ તેઓને હિન્દુ ધર્મની પરંપરા અનુસાર દાન-દક્ષિણા આપી તેમનું સન્માન કરાયું હતું.

ઉલ્લેખનીય છે કે, સરસપુરની ૯થી વધુ પોળોમાં રથયાત્રામાં જોડાયેલા ભકતજનો માટે ભોજન-ભંડારની વ્યવસ્થાની પરંપરા છે પરંતુ રથયાત્રામાં આવતા સાધુ-સંતો, સખીમંડળો માટેનો વિશેષ ભંડારો વર્ષોથી પરંપરા મુજબ, વાસણશેરીના ભલા ભગતના રણછોડજી મંદિર ખાતે જ યોજાતો હોય છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #RathYatra #RathYatra-2026 #LordShriJagannayji #RathYatra-Ahmedabad #JagannathjiTemple #Jagannathpuri #Saurashtra #JamalpurJagannathjiTempleAhmedabad #Elephant #Gajrajo #hathi #Jamalpur-Ahmedabad #LordJagannathji #BahenSubhadraji #BhaiBaldevji #HistoricalRathYatra #DecoratedGujarats #IndianCultureJourney #BodyAcrobaticsExperiments #Akhada #BhajanMandali #BandP #SadhuSants #Bhaktas #KhalasiBhai #Sadhus-Saints #Haridwar #puri #Odisha #Ayodhya #Nashik #Ujjain



