- દર વર્ષે અષાઢી બીજના પવિત્ર દિવસે જગતનાનાથ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે પોતાના ભક્તોને સામેથી દર્શન આપવા ભવ્ય નગરચર્યાએ નીકળે છે.
પથિક લીંબાચીયા, અમદાવાદ:
16 જુલાઈ 2026:
અમદાવાદની 149મી રથયાત્રા એ માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ અગાધ શ્રદ્ધા, સમર્પણ અને અખંડ કોમી એકતાનું જીવંત પ્રતીક છે. ભગવાન જગન્નાથ પોતાના ભક્તોને સામેથી દર્શન આપવા ભવ્ય નગરચર્યાએ નીકળે છે. જ્યારે લાખો ભક્તો રસ્તાઓ પર ‘જય રણછોડ, માખણચોર’ ના નારા લગાવે છે, ત્યારે આખું શહેર ભક્તિરસમાં તરબોળ થઈ જાય છે. જ્યારે આપણે પ્રભુના રથને શ્રદ્ધાપૂર્વક ખેંચીએ છીએ, ત્યારે વાસ્તવમાં આપણે આપણા જીવનરૂપી રથની લગામ ભગવાનના હાથમાં સોંપીએ છીએ.

પરમ પુનિત, સાંસ્કૃતિક અને ઐતિહાસિક રથયાત્રા પ્રારંભની વિધિ જેને “પહિંદ” કહેવામાં આવે છે તે ગુજરાત રાજયના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરી હતી અને ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાથે રહીને રથ ખેચી રથયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

અગ્રભાગમાં ૧૮ શણગારેલા ગુજરાજો, ત્યાર પછી ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે ૩૦ અખાડા, ૧૮ ભજન મંડળીઓ સાથે ૩ બેન્ડવાજાવાળા રહેશે. સાધુસંતો, ભકતો સાથે ૧૦૦૦ થી ૧૨૦૦ જેટલા ખલાસી ભાઇઓ ૨થ ખેચતા રહેશે. દેશભરમાંથી 3 હજારથી વધુ સાધુ-સંતો આ ઐત્યાસીક ભગવાન જગન્નાથની રથયાત્રામાં સામેલ થયા છે.

આપણી સનાતન સંસ્કૃતિની અમૂલ્ય ધરોહર 149મી રથયાત્રા સાથે આપણે આગામી ઐતિહાસિક 150મા વર્ષ તરફ મંગલ કદમ માંડી રહ્યા છીએ, જે સમગ્ર ગુર્જરધરા માટે ગૌરવ અને હર્ષની ક્ષણ છે. પ્રભુ જગન્નાથ સમગ્ર વિશ્વ પર સુખ, શાંતિ, ઉત્તમ આરોગ્ય અને સમૃદ્ધિના આશીર્વાદ વરસાવતા રહે સદભાવના, ભાઈચારાથી લોકોત્સવ તરીકે રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો ઉપર ફરીને સાંજ પડતા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી સાથે નિજ મંદિરમાં પરત ફરી ભક્તોને આશીર્વાદ આપી કૃતાર્થ કરશે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #RathYatra #RathYatra-2026 #LordShriJagannayji #RathYatra-Ahmedabad #JagannathjiTemple #JamalpurJagannathjiTempleAhmedabad #Elephant #Gajrajo #hathi #Jamalpur-Ahmedabad #LordJagannathji #BahenSubhadraji #BhaiBaldevji #HistoricalRathYatra #DecoratedGujarats #IndianCultureJourney #BodyAcrobaticsExperiments #Akhada #BhajanMandali #BandP #SadhuSants #Bhaktas #KhalasiBhai #Sadhus-Saints #Haridwar #puri #Odisha #Ayodhya #Nashik #Ujjain #Jagannathpuri #Saurashtra

- Previousપોલીસની નજર સામે એલજી હોસ્પિટલમાં યુવકની હત્યાના કેસમાં છ આરોપીઓને જન્મટીપની આકરી સજા
- Nextપાડોશી મહિલા પર એસિડ એટેક કરનારી પાડોશણ મહિલાને 10 વર્ષની આકરી સજા
Related Articles
- દિવ્ય ૧૪૯મી રથયાત્રાની દોઢ મહિનાની તૈયારી, 25 થી 30 હજાર સુરક્ષાકર્મીઓ, 18 હાથી, 101 ટ્રક, 30 અખાડા અને ભવ્ય પ્લાનિંગથી સફળ બને છે, દેશની બીજી સૌથી મોટી આ અમદાવાદની પરંપરા મુજબ નીકળતી ભગવાન જગન્નાથ રથયાત્રા છે.July 16, 2026
- ઈન્ડિયાનું ફાઈનેસ્ટ લાઇફસ્ટાઇલ ડેસ્ટિનેશન એટલે હાઈ લાઇફ એક્ઝિબિશન ફરી અમદાવાદમાં..July 16, 2026
- ત્રણ નવા ગ્રાહક સંપર્ક કેન્દ્રો સાથે Škoda Auto Indiaએ ગુજરાતમાં પોતાની હાજરીનો વિસ્તાર કર્યો.July 15, 2026
- શક્તિ ટ્રાવેલ્સના 50 માં વર્ષમાં મંગળ પ્રવેશJuly 15, 2026
YouTube
#Bhajan#bharatmirror#gujaratinews#newsGujarati Samachar
- Bharat Mirror
- Contact US
- Privacy policy
- ધી લીલા ગાંધીનગરએ ગરબા રસિકો માટે સ્પેશિયલ “નવરાત્રી થાળી” પ્રસ્તુત કરી
#Bhajan#bharatmirror#gujaratinews#newsGujarati Samachar
Categories
- Business8
- Entertainment12
- News5,017
- Social25
- Sports13
- Tech1
- World61
- ઝવેરચંદ મેઘાણી1
- ભજન7
- સાહિત્ય જગત15
#Bhajan#bharatmirror#gujaratinews#newsGujarati Samachar
Categories
2024 Powered By Bharatmirror
Hinduism
વધુ શોધો
Holidays & Seasonal Events
History
Geographic Reference



