પથિક લીંબાચીયા, અમદાવાદ:
15 જુલાઈ 2026:
“Your Journey Partner Since 1977” તરીકે જાણીતી શક્તિ ટ્રાવેલ્સે પ્રવાસ અને પર્યટન ક્ષેત્રમાં સફળતાપૂર્વક 49 વર્ષની ગૌરવશાળી સફર પૂર્ણ કરી છે અને રથયાત્રાના પાવન પર્વના દિવસે 50મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે.

50માં વર્ષમાં પ્રવેશના અવસરે 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલો તેમના પુત્ર અથવા પુત્રી સાથે શક્તિ ટ્રાવેલ્સ આયોજિત કોઈપણ ભારત દેખો ગ્રુપ પ્રવાસમાં જોડાશે તો તેમને 25 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
આ પહેલનો મુખ્ય હેતુ દાદા-દાદી અને પૌત્ર-પૌત્રીને સાથે પ્રવાસ કરવા પ્રોત્સાહિત કરવાનો તેમજ સંયુક્ત કુટુંબને જોડવાનો છે. જીવનભરની વ્યસ્તતા અને એકબીજા સાથે સમયના અભાવે પરિવાર સાથે સમય પસાર કરવો મુશ્કેલ બન્યો છે ત્યારે શક્તિ ટ્રાવેલ્સને આશા છે કે આ વિશેષ ઓફર વધુ પરિવારોને સાથે પ્રવાસ કરવા માટે પ્રેરણા આપશે.
આ પ્રસંગે શક્તિ ટ્રાવેલ્સ વતી શ્રી મહેશભાઈ દુદકિયાએ જણાવ્યું હતું કે, “ગત 49 વર્ષ દરમિયાન અમારા ગ્રાહકોને વિશ્વાસ અને સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. 50માં વર્ષમાં પ્રવેશના આ અવસરે અમે અમારા ગ્રાહકો અને વૃદ્ધ દંપતિઓને પરિવાર સાથે સમય પસાર કરવા તેમજ સંબંધોને વધુ મજબૂત બનાવવા પ્રોત્સાહિત કરવા માંગીએ છીએ. અમારો વિશ્વાસ છે કે પોતાના સ્વજનો સાથે કરેલી દરેક મુસાફરી વધુ યાદગાર બની જાય છે.”
વર્ષ 1977માં સ્થાપિત શક્તિ ટ્રાવેલ્સે દેશ અને વિદેશની પ્રવાસ સેવા ગુણવત્તાસભર, સુવ્યવસ્થિત દર પેકેજ અને વ્યક્તિગત પ્રતિબદ્ધતા દ્વારા પ્રવાસ ક્ષેત્રે વિશ્વસનીય નામ તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. લગભગ પાંચ દાયકાથી કંપની પોતાના ગ્રાહકોને આરામદાયક, યાદગાર અને સુરક્ષિત પ્રવાસનો અનુભવ કરાવવા માટે સતત પ્રતિબદ્ધ રહી છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ShaktiTravels #GujaratDekho #BharatDekho DuniyaDekho #ShaktiTourism #ahmedaba



