• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો તથા એક નવી સર્વિસ સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
• બ્રાન્ડે હિંમતનગરમાં નવી કોમ્પેક્ટ 3S સુવિધાની પણ શરૂઆત કરી.
• હવે Škoda Auto પાસે ગુજરાતના 16 શહેરોમાં કુલ 25 ગ્રાહક સંપર્ક કેન્દ્રો છે.
• દેશભરમાં કંપનીનું નેટવર્ક વિસ્તરીને 189 શહેરોમાં 340થી વધુ ગ્રાહક સંપર્ક કેન્દ્રો સુધી પહોંચ્યું છે.
પથિક લીંબાચીયા, અમદાવાદ:
15 જુલાઈ 2026:
Škoda Auto India એ ગુજરાતના અમદાવાદ અને હિંમતનગરમાં ત્રણ નવા ગ્રાહક સંપર્ક કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું છે, જેના પરિણામે રાજ્ય તેમજ ભારતના પશ્ચિમ વિસ્તારમાં કંપનીની નેટવર્ક હાજરી વધુ મજબૂત બની છે. PPS Motors Pvt. Ltd. સાથેની ભાગીદારી હેઠળ શરૂ કરાયેલી આ નવી સુવિધાઓમાં નરોડામાં નવું વેચાણ અને સર્વિસ કેન્દ્ર, મણિનગરમાં નવું વેચાણ કેન્દ્ર તેમજ હિંમતનગરમાં નવી કોમ્પેક્ટ 3S સુવિધાનો સમાવેશ થાય છે.

અમદાવાદના નરોડા સ્થિત કેન્દ્રનો વિસ્તાર 26,700 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે, જ્યાં છ વાહનોના ડિસ્પ્લે માટેની વ્યવસ્થા તેમજ 19 સર્વિસ બે ઉપલબ્ધ છે. જ્યારે મણિનગર સ્થિત ડીલરશિપમાં 4,800 ચોરસ ફૂટનું વેચાણ કેન્દ્ર છે, જેમાં સાત વાહનોના ડિસ્પ્લે માટેની સુવિધા ઉપલબ્ધ છે. હિંમતનગરમાં શરૂ કરાયેલી નવી કોમ્પેક્ટ 3S સુવિધા 10,600 ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસાવવામાં આવી છે, જેમાં ચાર વાહનોના ડિસ્પ્લે માટેની વ્યવસ્થા તેમજ ચાર સર્વિસ બે ધરાવતી સર્વિસ સુવિધા ઉપલબ્ધ છે. નવી શરૂ કરાયેલી તમામ વેચાણ અને સર્વિસ સુવિધાઓ Škoda Autoની વૈશ્વિક Modern Solid ડિઝાઇન ફિલોસોફીને પ્રતિબિંબિત કરે છે, જે ગ્રાહકોને આવકારદાયક વાતાવરણ સાથે ઉત્તમ વેચાણ અને સર્વિસનો અનુભવ પ્રદાન કરે છે. આ નવા કેન્દ્રોના ઉમેરા સાથે હવે Škoda Auto India પાસે ગુજરાતના 16 શહેરો—અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, વાપી, ગાંધીનગર, આણંદ, ભરૂચ, ભાવનગર, ગાંધીધામ, હિંમતનગર, જામનગર, જૂનાગઢ, મહેસાણા, મોરબી અને નવસારી—માં કુલ 25 ગ્રાહક સંપર્ક કેન્દ્રો છે
ઉદ્ઘાટન પ્રસંગે Škoda Auto India ના બ્રાન્ડ ડિરેક્ટર, આશિષ ગુપ્તા એ જણાવ્યું, “ગુજરાતમાં આ નવી સુવિધાઓના ઉદ્ઘાટન સાથે અમે રાજ્ય તેમજ ભારતના પશ્ચિમ વિસ્તારમાં Škoda Auto Indiaની હાજરીને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ. માત્ર અમદાવાદમાં જ હવે અમારા પાંચ ગ્રાહક સંપર્ક કેન્દ્રો કાર્યરત છે. તેના દ્વારા અમે અમારા સંપૂર્ણ પ્રોડક્ટ પોર્ટફોલિયોને ગ્રાહકો સુધી વધુ નજીક લઈ જઈ રહ્યા છીએ અને સાથે જ તેમને સેવા તથા સંભાળના સર્વોચ્ચ ધોરણોનો અનુભવ પણ કરાવી રહ્યા છીએ. ભારતના વિકાસમાં ગુજરાતનું મહત્વ અત્યંત વિશિષ્ટ છે અને અમને વિશ્વાસ છે કે Kylaq, નવી Kushaq, Kodiaq અને Slavia સાથે અમે આ મહત્વપૂર્ણ બજારમાં Škoda બ્રાન્ડને વધુ મજબૂત બનાવી શકીશું.”
PPS Motors Pvt. Ltd. ના ડિલર પ્રિન્સિપલ, શ્રી રાજીવ સંઘવી એ જણાવ્યું, “આ નવા ગ્રાહક સંપર્ક કેન્દ્રોના ઉદ્ઘાટન સાથે Škoda સાથેની અમારી ભાગીદારીને વધુ મજબૂત બનાવતાં અમને ગર્વની લાગણી થાય છે. ગુજરાતમાં અમારી શરૂઆત તેમજ પશ્ચિમ ભારતમાં અમારા વિસ્તરણના માર્ગ પર આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન છે. કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, કેરળ અને હવે ગુજરાત સહિત અમારી પાસે Škoda Auto–PPSના કુલ 28 ગ્રાહક સંપર્ક કેન્દ્રો છે. આ વિસ્તરણ વાહન માલિકીના સમગ્ર પ્રવાસના દરેક તબક્કે ગ્રાહકોને પ્રીમિયમ અનુભવ પ્રદાન કરવાની અમારી સંયુક્ત પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. Škoda Autoના અદ્યતન ઉત્પાદનો અને ગ્રાહક-કેન્દ્રિત અભિગમને PPS Groupની 75 વર્ષથી વધુની ઓટોમોબાઇલ ક્ષેત્રની નિપુણતા સાથે જોડીને અમે શ્રેષ્ઠ શ્રેણીનો વાહન માલિકી અનુભવ પ્રદાન કરવા તેમજ આ વિસ્તારમાં Škoda Autoની મજબૂત હાજરી સ્થાપિત કરવા પ્રતિબદ્ધ છીએ.”
ગ્રાહકોની વધુ નજીક ગત કેટલાક વર્ષોમાં Škoda Auto India એ તેના નેટવર્કમાં નોંધપાત્ર વિસ્તરણ કર્યું છે. વર્ષ 2021 માં 120 થી વધુ ગ્રાહક સંપર્ક કેન્દ્રોથી વધીને આજે કંપની પાસે 189 શહેરોમાં 340થી વધુ ગ્રાહક સંપર્ક કેન્દ્રો કાર્યરત છે. આવનારા કેટલાક મહિનાઓ દરમિયાન પાલનપુર, સુરેન્દ્રનગર અને ગોધરામાં નવા ગ્રાહક સંપર્ક કેન્દ્રોની શરૂઆત તેમજ સુરતમાં નેટવર્કના વધુ વિસ્તરણની યોજનાઓ સાથે કંપની રાજ્યભરમાં ગ્રાહકોની વધુ નજીક પહોંચવા અને તેમને વધુ ઉત્તમ વાહન માલિકીનો અનુભવ પ્રદાન કરવાની પોતાની પ્રતિબદ્ધતા પર અડગ છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ŠkodaAutoI #PPS-Škoda #Naroda-Ahmedabad #ŠkodaAutoIndia #StellarSkoda #ahmedaba



