- રથયાત્રાની પરંપરા મુજબ બધા જ શ્રધાળુ લોકો એમાં હર્ષોલ્લાસથી ભાગ લઇ પ્રેમ, ભકિત, સદભાવના, ભાઈચારાથી લોકોત્સવ તરીકે ઉજવે છે.
પથિક લીંબાચીયા, અમદાવાદ:
14 જુલાઈ 2026:
શહેરના પોલિસ કમિશ્નરશ્રીએ ટ્રસ્ટ કમીટીની અરજીને ધ્યાનમાં લઇ રથયાત્રાની પરવાનગી આપી છે. રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો ઉપર જ કરશે. જેના અગ્રભાગમાં ૧૮ શણગારેલા ગુજરાજો, ત્યાર પછી ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે ૩૦ અખાડા, ૧૮ ભજન મંડળીઓ સાથે ૩ બેન્ડવાજાવાળા રહેશે. સાધુસંતો, ભકતો સાથે ૧૦૦૦ થી ૧૨૦૦ જેટલા ખલાસી ભાઇઓ ૨થ ખેચતા રહેશે. દેશભરમાંથી ૨૫૦૦ જેટલા સાધુ-સંતો હરિદ્વાર, અયોધ્યા, નાશિક, ઉજજૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી આ પ્રસંગે ભાગ લેવા આવે છે.

પરમ પુનિત, સાંસ્કૃતિક એવું ઐતિહાસિક રથયાત્રા પ્રારંભની વિધિ જેને “પહિંદ” કહેવામાં આવે છે તે ગુજરાત રાજયના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્વારા રથ ખેચી રથયાત્રાનો શુભારંભ કરવામાં આવશે. રથયાત્રાના દિવસે સવારે મંગળા આરતી પછી આદિવાસી નૃત્ય અને રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

તા. 14, 07, 2026 ને મંગળવારે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીનું ગર્ભ ગૃહમાં રત્નવેદી ઉપર પ્રતિષ્ઠા તથા નેત્રોત્સવ પૂજા વિધિ સોડષોપચાર પૂજન કરી કરવામાં આવશે તે પછી વૈદિક મંત્રોચ્ચાર કરી ભગવાનના આંખે પાટો બાંધવાની વિધિ કરવામાં આવશે. સવારે ૯-૩૦ વાગે ધ્વજારોહણવિધિ જેમાં મુખ્ય અતિથિ માન. શ્રી જગદિશભાઈ વિશ્વકર્મા, ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી, ભાજપ તથા અતિથિ વિશેષ-માન. શ્રી હર્ષભાઈ સંઘવી (નાયબ મુખ્યમંત્રીશ્રી તથા ગૃહ, પોલીસ આવાસ અને જેલ, કાયદો અને ન્યાય મંત્રીશ્રી) માન. શ્રી ઋષિકેશભાઈ પટેલ કેબીનેટ મંત્રીશ્રી ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામીણ ગૃહનિર્માણ, માન. શ્રી જીતુભાઈ વાઘાણી (કેબીનેટ મંત્રીશ્રી કૃષિ અને ખેડૂત કલ્યાલ, પશુપાલન, ગાય સંવર્ધન), અને મેયરશ્રી હિતેશભાઈ બારોટ તથા અન્ય મહાનુભવો ઉપસ્થિત રહેશે. સવારે ૧૧-૦૦ વાગે સંતોનુ સન્માન જેમાં મુખ્ય અતિથિ માન. શ્રી સી. આર. પાટીલ કેન્દ્રીય જલ-શક્તિમંત્રીશ્રી ગુજરાત ઉપસ્થિત રહેશે.
-: તા. ૧૫/૦૭/૨૦૨૬ બુધવારે :-
સવારે ૧૦-૩૦ વાગે મંદિર પાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ અને પુજન વિધિ.
સવારે ૧૧-૦૦ વાગે :ગજરાજોની પૂજા: મુખ્ય અતિથિ: માન.શ્રી જય અમિતભાઇ શાહ ચેરમેનશ્રી-આઈ.સી.સી.
અતિથિ વિશેષ: માનનિય શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા (કેબિનેટ મંત્રીશ્રી, વન અને પર્યાવરન, કલાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને ટેકનોલોજી, ગુજરાત
બપોરે ૨-૩૦ વાગે : કોંગ્રેસ કમિટીની મુલાકાત.
સાંજે – ૫:૦૦ વાગે : શહેર શાન્તિ સમિતિની મુલાકાત.
સાંજે – ૬:૩૦ વાગે : માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજય દ્વારા વિશિષ્ટ પૂજા અને આરતી.
સાંજે – ૮: ૦૦ વાગે : મહાઆરતી : મુખ્ય અતિથિ :
માન.શ્રી શંકરભાઈ ચૌધરી (અધ્યક્ષ શ્રી ગુજરાત વિધાનસભા)
સવારે ૪-૦૦ વાગે : મંગળા આરતી જેમાં મુખ્ય અતિષિ માન શ્રી અમિતભાઇ શાહ (ગૃહમંત્રીશ્રી, ભારત સરકાર)ની ઉપરિસ્થતિ
સવારે ૪-૩૦ વાગે : વિશિષ્ટ ભોગ
સવારે ૫-૦૦ વાગે ભગવાન શ્રી જગન્નાયજીનો અતિપિય આદિવાસી નૃત્ય અને રાસ ગરબા, ભગવાનને આખ ભાંગેલા પાટા વૈદિક મંત્રોચ્ચાર કરી ખોલવાની વિધિ
સવારે ૫-૪૫ વાગે : રથમા ભગવાનનો પ્રવેશ. સવારે ૭-૦૦ વાગે : રથયાત્રાનો શુભારંભ.
તા.૧૪,૦૭:૨૦૨૬ નેત્રોત્સવ પૂજન તથા તા. ૧૯:૦૭/૨૦૨૬ના રોજ મંગળા આરતી તથા રથ પ્રસ્થાન વિધિમાં દર્શનાર્થે આવતા દર્શાનાર્થીઓ માટે પાર્કીંગ વ્યવસ્થા એ.પી.એમ.સી માર્કેટ, જગન્નાથજી મંદિરના હાથીખાના તથા હાથીખાનાની પાછળ નિશાળ કમ્પાઉન્ડ-જમાલપુર ખાતે રાખવામાં આવેલ છે.
અમદાવાદ શહેર અને શહેરના બહાર વસતા શ્રહાલુઓ રથયાત્રા સારી રીતે જોઇ શકે તે માટે રથયાત્રાના અગત્યના સ્થળોનો સમય પત્રક નીચે પ્રમાણે છે.
-: તા. ૧૬/૦૭/૨૦૨૬, ગુરૂવારે
સવારે: ૭-૦૦ મંદિરથી રથયાત્રાનો શુભારંભ
સવાર સવારે : ૯-૦૦ મ્યુનિસિપલ કોર્પોરેશન-સવારે ૯-૪૫ રાયપુર ચકલા, ૧૦ ૩૦ ખાડીયા ચાર રસ્તા, ૧૧-૧૫ કાલુપુર સર્કલ, બપોરે ૧૨-૦૦ સરસપુર, બપોરે ૧-૩૦ સરસપુરથી પરત ૨-૦૦ કાલુપુર ચકલા, ૨-૩૦ પ્રેમ દરવાજા, ૩- ૧૫ દિલ્હી ચકલા, ૩-૪૫ શાહપુર દરવાજા, ૪-૩૦ આર. સી. હાઈસ્કૂલ, ૫-૦૦ થી કાંટા, ૫.૪૫ પાનકોર નાકા, ૬-૩૦, માણેકચોક, ૮-૩૦ નીજ મંદિરે પરત
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #RathYatra #RathYatra-2026 #LordShriJagannayji #RathYatra-Ahmedabad #JagannathjiTemple #JamalpurJagannathjiTempleAhmedabad #Elephant #Gajrajo #hathi #Jamalpur-Ahmedabad #LordJagannathji #BahenSubhadraji #BhaiBaldevji #HistoricalRathYatra #DecoratedGujarats #IndianCultureJourney #BodyAcrobaticsExperiments #Akhara #BhajanMandali #BandPlayer #Sadhusants #Bhaktas #KhalasiBhai #Sadhus-Saints #Haridwar #Ayodhya #Nashik #Ujjain #Jagannathpuri #Saurashtra



