- ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ હોલ ખાતે તાજેતરમાં યોજાયેલા સ્ટાર્ટ અપ ફેસ્ટ 2.0માં એક્ઝીલ્યુશન લેબ તેના અનોખા પ્રદર્શનના કારણે છવાઇ.
- આવનાર સમયમાં ઇમર્સિવ ટેકનોલોજી બહુ નોંધનીય અને ક્રાંતિકારી ફેરફારો લાવશે., જેમાં હાઇટેક ઓડિયો-વિઝયુઅલ સ્ટોરીટેલીંગ થકી જીવંત અને યાદગાર અનુભવો માણી શકાશે – એક્ઝીલ્યુશન લેબના ફાઉન્ડર કેયુર પંચાલ.
અમદાવાદ: 16 જૂન 2026:
અમદાવાદમાં તાજેતરમાં યોજાયેલા સ્ટાર્ટઅપ ફેસ્ટ ૨.૦માં નવીન ટેકનોલોજી અને સર્જનાત્મકતાનું અનોખું સંયોજન જોવા મળ્યું હતું. આ કાર્યક્રમમાં ઓડિયો-વિઝયુઅલ ઇનોવેશન ક્ષેત્રે કાર્યરત એક્ઝીલ્યુશન લેબએ પોતાના આધુનિક અને ઇમર્સિવ ટેકનોલોજી આધારિત પ્રદર્શન દ્વારા મુલાકાતીઓ, સ્ટાર્ટઅપ ઉદ્યોગસાહસિકો અને રોકાણકારોનું વિશેષ ધ્યાન આકષત કર્યું હતું. કંપનીએ પોતાના એક્ઝિબિશન મારફતે દર્શાવ્યું હતું કે, કેવી રીતે અદ્યતન ઓડિયો-વિઝયુઅલ સોલ્યુશન્સ અને ઇન્ટરએક્ટિવ ડિજિટલ ટેકનોલોજી સામાન્ય જગ્યાઓને જીવંત, યાદગાર અને પ્રભાવશાળી અનુભવોમાં પરિવતત કરી શકે છે. આ પ્રસંગે એક્ઝીલ્યુશન લેબના ફાઉન્ડર કેયુર પંચાલે જણાવ્યું હતું કે, આવનાર સમયમાં ઇમર્સિવ ટેકનોલોજીમાં બહુ નોંધનીય ક્રાંતિ અને સિધ્ધિઓ સાથે મહત્ત્વના ફેરફારો લાવશે, જે દરેક ઇવેન્ટ કે પ્રસંગનો તમને જીવંત અનુભવ કરાવશે.

ખાસ કરીને ઇવેન્ટ, એજયુકેશન, હેલ્થકેર, એન્ટરટેઇનમેન્ટ, મ્યુઝિમ્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી સહિતના વિવિધ ક્ષેત્રોમાં ઇમર્સિવ ટેકનોલોજીના ઉપયોગથી ક્રાતિ આવી રહી છે. ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ હોલ ખાતે તાજેતરમાં યોજાયેલા સ્ટાર્ટ અપ ફેસ્ટ ૨.૦ પ્રદર્શનમાં મુખ્ય આકર્ષણ ઇમર્સિવ ઓડિયો-વિઝયુઅલ સ્ટોરીટેલિંગ રહ્યું હતું. એક્ઝીલ્યુશન લેબ દ્વારા તૈયાર કરાયેલા વિશેષ ઇન્સ્ટોલેશનમાં મુલાકાતીઓને માત્ર કોઈ પ્રદર્શન જોવાનો જ નહીં પરંતુ તેને અનુભવી શકવાનો અવસર મળ્યો હતો. વિશાળ ડિજિટલ ડિસ્પ્લે, સિંક્રોનાઇઝ્ડ સાઉન્ડ સિસ્ટમ, પ્રોજેક્શન મેપિંગ અને ઇન્ટરએક્ટિવ કન્ટેન્ટના માધ્યમથી એક એવો અનુભવ સર્જવામાં આવ્યો હતો, જેમાં દર્શકો પોતે કથાનકનો એક ભાગ બની જતા હતા.

આ પ્રસંગે એક્ઝીલ્યુશન લેબના ફાઉન્ડર કેયુર પંચાલે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે વિશ્વભરમાં ઇવેન્ટ મેનેજમેન્ટ, મ્યુઝિયમ, એક્સપિરિયન્સ સેન્ટર્સ, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ બ્રાન્ડ પ્રમોશન જેવા ક્ષેત્રોમાં ઇમર્સિવ ટેકનોલોજીનો ઉપયોગ સતત વધી રહ્યો છે. જે અનેક ક્રાતિકારી ફેરફારો અને એચીવમેન્ટ્સ લાવશે. આજના ડિજિટલ યુગમાં લોકો માત્ર માહિતી પ્રાપ્ત કરવા પૂરતા મર્યાદિત રહેતા નથી, પરંતુ તેઓ એવી પ્રસ્તુતિઓ અને અનુભવો ઇચ્છે છે, જેમાં તેમની સક્રિય ભાગીદારી રહે અને જે લાંબા સમય સુધી તેમની સ્મૃતિમાં રહે. એક્ઝીલ્યુશન લેબનું મોડેલ પણ આ જ વિચારસરણી પર આધારિત હોવાનું જણાવાયું હતું.

સ્ટાર્ટ અપ ફેસ્ટ ૨.૦ દરમ્યાન અનેક સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ, ઉદ્યોગકારો, રોકાણકારો અને ટેકનોલોજી ક્ષેત્રના વ્યાવસાયિકોએ એક્ઝીલ્યુશન લેબના સ્ટોલની મુલાકાત લીધી હતી. મુલાકાતીઓએ ઇન્સ્ટોલેશનને નજીકથી અનુભવ્યું હતું અને ટેકનોલોજીના વિવિધ ઉપયોગો અંગે કંપનીના નિષ્ણાતો પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. ખાસ કરીને બ્રાન્ડ એક્ટિવેશન, પ્રોડક્ટ લોન્ચ અને શૈક્ષણિક પ્રદર્શન માટે આવા સોલ્યુશન્સ કેવી રીતે અસરકારક બની શકે તે અંગે વિશેષ રસ જોવા મળ્યો હતો.

એક્ઝીલ્યુશન લેબના ફાઉન્ડર કેયુર પંચાલે વધુમાં ઉમેર્યું કે, એક્ઝીલ્યુશન લેબના પ્રદર્શનને મળેલો પ્રતિસાદ અત્યંત ઉત્સાહજનક રહ્યો હતો. મુલાકાતીઓએ પ્રદર્શનની સર્જનાત્મકતા, ટેકનીકલ ગુણવત્તા અને ઇન્ટરએક્ટિવ અભિગમની પ્રશંસા કરી હતી. ઘણા રોકાણકારો અને ઉદ્યોગસાહસિકોએ પણ કંપની સાથે સંભવિત સહયોગ અને ભવિષ્યની તકો અંગે ચર્ચા કરી હતી.
સ્ટાર્ટ અપ ફેસ્ટ ૨.૦ માં એક્ઝીલ્યુશન લેબનું પ્રદર્શન માત્ર ટેકનોલોજીનું પ્રદર્શન નહોતુ બન્યુ પરંતુ ભવિષ્યના ડિજિટલ અનુભવોની એક ઝાંખી સાબિત થયું હતું. ઇમર્સિવ ટેકનોલોજી, સર્જનાત્મક ડિઝાઇન અને માનવ સંવેદનાઓને જોડતા આ પ્રદર્શન દ્વારા કંપનીએ દર્શાવ્યું હતું કે આવનારા સમયમાં ઇવેન્ટ્સ, શિક્ષણ અને બ્રાન્ડ કમ્યુનિકેશનના ક્ષેત્રોમાં અનુભવ આધારિત ટેકનોલોજીનું મહત્વ વધુ વધવાનું છે. કંપનીએ આગામી સમયમાં વધુ અદ્યતન અને નવીન પ્રોજેક્ટ્સ પર કાર્ય કરવાની તૈયારી પણ વ્યક્ત કરી હતી.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ImmersiveTechnologyNowCrazy #GujaratUniversity #AtalKalamHall #StartupFest-2.0 #ExclusionLabExhibition #Hi-TechAudio-VisualStorytelling #ahmedaba



