પથિક લીંબાચીયા, અમદાવાદ:
29 મે 2026:
માસ્કતી ક્લોથ માર્કેટ મહાજન દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાનું ફેબ્રિક્સ પ્રદર્શન “FABEXA-XI” નો આજે હેલિપેડ એક્ઝિબિશન ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે ભવ્ય ઉદ્ઘાટન થયુ . આ પ્રદર્શન તા. 29 મે થી 1 જૂન, 2026 દરમિયાન દરરોજ સવારે 10:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

પ્રદર્શનનું ઉદ્ઘાટન ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્માના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ તથા ગાંધીનગર મહાનગર બીજેપી પ્રેસિડેન્ટ શ્રી આશિષભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા.
ઉદ્ઘાટન સમારોહમાં શ્રી અમિત શાહ એલિસબ્રિજના ધારાસભ્ય, શ્રી અમિત ઠાકર વેજલપુરના ધારાસભ્ય તથા શ્રી કૌશિક જૈન શાહપુરના ધારાસભ્ય પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) ના પ્રમુખ શ્રી સંદીપભાઈ એન્જિનિયર, કર્ણાવતી ક્લબ ના પ્રમુખ શ્રી ચેતનભાઈ શાહ તથા શ્રી આશિતભાઈ શાહ ( પૂર્વ jito પ્રમુખ) ઉપસ્થિત રહ્યા હતા
ATPA ના ચેરમેન શ્રી શ્રી પી. આર. કાંકરિયા, ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણી ઉદ્યોગપતિઓ શ્રી જ્યોતિપ્રસાદ અગ્રવાલ (ચિરિપાલ ગ્રુપ), શ્રી યમુનાદત્ત અગ્રવાલ (જિંદાલ ગ્રુપ) , NTIEM ના સેક્રેટરી શ્રી રાજેશભાઈ બિંદલ સહિત અનેક ગણમાન્ય આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
વિશ્વભરમાં ચાલી રહેલી યુદ્ધજન્ય પરિસ્થિતિઓ વચ્ચે પણ પ્રદર્શનને પ્રથમ જ દિવસે ખરીદદારો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો. બપોરે 3:00 વાગ્યા સુધીમાં આશરે 1,500 મુલાકાતીઓએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને ચાર દિવસ દરમિયાન દેશભરમાંથી અંદાજે 7,000 જેટલા નાના મોટા ગારમેન્ટરો તથા ભારતભર ની પ્રમુખ બ્રાન્ડ્સ અને હોલસેલ વેપારીઓની મુલાકાત આ ફબેક્સા -૧૧ ના એક્ષ્હિબિશન માં આવશે.
વ્યવસાયિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે મસ્કતી ક્લોથ માર્કેટ મહાજને આશરે ૮૦૦ જેટલા વાસ્તવિક ખરીદદારો માટે હવાઈ મુસાફરી તથા લીલા ગાંધીનગર ખાતે રહેવાની વિશેષ વ્યવસ્થા કરી છે.તથા આવવા જવા માટે કાર વ્યવસ્થા કરવામાં આવી છે.
FABEXA-XI આવનારી સીઝન વિંટર, સમર, અને દિવાળી, પોંગલ, ઈદ જેવા તહેવારો માટે દેશભરના ઉત્પાદકો, વેપારીઓ, હોલસેલર્સ અને ખરીદદારો માટે ફેબ્રિક્સ, ટેક્સટાઇલ નવીનતાઓ અને વ્યાપારિક તકોનું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે, જે ટેક્સટાઇલ ઉદ્યોગના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #GrandInaugurationofNational-LevelFabricsExhibitionFABEXA-XIOrganizedbyMaskatiClothMarketMahajan #fabricsExhibition #FABEXA=XI #MaskatiClothMarketMahajan #ahmedaba



