- થલતેજના વૈભવ લક્ષ્મીમંદિર ખાતે આવેલ શ્રીનાથજી ધામ હવેલી ખાતે નિકુંજ નાયક શ્રી ગોવર્ધનનાથજીને અધિક માસ દરમ્યાન રોજેરોજ નીતનવા-મનમોહક મનોરથો
- શ્રી ગોવર્ધનનાથજીને ફુલ મંડળી, રથયાત્રા, ખસખાના (ચંદન), હિંડોળા, ગોચારણ, નાવ મનોરથ, ગીરીકુંદ્રા, દાનલીલા, મચકી હિંડોળા, રાસોત્સવ, કાચના હિંડોળા, કમળ તલાઇ, આમ્રકુંજ, દિપમાલા અને અન્નકુટ દર્શન સહિતના ભવ્યાતિભવ્ય મનોરથોનું આયોજન
અમદાવાદ: 31 મે 2026:
પવિત્ર અને પાવન એવા અધિક માસ(પુરૃષોત્તમ માસ) નિમિતે શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા શ્રી વૈભવલક્ષ્મી મંદિર ખાતે આવેલ શ્રીનાથજી ધામ હવેલી ખાતે બિરાજતા નિકુંજ નાયક શ્રી ગોવર્ધનનાથજીના એક મહિના સુધી રોજેરોજ નીતનવા અને મનમોહક અને ભવ્ય મનોરથોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જેમાં શ્રી ગોવર્ધનનાથજીના દ્રાક્ષના શણગાર અને સાંજીના મનોરથના દર્શન કરવા ખૂબ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટયા હતા. અધિક માસમાં એક મહિના સુધી નિકુંજ નાયક શ્રી ગોવર્ધનનાથજીને ફુલ મંડળી, રથયાત્રા, ખસખાના (ચંદન), હિંડોળા, ગોચારણ, નાવ મનોરથ, ગીરીકુંદ્રા, દાનલીલા, મચકી હિંડોળા, રાસોત્સવ, કાચના હિંડોળા, કમળ તલાઇ, આમ્રકુંજ, દિપમાલા અને અન્નકુટ દર્શન સહિતના ભવ્યાતિભવ્ય મનોરથોનું આયોજન કરાયંર છે. સમગ્ર અધિક માસ દરમ્યાન શ્રી ગોવર્ધનનાથજીના ભવ્ય સાજ-શણગાર અને મનોરથોએ શ્રધ્ધાળુ ભકતોમાં બહુ મોટુ આકર્ષણ જમાવ્યું છે, જેને લઇ હજારો ભકતો પ્રભુના દર્શન કરી ધન્યતા પામી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ શ્રી વૈભવલક્ષ્મી મંદિર ખાતે આવેલ શ્રીનાથજી ધામ હવેલી ખાતે બિરાજતા નિકુંજ નાયક શ્રી ગોવર્ધનનાથજીના ૧૯ મા પાટોત્સવની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. બે દિવસીય આ ભવ્ય પાટોત્સવ ઉજવણી દરમ્યાન શ્રી ગોવર્ધનનાથજીના પંચામૃત સ્નાન, વિશેષ શણગાર, પલના નંદ મહોત્સવ, તિલક આરતી અને ફુલ બંગલા, નયનરમ્ય દર્શન, બડો મનોરથ છપ્પનભોગ, તિલક આરતી મોતીનો બંગલો સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.પ.પૂ.ગો. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજના સાનિધ્યમાંં યોજાયેલા આ ભવ્ય પાટોત્સવ મહોત્સવમાં હજારો શ્રધ્ધાળુઓએ શ્રી ગોવર્ધનનાથજીના અદ્ભુત દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પાટોત્સવની ઉજવણી પ્રસંગે શ્રધ્ધાળુ ભકતો માટે વિશેષ ભંડારા-પ્રસાદીનું પણ આયોજન કરાયું હતું.
દરમ્યાન શ્રી ગોવર્ધનનાથજીના આ અધિક માસમાં વિવિધ અને ભવ્ય મનોરથો તેમ જ આકર્ષણો માટે મંદિરના મુખીયાજીની મહેનત પણ ખરેખર બહુ નોંધનીય અને પ્રશંસનીય રહી છે, શ્રી ગોવર્ધનનાથજીના દર્શનાર્થે આવતાં શ્રધ્ધાળુ ભકતો ખુદ મુખીયાજી દ્વારા કરવામાં આવતા પ્રભુના શણગાર અને મહેનતને બિરદાવતા જોવા મળ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #AdhikamasaShriGovardhanathji’smagnificentchariots #attractionamongdevotees #Thaltej #VaibhavlakshmiTemple #ShriNathjiDhammahaveli #NikunjanayakShriGovardhanathji #Adhikamasa #ShriGovardhanathji #Phulmandali #Rathyatra #Khaskhana #Sandalwood #Hindol #Gocharan ##Navamanorath #Girikundra #Danleela #MachkiHindol #Rasotsav #KachanaHindol #LotusTalai #Aamrakunj #Dipmala #Annakutdarshan #ahmedaba



