- ગાંધીનગર જિલ્લા ગ્રાહ્ક તકરાર નિવારણ કમીશનનો બહુ મહત્ત્વનો ચુકાદો, યુનિવર્સલ સોમ્પો જનરલ ઇન્શ્યોરન્સ કંપનીને લપડાક
- ગ્રાહક સુરક્ષા- ગ્રાહક સત્યાગ્રહ- ગ્રાહક ક્રાંતિ ફાઉન્ડેશનના પ્રમુખ સુચિત્રા પાલ દ્વારા કરાયેલી દલીલો ગ્રાહ્ય રાખીને કમીશને ડોકટરને ખર્ચની રકમ ૯ ટકા વ્યાજ સાથે અપાવતો હુકમ કર્યો, ગ્રાહક કમીશને ફરિયાદી ડોકટરને માનસિક ત્રાસ અને લીગલ કોસ્ટના રૃ.ચાર હજાર વધારાના અપાવ્યા
અમદાવાદ: 25 મે 2026:
વરસાદી પાણીના કારણે કારને થયેલા નુકસાનીનો કલેઇમ ચૂકવવાનો ઇન્કાર કરવાના વીમા કંપનીના નિર્ણયને ગાંધીનગર જિલ્લા ગ્રાહ્ક તકરાર નિવારણ કમીશને ગેરકાયદે અને અયોગ્ય ઠરાવ્યો છે. કમીશનના પ્રમુખ એ.બી.પંચાલ અને સભ્ય શ્રીમતી પી.એમ.પરીખની બેન્ચ દ્વારા એક મહત્ત્વના આદેશ મારફતે ફરિયાદી ડોકટરને તેમની કારની થયેલી નુકસાની બદલ વાહન રીપેરીંગના ખર્ચની રકમ રૃ.૪,૧૯,૨૬૫ તા.૩-૨-૨૦૨૪થી ૯ ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા યુનિવર્સલ સોમ્પો જનરલ ઇન્શ્યોરન્સ કંપનીને ફરમાન કર્યું છે. કમીશને ફરિયાદી ડોકટરને માનસિક ત્રાસ અને લીગલ કોસ્ટના ખર્ચ તરીકે રૃ.ચાર હજાર વધારાના ચૂકવી આપવા પણ વીમા કંપનીને હુકમ કર્યો હતો.

કલોલના નાંદોલી ખાતેના રહેવાસી ફરિયાદી ડોકટર પીનાકીન જેશીંગભાઇ શાહ દ્વારા ગ્રાહક સુરક્ષા- ગ્રાહક સત્યાગ્રહ- ગ્રાહક ક્રાંતિ ફાઉન્ડેશનના પ્રમુખ સુચિત્રા પાલ દ્વારા ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં દાખલ કરાયેલી ફરિયાદમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, ફરિયાદી ડોકટરે યુનિવર્સિલ સોમ્પો જનરલ ઇન્શ્યોરન્સ કંપની પાસેથી તેમની ઇનોવા કારની પ્રાઇવેટ કાર પેકેજ પોલિસી વર્ષ ૨૦૧૯માં લીધી હતી. દરમ્યાન ગત તા.૨૩-૭-૨૦૨૩ના રોજ ફરિયાદી ડોકટર આણંદથી વડોદરા જતા હતા ત્યારે રસ્તામાં અતિ ભારે વરસાદના કારણે પાણી ભરાયેલા હતા, જેમાંથી કાર પસાર થતાં ચાલુ ગાડી અચાનક બંધ પડી ગઇ હતી અને છેવટે ટોઇંગ કરીને અમદાવાદ ગેરેજમાં લાવવામાં આવી હતી.
ફરિયાદી ડોકટર તરફથી ગ્રાહક સુરક્ષા- ગ્રાહક સત્યાગ્રહ- ગ્રાહક ક્રાંતિ ફાઉન્ડેશનના પ્રમુખ સુચિત્રા પાલે કમીશનનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, ગાડી અમદાવાદ ગેરેજમાં લાવ્યા બાદ મીકેનીક ટેકનીશીયન દ્વારા કારની તપાસ કરી રૃ.૬,૪૩,૯૭૦ના ખર્ચનો એસ્ટીમેટ આપ્યો હતો,
જેથી તે રકમ માટે ફરિયાદી ડોકટરે ઇન્શ્યોરન્સ કંપની પાસે દાવો કર્યો હતો.જેમાં ખુદ વીમા કંપનીના સર્વેયર દ્વારા કારના એન્જિનમાં પાણી ભરાયેલા હોવાનું અને કારને થયેલા નુકસાન માટે રૃ.૨,૪૩,૩૨૨ના ખર્ચનો અંદાજ હોવાનું સર્વેયરે રિપોર્ટમાં જણાવ્યું હરતું. જો કે, તેમછતાં વીમા કંપનીએ ફરિયાદી ડોકટરને કલેઇમ ચૂકવવાનો ઇન્કાર કર્યો હતો. વીમા કંપની દ્વારા અપનાવાયેલું આ વલણ અનફેર ટ્રેડ પ્રકેટીસ અને વીમાની શરતોના ભંગ સમાન હોઇ કમીશને ફરિયાદી ડોકટરને કારની ખર્ચની રકમ વળતર પેટે અપાવવી જોઇએ. કારણ કે, ફરિયાદી ડોકટર તરફથી કારના રીપેરીંગ પાછળ પાંચ લાખથી વધુનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે.
સંસ્થાના પ્રમુખ સુચિત્રા પાલ તરફથી કરાયેલી દલીલો ગ્રાહ્ય રાખીને ગાંધીનગર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશને મહત્ત્વના આદેશ મારફતે ફરિયાદી ડોકટરને તેમની કારની થયેલી નુકસાની બદલ વાહન રીપેરીંગના ખર્ચની રકમ રૃ.૪,૧૯,૨૬૫ તા.૩-૨-૨૦૨૪થી ૯ ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા યુનિવર્સલ સોમ્પો જનરલ ઇન્શ્યોરન્સ કંપનીને હુકમ કર્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #CarDamageDueToRainwater #ComplaintToConsumerCommission #GandhiNagarDistrictConsumerContractRedressalCommission #UniversalCompositionGeneralInsuranceCompany #ConsumerSafety #ConsumerSolicitation #ConsumerRevolutionFoundation



