- Zen – Z ના નામે સમાજને શર્મસાર કરતી ઘટના : –
- કેજરીવાલ કહેવાતા આંદોલનકારીઓમાં નહીં પણ આંદોલનો કરીને સત્તા પરિવર્તન રસ હતો.
- દલિતોનો મસીહા આઝાદ ‘ પહેલા હું માર ખાઈશ ‘ ( જો કે જ્યારે એવું થયું ત્યારે ભાઈ ક્યાંય ગોત્યા ન જડ્યા એ અલગ વાત છે )
- વિદેશમાં મોજ કરી આવેલા રાહુલ ગાંધીને એની જિંદગીમાં પહેલી વાર પોલીસના હાથે ટીંગાટોળીનો લાભ મળ્યો.
- પ્રિયંકા ગાંધી પણ વહેતી ગંગામાં હાથ ધોઈ આવ્યા તો ઝમઝમ કેમ બાકી રહી જાય ?
- કાશ્મીરથી ઉમર અબ્દુલ્લા પણ કુરનીશ બજાવી આવ્યા.
- તમામ વિપક્ષો મોજમાં આવી ગયા. કોઈને પણ આપણા યુવાનોની કોઈ જ ચિંતા ન હતી, તેમના વર્તન, વાત, વ્યવહાર સાથે એમને જાણે કોઈ નાવા – નીચોવવાનો સંબંધ ન હોય તેમ પોતાનું politics ચમકાવવામાં પડ્યા હતા.
પ્રકાશ જોષી, અમરેલી;
27 જુલાઈ 2026:
બે વાત સૌથી પહેલાં સમજી લઈએ કે જેમ 2020-21નું ખેડૂત આંદોલન ખેડૂતોનું નહીં પણ દેશવિરોધી તત્વો દ્વારા ફાઇનાન્સ કરવામાં આવેલું ભારતના ટુકડા કરવા માટેનું ખાલિસ્તાની આંદોલન હતું, એમ જંતરમંતર પરનું કોક્રોચોનું આંદોલન ન તો જેન-ઝીનું આંદોલન હતું, ન વિદ્યાર્થીઓનું આંદોલન હતું, ન ‘નીટ’ પેપરલીકથી દુભાયેલા યુવાનોનું આંદોલન હતું.

જંતરમંતર પરથી સમેટી લેવામાં આવેલું આંદોલન ચૂંટણીમાં વારંવાર પછડાટ ખાતા, ભારતના જેન્યુઇન મતદારોનો ભરોસો ગુમાવી ચૂકેલા અને રાજકારણના જગત માટે અપ્રસ્તુત થવા માંડેલા શરાબ કૌભાંડના આરોપી તરીકે પાંચ મહિના જેલમાં જઈ આવેલા અરવિંદ કેજરીવાલ જેવા દેશદ્રોહી નેતાઓના દોરીસંચાર દ્વારા શરૂ થયેલું ભારતમાં અરાજકતા ફેલાવીને દેશને અસ્થિર કરવાનું કાવતરું હતું જેમાં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ જેવા પોતાનો સપોર્ટ બેઝ ગુમાવી ચૂકેલા અને હવે ભારતના રાજકારણ માટે પરચુરણ સિક્કા બની ગયેલા નેતાઓ ચાલતી ગાડીએ બેસી ગયા.

નીટ પેપર લીકના મામલે શરૂ થયેલું આંદોલન જો યોગ્ય રીતે અને સમજદારીપૂર્વક ચાલ્યું હોત તો બાંધી મુઠ્ઠી લાખની રહી જાત પરંતુ આ આંદોલનના ભાગ રૂપે નવરા, નકામા અને પોતાના ઘરમાંય ખરેખર કોંક્રોચ હોય તેવા યુવક – યુવતીઓ જંતર – મંતર પર અડ્ડા જમાવીને બેઠા. તેઓએ તેમના frustrations ત્યાં કાઢવાના શરૂ કર્યા અને પછી શરૂ થયો એક ખુબજ બેહૂદો, ભદ્દો, નગ્નતાનો વરવો અધ્યાય. અલગ – અલગ platforms પર આવેલા અત્યંત ક્ષોભજનક દ્રશ્યો તમારા, મારા જેવા અનેક લોકોને અંદરથી હચમચાવી ગયા. આપણે તો એમ માનતા હતા કે આવી નાલાયક અને સંસ્કારવિહીન પ્રજા ( યુવક – યુવતીઓ ) પશ્ચિમી દેશોમાં જ હોય પરંતુ આપણા ( ભારતીય ? ) યુવતીઓ ( અહીં મેં યુવતીઓને જાણીજોઈને પહેલા દર્શાવી છે ) અને યુવકો તો ‘ હમ કિસી સે કમ નહીં ‘ સૂત્રને સાર્થક કરતા હોય તેમ એટલા છાકટા થયા કે ખરેખર એમના માતા – પિતા ( જો એમના જ હોય તો ) ૧૦૦ % suiside કરે. નેતા, દેશ, ધર્મ ( માત્ર હિન્દુ ધર્મ ) જાતિ, પ્રાંત, ભાષા, દેખાવ, રંગ, સમલૈંગિકતા, વગેરે વગેરે વિશે મન ફાવે તેમ બોલવાને જ જો વાણી સ્વાતંત્ર્ય કહેવાતું હોય તો આ દેશને ખરેખર dectatorship ની તાતી જરૂરિયાત છે.

આ પ્રજા ( પ્રજા શબ્દ કરતાં અમારા કાઠિયાવાડમાં એને ‘વેજા’ કહેવાય ) ને હિન્દીની શિક્ષા નહીં ભાઠાની શિક્ષાની જરૂર છે. આવી વેજાને પાછા promot કરવા વાળા અને પોતાના લાભ કાઢી લેવા વાળા કહેવાતા પત્રકારો, વિચારકો, લેખકો, ફિલ્મ અભિનેતા કે અભિનેત્રીઓ, શિક્ષકો, પ્રાધ્યાપકો, વિપક્ષના તમામ લેભાગુ નેતાઓ કે અન્ય તમામ, દેશના હિતને નેવે મૂકીને જે રીતે આવા ભંગાર લોકોને ટેકો આપી ઉકસાવી રહ્યા હતા ત્યારે ખરેખર દુઃખ થતું હતું. કયો મુદ્દો હતો અને ક્યાં પહોંચી ગયા ? જે નીટ માટે આંદોલન શરૂ થયું તે પરીક્ષાની વાત ક્યાં હતી ? જે બાળકો મૃત્યુ પામ્યા તેમના તરફની સંવેદના ક્યાં હતી ? તેમના માતા – પિતામાંથી અહીં કે આ આંદોલનના ટેકામાં કેટલા હતા ? હતા ? છોકરીઓએ હાથમાં રાખેલા ફ્લેશ કાર્ડ જોયા ? વાચ્યા ? ત્યાં જે રીતે ભાષા પ્રયોજાતી હતી, વર્તન થતાં હતા, vulgarity ના ઉલ્ટી થાય તેવા દ્રશ્યો, તમામ દેશ વિરોધી તત્વો આવા આંદોલનની રાહમાં હોય તેમ જંતર મંતર પર આવી ગયા હતા. જેમ પહેલેથી જ નક્કી હોય તેમ.
જેમ અન્ય ચાર દેશોમાં Zen z એ આંદોલનો કરીને સત્તા પરિવર્તન કરી દીધું તેમ અહીં કરવાની ઇચ્છા આ લોકોની છે તેમાં કોઈ બેમત નથી. પણ નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા જેવા દેશમાં સત્તા ફેરવીને પ્રજાએ શું કાંદો કાઢી લીધો ? ૨૦ તારીખે સંસદ શરૂ થવાની હતી એટલે ૩૦ દિવસથી ચાલતા આંદોલનમાં ૨૦ આવવાના છેલ્લા બે - ચાર દિવસમાં લેભાગુ નેતાઓ lime light માં આવવા લાગ્યા. કેજરીવાલ અત્યંત ચિંતામાં સોનમની ( વાંગચૂક હો...) ખબર કાઢવા સ્ટેજ પર પહોંચી પહેલા કહેવાતા આંદોલનકારીઓ સામે સ્મિત સાથે હાથ ઊંચો કરવા લાગ્યા, દલિતોનો મસીહા આઝાદ ' પહેલા હું માર ખાઈશ ' ( જો કે જ્યારે એવું થયું ત્યારે ભાઈ ક્યાંય ગોત્યા ન જડ્યા એ અલગ વાત છે ) વિદેશમાં મોજ કરી આવેલા રાહુલ ગાંધીને એની જિંદગીમાં પહેલી વાર પોલીસના હાથે ટીંગાટોળીનો લાભ મળ્યો. પ્રિયંકા ગાંધી પણ વહેતી ગંગામાં હાથ ધોઈ આવ્યા તો ઝમઝમ કેમ બાકી રહી જાય ? એટલે ઠેઠ કાશ્મીરથી ઉમર અબ્દુલ્લા પણ કુરનીશ બજાવી આવ્યા. તમામ વિપક્ષો મોજમાં આવી ગયા. કોઈને પણ આપણા યુવાનોની કોઈ જ ચિંતા ન હતી, તેમના વર્તન, વાત, વ્યવહાર સાથે એમને જાણે કોઈ નાવા - નીચોવવાનો સંબંધ ન હોય તેમ પોતાનું politics ચમકાવવામાં પડ્યા હતા.
આપણા દેશના ભવિષ્ય માટે આ પ્રકારના વર્તનો ખૂબ જ ખતરનાક છે. તેની પાછળ ઘણી ખોટી નીતિઓ, કાયદાઓ, ખોટા લોકો જવાબદાર છે. પણ દુઃખ એ વાતનું છે કે social media પર દેશ વિદેશના લોકોએ આ તમામ દ્રશ્યો જોયા, વિરોધી દેશોએ અને દેશમાં જ રહેતા ગદ્દારોએ માણ્યા. દેશની ગરિમા લીરેલીરા થતી જોઈને સાચા ભારતવાસીઓ મારી જેમ દુઃખી થયા. હવે આ દેશને રામ બચાવે તો ભલે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #Dilhi #socialmedia #ZenZ #neet #CBSE #zen-Z #politics #Movement #Konkroch #Jantar-Mantar #DharmendraPradhan’sresignation #Konkroch #KonkrochAbhijitDeepke #RapidActionForce #Police #FarmersMovement #PrimeMinisterNarendraModi #ViolentKonkroch #Protest



