- ઇતિહાસમાં સૌ પ્રથમ વાર સાત મહિલા વકીલોને બાર કાઉન્સિલમાં સ્થાન મળશે
- મહિલા વકીલોના કો- ઓપ્શનને લઈને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા સુપ્રીમ કોર્ટમાં પ્રસ્તાવ રજૂ કરી દેવાયો
- આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટમાંથી મહિલા કો ઓપ્શન અંગે મંજૂરી મળી જતા બાર કાઉન્સિલમાં 25 સભ્યોનું કોરમ પૂરું થશે : પૂર્વ ચેરમેન અનિલ સી. કેલ્લા
દેશની તમામ સ્ટેટ બાર કાઉન્સીલમાં મહિલા કો-ઓપ્શનની પેન્ડીંગ પ્રક્રિયા વચ્ચે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા બાર કાઉન્સીલના ચૂંટાયેલા તમામ સભ્યોના નામો ગેઝેટમાં પ્રસિધ્ધ કરવા અને નવી બોડીને રૃટીન કામગીરી સંભાળી લેવા લીલીઝંડી આપી દીધી હોવાછતાં ગુજરાત બાર કાઉન્સીલમાં આ કામ હજુ શકય બન્યુ નથી. ગુજરાત બાર કાઉન્સીલના ચૂંટાયેલા સભ્યોના નામો હજુ પણ ગેઝેટમાં પ્રસિધ્ધ થયા નથી. તો, બીજીબાજુ, આ વખતે ગુજરાત બાર કાઉન્સીલમાં ચેરમેન, વાઇસ ચેરમન, એક્ઝીકયુટીવ કમીટી ચેરમેન સહિતના હોદ્દેદારોની ચૂંટણીમાં નિયુકિત કરવી બહુ અઘરી અને લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે કારણ કે, આ વખતે ચૂંટાયેલા ૨૩ સભ્યોમાં પાંચ મહિલા સહિત લગભગ ૫૦ ટકા નવા ચહેરા આવ્યા છે. જેને લઇને ચેરમેન, વાઇસ ચેરમેન સહિતના હોદ્દા નક્કી કરવામાં સર્વસંમંતિ કે સભ્યોમાં સમન્વય સાધવો અઘરો બની રહેશે.

તો, ગુજરાત બાર કાઉન્સીલના ઇતિહાસમાં સૌપ્રથમવાર સાત મહિલા વકીલ સભ્યોને સ્થાન અને હોદ્દા મળશે. જેમાં પાંચ ચૂંટાયેલી મહિલા વકીલો અને બે મહિલા વકીલોની હજુ કો-ઓપ્શનથી નિમણૂંક થવાની છે તેનો સમાવેશ થાય છે. સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર, સૌપ્રથમવાર ગુજરાત બાર કાઉન્સીલમિાં ૩૦ મહિલાઓને સ્થાન મળવાના કારણે મહિલા વકીલઆલમમાં ખુશીની લાગણી છવાયેલી છે.

દરમ્યાન છેલ્લા બે મહિનાથી બે મહિલા વકીલના કો-ઓપ્શનની ટલ્લે ચઢેલી પ્રક્રિયા અંગે પૂછતાં ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને સિનિયર સભ્ય અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, ગુજરાત બાર કાઉન્સીલમાં જે બે મહિલા વકીલોની કો-ઓપ્શનથી નિમણૂંક કરવાની છે, તે પૂર્ણ થયા બાદ જ બાર કાઉન્સીલના ૨૫ સભ્યોની ફુલ બોડી બનશે એટલે તમામના નામો સરકારી ગેઝેટમાં પ્રસિધ્ધિ શકય બનશે.
આ માટે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા સૌથી વધુ મતો મેળવનારી મહિલા વકીલોને કો-ઓપ્શનથી નિમણૂંક આપવા સુપ્રીમકોર્ટમાં પ્રસ્તાવ રજૂ કરી દેવાયો છે..બસ હવે સુપ્રીમકોર્ટની મંજૂરીની રાહ જોવાઇ રહી છે. આગામી દિવસોમાં મહિલા કો-ઓપ્શનનો ટલ્લે ચઢેલો મામલો ઉકેલાય તેવી શકયતા છે. સુપ્રીમકોર્ટ મહિલા વકીલોના કો-ઓપ્શનને મંજૂરી આપે એટલે તરત જ બાર કાઉન્સીલમાં ચૂંટાયેલીપાંચ મહિલા વકીલો સાથે કો-ઓપ્શનથી મૂકાયેલી બે મહિલા વકીલોને પણ સમાવી લેવાશે. આ સાથે જ બાર કાઉન્સીલમાં ૨૫ સભ્યોનું ફુલ કોરમ પૂરું થશે. આમ, ઇતિહાસમાં સૌપ્રથમવાર બાર કાઉન્સીલમાં સાત મહિલા વકીલ સભ્યોને સ્થાન મળશે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ સુપ્રીમકોર્ટમાં મહિલા કો-ઓપ્શન માટે જે પ્રસ્તાવ રજૂ કર્યો છે, તેમાં ટૂંકા માર્જિનથી ચૂંટણી હારી ગયેલી પરંતુ સૌથી વધુ મતો મેળવનારી મહિલા વકીલોને કો-ઓપ્શનથી સમાવવા માટે ભલામણ કવરામાં આવી છે કે જેથી કોઇ પક્ષપાત કે ભેદભાવનો આક્ષેપ ના થાય અને તેનાથી કો-ઓપ્શન કોઇપણ વ્યકિતલક્ષી પસંદગીને બદલે ચૂંટણીમાં મળેલા મતો પર આધારિત હશે.
જેપીસીને વાંધા-સૂચનો મોકલવા આજે બાર કાઉન્સીલમાં મહત્ત્વની બેઠક
ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન અને સિનિયર સભ્ય અનિલ સી. કેલ્લાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલી જોઇન્ટ પાર્લામેન્ટરી કમીટી(જેપીસી)એ વન નેશન, વન ઇલેકશનના સૂચિત બલીને લઇ હજુ પણ કોઇ વાંધા-સૂચનો કે જરૃરી સુધારા-વધારા રજૂ કરવા હોય તો પંદર દિવસમાં મોકલી આપવા મહેતલ આપી છે તેના અનુસંધાનમાં ગુજરાત બાર કાઉન્સીલ ખાતે એક મહત્ત્વની બેઠક મળવાની છે. જેમાં ચૂંટાયેલા સભ્યો ભાગ લેશે અને નવા સૂચિત બીલને લઇ વધારાના વાંધા-સૂચનો કે સુધારા વધારા મુદ્દે ચર્ચા વિચારણા કરી તેનો પ્રસ્તાવ જેપીસીને મોકલી આપશે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba#JointParliamentaryMeeting #HighCourtAdvocatesAssociation #TheBarCouncilofGujaratAhmedabad



