🚂 ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા પંચ મહાતીર્થ દર્શન યાત્રા’
પથિક લીંબાચીયા, અમદાવાદ:
19 જુલાઈ 2026:
આ યાત્રા ભારત ગૌરવ ટ્રેન હેઠળ તારીખ: ૨૯.૦૮.૨૦૨૬ થી ૧૦.૦૯.૨૦૨૬ (૧૨ રાત્રી / ૧૩ દિવસ) રાજકોટ થી પ્રસ્થાન થશે. આ ટ્રેનમાં મુસાફરો રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી (સેન્ટ્રલ જેલ સાઈડ), નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, ઉજ્જૈન, સંત હિરદારામ નગર. – થી બેસી શકશે.

આ યાત્રા દરમિયાન ભારત ગૌરવ ટ્રેન દ્વારા “પુરી, કામાખ્યા મંદિર, ગયા,વારાણસી, અયોધ્યા” દર્શન કરવાનો લાભ મળશે.
આ માહિતી આપતાં, IRCTC પશ્ચિમ ઝોન અમદાવાદના પ્રાદેશિક મેનેજર નિકિતા અગ્રવાલે જણાવ્યું હતું કે આ 13 દિવસની યાત્રા ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન હેઠળ 29 ઓગસ્ટ 2026 થી શરૂ થશે અને ગુજરાત અને મધ્ય ભારતને આવરી લેશે અને 10 સપ્ટેમ્બર 2026 ના રોજ સમાપ્ત થશે.

IRCTC પશ્ચિમ ઝોન અમદાવાદના પ્રાદેશિક મેનેજર નિકિતા અગ્રવાલ
IRCTC તેના મુસાફરોને આરામદાયક મુસાફરી આપવા માટે પ્રતિબદ્ધ છે. મુસાફરોને ભજન કીર્તન અને મુસાફરીની માહિતી આપવા માટે ટ્રેનમાં ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. સુરક્ષા માટે દરેક કોચમાં પ્રાઇવેટ સુરક્ષા ગાર્ડ અને સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ રહેશે. આ ટૂર પેકેજની કિંમતમાં, IRCTC મુસાફરોને ટ્રેનની મુસાફરી ઉપરાંત આધુનિક કિચન કાર દ્વારા મુસાફરોને તેમની સીટ પર જ શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવશે, બસ દ્વારા પ્રવાસ સ્થળોની મુલાકાત, બજેટ હોટેલમાં રહેવાની વ્યવસ્થા, માર્ગદર્શિકા અને અકસ્માત વીમો વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડશે.
આ અંતર્ગત, પ્રવાસ માટે ત્રણ શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે, જેમાં ઈકોનોમી ક્લાસ (સ્લીપર) માટે રૂ. ૨૪૨૦૦/- સ્ટાન્ડર્ડ ક્લાસ -3AC માટે રૂ. ૪૦૧૦૦/- અને સ્ટાન્ડર્ડ ક્લાસ – 2AC માટે રૂ. ૪૯૫૦૦/- ના દરો નક્કી કરવામાં આવ્યા છે. આ પ્રવાસમાં IRCTC દ્વારા LTC સુવિધા પણ આપવામાં આવી રહી છે.
IRCTC દ્વારા શરૂ કરવામાં આવેલ ટૂર પેકેજમાં બુકિંગ શરૂ થઈ ગયું છે, હવે પેકેજ “બુક કરો EMI (૮૫૦/ પ્રતિ માસ)” થી આ સુવિધા ફક્ત ઓનલાઇન બુકિંગ માટે ઉપલબ્ધ છે. IRCTC ની વેબસાઇટ (www.irctctourism.com) પર લોગીન કરી ઓનલાઈન ટૂર પેકેજ બુક કરી શકો છો. આ અંગે વધુ માહિતી અને બુકિંગ માટે આઈ.આર.સી.ટી.સી.ની ઓફિસ 502, 5મો માળ, પેલિકન બિલ્ડીંગ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, આશ્રમ રોડ, અમદાવાદ. 380009 અથવા આઈ.આર.સી.ટી. સી સુવિધા કેન્દ્ર, પ્લેટફોર્મ નં. 1, વડોદરા રેલવે સ્ટેશન મા સંપર્ક કરી શકો છો. રસ ધરાવતા પ્રવાસીઓ ટુર પ્રોગ્રામ માટે WhatsApp અથવા ઇમેઇલ: [email protected] પર કરી શકો છો.
ટુર પ્રોગ્રામ ની માહિતી અને બુકિંગ માટે આઈ.આર.સી.ટી.સી.ની ઓફિસમાં નીચેના ફોન નંબર પર સંપર્ક કરો:
રાજકોટ: 9321901851, 9321901852,
અમદાવાદ: 9321901849, 9321901851, 9321901852,
વડોદરા: 7021090837,
સુરત: 7021090498
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #IRCTC #irctctourism #BharatGauravPravasiTrain #PanchMahaTirthaDarshanYatra #ahmedaba



