- ભારતીય મજદૂર સંઘ સંલગ્ન ગુજરાત ઔદ્યોગિક સુરક્ષા મજદૂર સંઘ આક્રોશિત
પથિક લીંબાચીયા, અમદાવાદ:
25 મે 2026:
વિશ્વના સહુથી મોટા શ્રમિક સંગઠન એવા ગુજરાત ઔધોગિક સુરક્ષા દળ મજદૂર સંઘ દ્વારા પડતર પ્રશ્નો અને આ સંસ્થા ના સીઈ ઓ ની કનડગત ની આક્રોશિત થઈ ને વારંવાર રજૂઆત છતાં કોઈ હકારાત્મક પરિણામ નહિ આવતા આજ રોજ ભારતીય મજદૂર સંઘ ના પ્રદેશ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી દશ દિવસ માં કોઈ હકારાત્મક નિકાલ નહી આવે તો ભારતીય મજદૂર સંઘ ના માર્ગદર્શન હેઠળ ૧૫૫, જેટલા સંલગ્ન સંગઠનો સાથે જિલ્લા મથકો એ આવેદનપત્રો આપી આંદોલનાત્મક કાર્યક્રમો ની શરૂઆત કરશે

નીચેના મુદ્દે આજની પ્રેસ કરવામાં આવી
સંસ્થા2016/2017માં 150 થી 200 કરોડનો ટન ઓવર ધરાવતી સંસ્થા છે જેમાં અગાઉના ceo સરકારશ્રીમાં જીઆઈએસએફ ને ગુજરાત સરકારમાં સાહસ કરવાનું પત્ર લખેલ છે હાલ 2025/2026 માં અંદાજિત 300થી 400કરોડ ટર્ન ઓવર ધરાવતીસંસ્થા છે તો સરકાર શ્રી GISF ના કર્મચારી નું ગુજરાત સરકાર સાહસ કરવામાં કોઈ પરિપત્ર લખેલ નથી.
જે હાલના સીઓ સાહેબ શ્રી સરકારશ્રીમાં જીઆઇએસએફ માં ફરજ બજાવતા કર્મચારીઓ ને ગુજરાત સાહસ કરવાનું તેમ જ જીઆઇએસએફ સંસ્થા હાલ કેટલાક કરોડ નું ટર્નઓવર ધરાવે છે તેઓ પત્ર તેમજ સરકારશ્રીમાં ભલામણ કરેલ નથી જેઓ પોતાનું મન માન્યું કરેલ છે
- ગવર્નર બોડી અને સરકારશ્રીના મંજૂરી થી અગાઉના સીઈઓ સાહેબ શ્રી જીઆઈએસએફએસ માં સિનિયોરિટી લિસ્ટ બનાવેલ હતું જેમાં સરકારશ્રી અને ગવર્નર બોડી એ મંજૂર કરેલ પત્ર પણ સહીવાળો હોવા છતાં હાલના સીઈઓ સાહેબ નીતિ નિયમો બાજુમાં મૂકીને પોતાનું મનમાંની હુકમ તેમજ જ્ઞાતિવાદ GISF માં હુકમ ચલાવેલ છે.તેમ GISF કર્મચારી સરકાર સાથે કેટલાક કર્મચારીઓ સહલગ્ન હોવાથી તેઓની સાથે ભેદભાવ કરવામાં આવેલ છે .
- જીઆઈએસએફ ફરજ બજાવતા કર્મચારીઓ ભારતીય જનતા પાર્ટી RSS , ભારતીય મજદૂર સંઘ ના કર્મચારીઓ આ સંઘો સાથે સંલગ્ન હોવાથી તેમના વિરુદ્ધ મનોગ્રંથિ ધરાવતા હોવાથી હાલના સીઈઓ GISF ના કર્મચારી આ હાલના પ્રમોશન ન આપવું ,તેમજ સાચી તપાસ કર્યા વગર નોટિસ આપવી, સાચી તપાસ કર્યા વગર છ મહિના સસ્પેન્ડ કરવા, સસ્પેન્ડ કર્યા પછી પણ ડિસમિસ કરવાની નોટિસ આપે છે અને સસ્પેન્ડ કરે તો છ મહિના સુધી ઘરે વગર પગારે ઘરે બેસાડે છે
- હાલના સીઈઓ સાહેબ જીઆઈએસએફના ગવર્મેન્ટ બોડીના નીતિ નિયમો બાજુમાં મૂકીને પોતાના મનમાંની નિયમો બનાવીને પોતાનો એક હથ્થુ શાસન ચલાવે છે જેમાં પારદર્શકતા નથી
- હાલના સીઈઓ જીઆઈએસએફમાં કોઈ રૂલ્સ નથી કે કોઈ ગવર્મેન્ટ કર્મચારીઓમાં પણ રૂલ્સ નથી તેવા પોતાના મનમાં નિયમો બનાવીને જીઆઈએસએફ ના કર્મચારીઓ ગુમરાહ કરવામાં આવેલ છે જેમ કે સિનિયર સિક્યુરિટી ગાર્ડ પોતાની ફરજ પણ કરવાની હોય છે તેમજ 100 કિલોમીટર દૂર સિનિયર સિક્યુરિટી ગાર્ડ ના પોઇન્ટો આપી તેઓ સિનિયર સિક્યુરિટી નો ગાર્ડ નો ચાર્જ આપી બીજા અન્ય પોઈન્ટો ચેક વિઝીટ કરવા મજબૂર કરવામાં આવેલ છે અને તેઓને પગાર ધોરણ કાંઈ આપવામાં આવતું નથી બીજા અન્ય પોઇન્ટ પર ચાર્જ આપવામાં આવતા 50 થી 100 કિલોમીટર ની અંદર જવા આવવા માટે ભથ્થું પણ આપવામાં આવતું નથી.
- તેમજ સિનિયર સિટી ગાર્ડ પોતાની ફરજ બજાવતા હોય તે સમયે બીજા અન્ય પોઇન્ટનો ચાર્જ આપવામાં આવેલ હોય અંદાજિત 50 થી 100 કિલોમીટરની અંદર તેઓ પોતાની ફરજ કરશે કે બીજા અન્ય પોઇન્ટની જવાબદારી આપેલ હોય તેને દેખરેખ કરવાની હોય છે તો તેઓ પોતાની ફરજ દરમિયાન ક્યાંક ચાર્જમાં આપેલ અન્ય પોઇન્ટમાં ક્યાંક બનાવવામાં આવશે? તો એ સમયે પોતાનો પોઇન્ટ પર ફરજ બજવતા સમયે સિનિયર સિક્યુરિટી ગાર્ડ પોતાના પોઈન્ટ પર ફરજ છોડીને કઈ રીતે 50 થી 100 કિલોમીટર દૂર જઈ શકશે. તે માટે હાલના સીઈઓ ગવર્મેન્ટ બોડી ના નિયમો વિરુદ્ધ સિનિયર સિક્યુરિટી ગાર્ડ બનાવી ગુમરાહ કરી રહ્યા છે.
- હાલ ના સીઈઓ સિનિયર સિક્યુરિટી ગાર્ડ બનાવેલ છે તેમાં કોઈ નીતિ નિયમો નથી. સિનિયર સિક્યુરિટી ગાર્ડ બનાવેલા પોતાના ઘરથી 100 થી 150 કિલોમીટર દૂર સિક્યુરિટી ગાર્ડ માં ફરજ બજાવે છે અને તેઓને સિનિયર સિક્યુરિટીનો ગાર્ડનો ચાર્જ તેઓને એમ કહેવામાં આવેલ છે કે મહિનામાં બે વખત ચાર્જ આપેલ જે તે જગ્યા પર વિઝીટ જવું. આ તે કેવો નીતિ નિયમ?
- GISF ના હાલ ના સીઈઓ સાહેબ આવ્યા પછી પગાર સ્લીપ GISF ના તમામ કર્મચારી ઓ ને. છેલ્લા એક વર્ષથી પગાર સ્લીપ આપવાનું બંધ કરી દીધું છે તેમજ કોઈ પરિપત્ર સીઈઓ સાહેબ દ્વારા પગાર સ્લીપ બાબત પાડવામાં આવેલ નથી. તેઓ પોતાનું મન માની કરી સરકાર શ્રી ના તેમજ ગવર્નિગ્ બોડી ના નીતિ નિયમો વિરુદ્ધ હાલ ના સીઈઓ પોતાના નીતિ નિયમો મુજબ GISF હકુમત ચલાવતા હોય એમ કર્મચારી ઓ પર વલણ ધરાવે છે
ઉપરોકત મુદ્દે સંગઠન ગુજરાત ઔધોગિક સુરક્ષા દળ મજદુર સંઘના પ્રદેશ અઘ્યક્ષ શ્રી ઉમાકાન્તભાઈ કે પરમાર , મહામંત્રી શ્રી મહેશ ભાઈ વી સોલંકી સાથે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ ના ઉપાધ્યક્ષ અને મિડીયા ઇન્ચાર્જ રાજેન્દ્રસિંહ ચુડાસમા , અમદાવાદ વિભાગ સંગઠન મંત્રી બાબુ સિંહ એચ ગોહિલ જિલ્લા મંત્રી અનિલભાઈ કે પરમાર ની ઉપસ્થિતિ માં અગામી દશ દિવસ માં તંત્ર કોઈ હકારાત્મક ઉકેલ નહિ આપે તો જિલ્લા મથકો એ ભારતીય મજદૂર સંઘ ના ૧૫૫ પારિવારીક યુનિયનો સાથે આવેદનપત્રો સહિત હડતાળ સુધી ના કાર્યક્રમો ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ ના માર્ગદર્શન હેઠળ કરવાં માં આવશે એમ પ્રદેશ મિડીયા ઇન્ચાર્જ રાજેન્દ્ર સિંહ ચુડાસમા એ જણાવ્યું હતું
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #IndianLaborFederation #GujaratIndustrialSecurityForcesLaborFederation #AgitatedPrograms #ahmedaba



