- અગાઉ અપાયેલા આગોતરા જામીનની શરતોનો ભંગ થતાં હાઇકોર્ટે આરોપી કેતુલ કેશુભાઇ ચૌધરી, કોમલબેન કેતુલ ચૌધરી અને કેશનુભાઇ કાનજીભાઇ ચૌધરીના આગોતરા જામીન રદ કરી નાંખ્યા
- ફરિયાદી તરફથી એડવોકેટ નરેન બી. ગઢવી દ્વારા કરાયેલી ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ત્રણેય આરોપીઓને મોટો ઝટકો આપ્યો, આરોપીઓ તરફથી હુકમ સામે સ્ટેની કરાયેલી માંગણી પણ હાઇકોર્ટે ધરાર ફગાવી દીધી
અમદાવાદ: 18 મે 2026:
કેનેડાના વીઝા અપાવવાના અને પીઆર કરાવવાના ઓઠા હેઠળ લાખો રૃપિયાની છેતરપીંડીના ચકચારભર્યા કૌભાંડમાં ગુજરાત હાઇકોર્ટે ત્રણ આરોપીઓ હતા. જસ્ટિસ ઉત્કર્ષ દેસાઇએ આરોપીઓ દ્વારા આગોતરા જામીનની શરતોનો ભંગ થતાં આકરું કેતુલ કેશુભાઇ ચૌધરી, કોમલબેન કેતુલ ચૌધરી અને કેશનુભાઇ કાનજીભાઇ ચૌધરીના આગોતરા જામીન રદ કરી નાંખ્યા વલણ અપનાવી આરોપીઓના આગોતરા જામીન રદ કરી નાંખી તેઓની તાત્કાલિક ધરપકડ કરવાનો પોલીસને મહત્ત્વનો આદેશ કર્યો હતો. હાઇકોર્ટનું આકરું વલણ જોઇ આ હુકમ ત્રણ સપ્તાહ માટે સ્ટે કરવાની પણ માંગણી કરાઇ હતી જો કે, હાઇકોર્ટે આરોપીઓની આ માંગણી પણ ધરાર ફગાવી દીધી હતી.

કેનેડાના વીઝા અપાવવાના અને પીઆર કરાવવા બહાને જુદા જુદા લોકો સાથે લાખો રૃપિયાની છેતરપીંડી કરવાના કેસમાં વિસનગર ટાઉન પોલીસમથકમાં અને બાદમાં મહેસાણા પોલીસમથકમાં પીડિત ધીરજકુમાર જયંતિભાઇ ચૌધરી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આરોપીઓએ ફરિયાદી અને અન્ય વ્યકિતઓ પાસેથી વિદેશ મોકલવાના બહાને રૃ.૧.૧૯ કરોડથી વધુની રકમ પડાવી હોવાની વાત સામે આવી હતી. આ સમગ્ર કૌભાંડમાં મુખ્ય આરોપી આશિષ કેશુભાઇ ચૌધરી વિદેશ નાસી ગયો છે. સમગ્ર કૌભાંડમાં પોલીસ તપાસ હજુ ચાલુ છે.

બીજીબાજુ, આરોપીઓએ હાઇકોર્ટમાં સાચી હકીકત છુપાવી હતી અને ફરિયાદી પીડિતને જે રૃ.૬૦ લાખ લેવાના નીકળતા હતા, તે માત્ર રૃ.૨૧ લાખ બતાવી હતી અને તેઓ રૃ.૮૦ લાખની રકમ ટ્રાયલ કોર્ટમાં જમા કરાવી દેશે તેવી બાંહેધરી આપી હાઇકોર્ટમાંથી શરતી આગોતરા જામીન મેળવી લીધા હતા પરંતુ આરોપીઓ દ્વારા હાઇકોર્ટ સમક્ષ આપેલી ખાતરી મુજબની રકમ ટ્રાયલ કોર્ટમાં જમા કરાવાઇ ન હતી અને જેને પગલે પીડિત ફરિયાદી ધીરજકુમાર ચોૈધરી દ્વારા આરોપીઓ કેતુલ કેશુભાઇ ચૌધરી, કોમલબેન કેતુલ ચૌધરી અને કેશનુભાઇ કાનજીભાઇ ચૌધરીના આગોતરા જામીન રદ કરાવવા માટે હાઇકોર્ટમાં અરજી કરાઇ હતી.
ફરિયાદપક્ષ તરફથી એડવોકેટ નરેન બી. ગઢવી દ્વારા અદાલતનું ધ્યાન દોરતાં જણાવાયું કે, આરોપીઓએ હાઇકોર્ટ સમક્ષ આપેલી શરતોનો સરેઆમ ભંગ કર્યો છે. અગાઉ કોર્ટ સમક્ષ આપેલી બાંહેધરી મુજબ, આરોપીઓને દર બે મહિને રૃ.પાંચ-પાંચ લાખ જમા કરાવવાના હતા પરંતુ આરોપીઓએ તે મુજબના પૈસા ટ્રાયલ કોર્ટમાં જમા જ કરાવ્યા નથી. આરોપીઓએ તા.૨૯-૫-૨૦૨૫ સુધી માત્ર રૃ.૩૪ લાખ જ જમા કરાવાયા હતા અને ત્યારબાદ કોઇ રકમ જ જમા કરાવવામાં આવી નથી. આમ, આરોપીઓએ ખુદ હાઇકોર્ટને પણ છેતરીને આગોતરા જામીન મેળવી લીધા છે આ બહુ ગંભીર વાત કહેવાય અને તેથી હાઇકોર્ટે આરોપીઓના આગોતરા જામીન રદબાતલ ઠરાવી તેઓને જેલમાં ધકેલવા જોઇએ. ફરિયાદપક્ષ તરફથી એડવોકેટ નરેન બી. ગઢવીની દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે ત્રણેય આરોપીઓના આગોતરા જામીન તાત્કાલિક રદ કરી નાંખ્યા હતા અને વિસનગર પોલીસને ત્રણેય આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરીને જેલમાં ધકેલવાનો મહત્ત્વનો હુકમ કર્યો હતો.
હાઇકોર્ટે વિસનગર કોર્ટના રજિસ્ટ્રાર પાસેથી રિપોર્ટ મંગાવ્યો
ચકચારભર્યા એવા આ કેસમાં હાઇકોર્ટે આરોપીઓ દ્વારા અદાલત સમક્ષ આપેલી બાંહેધરી મુજબ ટ્રાયલ કોર્ટમાં પૈસા ભર્યા છે કે નહી તે અંગેનો રિપોર્ટ મંગાવ્યો હતો, જેમાં રજિસ્ટ્રાર તરફથી રજૂ કરાયેલા રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, આરોપીઓએ ખુદ હાઇકોર્ટ સમક્ષ આપેલી બાંહેધરી મુજબ, પૈસા જ ટ્રાયલ કોર્ટમાં જમા કરાવ્યા નથી અને હાઇકોર્ટને છેતરીને આગોતરા જામીનનો લાભ માણતા હતા, હાઇકોર્ટે આરોપીઓની આ વર્તણૂંકની બહુ ગંભીર નોંધ લઇ તેમના આગોતરા જામીન રદ કરી તમામ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #CanadaVisa-PRExcuseLakhsAgainstCourt #HighCourtArrestOrderOfAccused #CanadaVisa #CanadaVisa-PR #ahmedaba



