- સોસાયટી દ્વારા દિવ્યાંગ દંપતિને હેરાન-પરેશાન કરવાનો અને ત્રાસ આપવાનો અતિ સંવેદનશીલ કેસ બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટમાં આવ્યો
- મેન્ટેનન્સ ભર્યુ હોવાછતાં રસીદો નહી આપી ખોટી હકીકતો જણાવી કોર્ટને ગેરમાર્ગે દોરવા બદલ દિવ્યાંગ દંપતિ દ્વારા સોસાયટીના હોદ્દેદારો વિરૂધ્ધ ફોર્જરી-પર્જરીની ફરિયાદ
પથિક લીંબાચીયા, અમદાવાદ:
03 જુલાઈ 2026:
શહેરના ગોતા-વંદેમાતરમ વિસ્તારમાં કામેશ્વર એલીગન્સ(શિવ સર્જન કો.ઓ.હા.સો.લિ)માં રહેતા એક દિવ્યાંગ દંપતિએ સોસાયટીનુ મેઇન્ટેનન્સ ભર્યુ હોવાછતાં તેની રસીદો નહી આપીને કોર્ટથી સાચી માહિતી છુપાવીને અને સોંગદનામાં પર ખોટી હકીકતો જણાવીને છેલ્લા કેટલાક વર્ષોથી આ દિવ્યાંગ દંપતિ અને તેમના ૭૯ વર્ષીય વયોવૃધ્ધ માતાને ભયંકર હદે માનસિક-શારીરિક ત્રાસ આપવાનો એક સંવેદનશીલ કિસ્સો અત્રેની બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટમાં આવ્યો છે. અદાલત સમક્ષ સાચી હકીકતો છુપાવી બનાવટ કરી સોગંદનામાં પર ખોટી બાબતો જણાવવા બદલ આ દિવ્યાંગ દંપતિ તરફથી બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટમાં બનાવટ અને ખોટી જુબાની અંગેની (ફોર્જરી અને પર્જરીની) ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
જેમાં કોર્ટે શિવ સર્જન કો.ઓ.સોસાયટી, તેના પૂર્વ ચેરમેન ચેતનકુમાર એમ.પ્રજાપતિ (ફોર્જરી અને પર્જરી કરનાર), પૂર્વ સેક્રેટરી જગત અરવિંદભાઇ સોની, સોસાયટીના વર્તમાન ચેરમેન અને સેક્રેટરીને તા.૧૬મી જૂલાઇના રોજ જરૃરી જવાબ અને ખુલાસા સાથે હાજર રહેવા ફરમાન કર્યું છે. કોર્ટે પોતાના હુકમમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે, જો સામાવાળા(સોસાયટીના હોદ્દેદારો) મુદતે હાજર નહી થાય તો અદાલત તેઓની ગેરહાજરીમાં એકતરફી હુકમ કરી દેશે.

સોસાયટીઓના ચેરમેન-સેક્રેટરી સહિતના હોદ્દેદારો દ્વારા નિર્દોષ સભ્યોને થતી હેરાનગતિ અને કોર્ટ કેસોમાં સામેલ કરી દોડતા કરી હેરાનગતિ અને ભંયકર ત્રાસ આપવાના હજારો કિસ્સાઓ છે, જેમાં આ દિવ્યાંગ દંપતિનો કેસ કંઇક અલગ, સંવેદનશીલ અને હૃદયદ્રાવક પણ છે. ગોતા-વંદે માતરમ વિસ્તારમાં કામેશ્વર એલીગન્સ(શિવ સર્જન કો.ઓ.હા.સો.લિ)માં રહેતા અરજદાર દિવ્યાંગ દંપતિ નીલમ વી.શાહ અને વિપુલભાઇ શાહ તરફથી સોસાયટીના ઉપરોકત હોદ્દેદારો વિરૃધ્ધ કરાયેલી ફોર્જરી અને પર્જરી(બનાવટી અને ખોટી જુબાની-હકીકત) અંગેની ફરિયાદમાં ગંભીર આક્ષેપો કરાયા હતા કે, સોસાયટીના ગેરવહીવટ, મેન્ટેનન્સ સહિતના અનેક મુદ્દાઓને લઇને વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. સોસાયટીએ તેમની સામે ૪૦ મહિનાનું મેન્ટેનન્સ બાકી કાઢી તેમની વિરૃદ્ધમાં દાવો કર્યો છે. પરંતુ હકીકતમાં આ મેન્ટેનન્સ અરજદારોએ ભરેલું છે, તેમછતાં સોસાયટી તરફથી તેમને રસીદો અપાતી ન હતી. અરજદારોએ આ અંગે બેંક સ્ટેટમેન્ટ સહિતના પુરાવા સાથે જિલ્લા સહકારી રજિસ્ટ્રારમાં સોસાયટીના હોદ્દેદારો વિરૃધ્ધ ફરિયાદ પણ કરી હતી. જેમાં રજિસ્ટ્રારની ઇન્કવાયરી ઓફિસરની તપાસમાં પણ મેન્ટેનન્સ ભર્યુ હોવાછતાં સોસાયટીના હોદ્દેદારો રિસીપ્ટ નહી આપતા હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતો.
અરજદાર દિવ્યાંગ દંપતિ તરફથી અદાલતનું ધ્યાન દોરાયું કે, સોસાયટીએ જે દાવો કર્યો છે, તેના દસ્તાવેજી પુરાવા અરજદારોને આપ્યા નથી. આજદિન સુધીના તેમના એકાઉન્ટ કે લેજર પણ આપ્યા નથી. સોસાયટીના ઉપરોકત હોદ્દેદારો માત્ર અરજદારોને હેરાન કરવાના અને વેરઝેરના બદઇરાદાથી તેમને કિન્નાખોરીનો ભોગ બનાવી રહ્યા છે. સોસાયટીના હોદ્દેદારોએ આ કેસમાં ઘણી બાબતોમાં સાચી હકીકતો કોર્ટના રેકર્ડ પર નહી મૂકી, અદાલતને ગેરમાર્ગે દોરી ફોર્જરી, ચીટીંગ અને પર્જરી કરી હોઇ તમામની વિરૃદ્ધ ક્રિમીનલ પ્રોસીજર કોડ અને નવા કાયદા હેઠળ કાર્યવાહી કરવા અરજીમાં દાદ મંગાઇ હતી.
ખુદ નિવેદનમાં સ્વીકાર્યું કે, દિવ્યાંગ દંપતિએ મેન્ટેનન્સ ભરેલું છે
સહકારી રજિસ્ટ્રારની તપાસ દરમ્યાન સોસાયટીના સેક્રેટરીએ પોતાના નિવેદનમાં ખુદ સ્વીકાર્યું હતું કે, અરજદારોએ મેન્ટેનન્સ ભરેલું છે પરંતુ સોસાયટીના હોદ્દેદારો મને અરજદારોને મેન્ટેનન્સ ભર્યા અંગેની રિસીપ્ટ આપવા દેતા નથી. અરજદાર દિવ્યાંગ દંપતિએ જિલ્લા સહકારી રજિસ્ટ્રારનો ઇન્કવાયરી રિપોર્ટ, સેક્રેટરીનું નિવેદન સહિતના પુરાવા પણ પોતાની અરજીમાં કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. જેને ધ્યાને લઇ કોર્ટે સોસાયટીના હોદ્દેદારોને હાજર થવા ફરમાન કર્યું હતું.
દિવ્યાંગ દંપતિને હેરાન કરવા લીફ્ટ પણ બંધ કરી દીધી હતી
આ કેસમાં શિવ સર્જન કો.ઓ.હા.સો લિના હોદ્દેદારો એટલી વિકૃત માનસિકતા અને અમાનવીય વલણવાળા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ પણ સામે આવ્યો હતો. દિવ્યાંગ દંપતિ અને તેમના ૭૯ વર્ષીય વયોવૃદ્ધ, બિમાર, અશકત માતાને હેરાન કરવા અને વિકૃત આનંદ લેવા તેમની લીફ્ટની સુવિધા અગાઉ બંધ કરી દેવાઇ હતી. જેના કારણે દિવ્યાંગ દંપતિએ એક્ઝીકયુટીવ મેજિસ્ટ્રેટ અને લીફ્ટ ઇન્સ્પેકટરને ફરિયાદ કરતાં આખરે એક મહિના બાદ સોસાયટીના હોદ્દેદારોને લીફ્ટ ચાલુ કરવી પડી હતી.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #BoardofNomineesCourtordersofficebearersofShivSarjanSocietytoappear #Divyangcoupleharassed-disturbed #Gota #VandeMataramVistar #KameshwarElegance #ShivSarjanCo.Op.Ha.So.Ltd #SocietyMaintenance



