- દિવ્યાંગ વ્યકિતની ગાડીની ચોરીથી લઇ બનાવટી દસ્તાવેજોના આધારે તેના બારોબાર વેચાણ અને છેક હરાજી સુધીની કંઇક વિચિત્ર અને રસપ્રદ સ્ટોરી – આણંદ કોર્ટે સમગ્ર કેસને ગંભીરતાથી લઇ એક્સીસ બેંક અને તેના જવાબદાર અધિકારીઓને સમન્સ જારી કર્યા.
- દિવ્યાંગ વ્યકિતને કાનૂની આંટીઘૂંડી અને લડતમાં છેક સુધી એડવોકેટ વિપુલ શાહ દ્વારા બહુ નોંધનીય મદદ પૂરી પડાઇ, દિવ્યાંગ વ્યકિતની કાર મામલે ચોરીનો ગુનો નોંધવા પણ કોર્ટનો આદેશ
અમદાવાદ: 18 મે 2026:
ડ્રાઇવર રાખી ટેક્સ કેબ ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા એક દિવ્યાંગ વ્યકિતની ગાડી અમદાવાદમાંથી ચોરી થયા બાદ કેવી કેવી ગડમથલ અને ગૂંચવણોમાં ફસાયો અને એટલી હદ સુધી કે આ દિવ્યાંગ વ્યકિતની રોજીરોટી અને આજીવિકા સમાન ગાડી પર એક્સીસ બેંકે લોન ચાલતી હોવાનો દાવો કરી તેની બારોબાર હરાજી પણ કરી દઇ પૈસા પચાવી પાડવાનો વિચિત્ર કેસ અમદાવાદ રૃરલ કોર્ટથી આણંદ કોર્ટ સુધી અટવાયો હતો. કંઇક વિચિત્ર પણ બહુ મહત્ત્વના એવા આ કેસમાં આણંદના જયુડીશીયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટકલાસ પી.એન.જૈને દિવ્યાંગ ફરિયાદીની ગાડી ચોરી અંગે ગુનો નોંધવા હુકમ કર્યો હતો. સાથે સાથે, કોર્ટે એક્સીસ બેંક(લો ગાર્ડન) સહિત તેના જુદા જુદા પાંચ અધિકારીઓ મીહિર પેંડસે, શ્યામલ અનાજવાલા, અંકિત બાંભણિયા, અનિલ નાયર અને લુબ્ના કાઝી અને એક્સીસ બેંક વિરૃધ્ધ સમન્સ જારી કરવા હુકમ કર્યો હતો. કોરટ્ કેસની વધુ સુનાવણી તા.૨૦મી જૂનના રોજ મુકરર કરી હતી.

બહુ વિચિત્ર પ્રકારના અને એક દિવ્યાંગ વ્યકિતને કેટલી હદે હેરાનગતિ સુધી હેરાન થવુ પડયુ અને તો ય પોતોની આજીવિકાની કાર તો ગુમાવી દેવી પડી તેની હકીકતોને ઉજાગર કરતા કેસમાં ફરિયાદી તરફથી એડવોકેટ વિપુલ શાહે કેસની ચોંકાવનારી હકીકતો પરત્વે અદાલતનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, અમદાવાદના ફરિયાદી મનીષ મહાદેવ પોતે દિવ્યાંગ છે અને ડ્રાઇવર મારફતે ટેક્સી કેબ ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે વર્ષ ૨૦૧૪માં ફોર્ચ્યુનર કાર લોન પર ખરીદી હતી, તેમાં કોર્પોરેશન બેંકનું હાઇપોથીકેશન બોલતુ હતું. આ વાહનને ટેક્સી તરીકે ચલાવવા ખુદ આરટીઓ, અમદાવાદ દ્વારા પણ પરમીટ આપવામાં આવી હતી.
દરમ્યાન ફરિયાદી દિવ્યાંગ વ્યકિતની કારની વર્ષ ૨૦૧૬માં ચોરી થતાં તેમણે સેટેલાઇટ વિસ્તારમાં આવેલા આનંદનગર પોલીસમથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમ્યાન પોલીસે વાહન શોધી કાઢતાં ફરિયાદી દિવ્યાંગજન દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કારનો કબ્જો લેવા માટે અરજી કરાઇ હતી. જેમાં એક્સીસ બેંક,ઉધના બ્રાંચ તરફથી વાંધો લેવાયો હતો પરંતુ કોર્ટે તેમના પાસે ઓરીજનલ દસ્તાવેજો માંગતા તેઓ રજૂ નહી કરી શકતાં આખરે કોર્ટે તા.૧૭-૪-૨૦૧૭ના રોજ ફરિયાદીને તેમની કારનો કબ્જો સોંપવા હુકમ કર્યો હતો. ત્યારબાદ ફરિયાદી પોતાની ટેક્સી સેવા રાબેતા મુજબ ચલાવતા હતા એ દરમ્યાન ગત તા.૧૨-૨-૨૦૨૦ના રોજ અમદાવાદથી વડોદરા જતી વખતે વાઘાસી ગામ પાસે એક્સીસ બેંકના કર્મચારીઓએ તેમના ડ્રાઇવરને વાહનમાં ઉતારી બળજબરીથી કારનો કબ્જો લઇ લીધો હતો.
એ પછીના ઘટનાક્રમમાં ખોટા દસ્તાવેજોના આધારે આ કાર અન્ય કોઇ ભંડેરી નામના વ્યકિતની થઇ અને તેના દ્વારા કોઇ પિયુષ કાકડિયાને વેચી મરાઇ . નોંધનીય વાત તો એ છે કે, તમામ લેવલે બનાવટી દસ્તાવેજોના આધારે ગાડી ટ્રાન્સફર અને વેચાણ પણ કરી દેવાઇ. બાદમાં એક્સીસ બેંકે પિયુષ કાકડિયાએ કાર લોન પેટે સરન્ડર કરી દીધી હોવાનો લેટર ઉભો કરી છેવટે કારની હરાજી કરી રૃ.૭.૫૦ લાખ જેટલી રકમ પણ ચ્યાંઉ કરી લીધી હોવાનો ફરિયાદી તરફથી દાવો કરાયો હતો. આમ, આ સમગ્ર કૌભાંડમાં કાર માત્ર ફિઝીકલી જ નહી પરંતુ કાગળ પર બીજાને બોગસ દસ્તાવેજોના આધારે વેચાઇને છેવટે હરાજી થઇ જતાં આખરે ફરિયાદી દિવ્યાંગજને આ સમગ્ર મામલે એક્સીસ બેંકના જવાબદાર અધિકારીઓ વિરૃધ્ધ ચોરીનો ગુનો નોંધવા સહિત તેઓની વિરૃધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા આણંદ કોર્ટમાં અરજી કરી હતી, જેમાં એડવોકેટ વિપુલ શાહની બહુ ધારદાર દલીલો ધ્યાનમાં લઇને કોર્ટે એક્સીસ બેક અને તેના પાંચ અધિકારીઓ વિરૃધ્ધ સમન્સ જારી કરવાનો મહત્ત્વનો હુકમ કર્યો હતો.
પ્રથમદ્રષ્ટિએ છેતરપીંડી, ખોટા દસ્તાવેજો તૈયાર કરવા, કાવતરું રચવા સહિતના ગુના ઃ કોર્ટ
આણંદના જયુડીશીયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટકલાસ પી.એન.જૈને ગંભીર અવલોકન કરતાં જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓનો અભ્યાસ કર્યા બાદ એમ જણાય છે કે, આ સમગ્ર મામલો માત્ર સિવિલ વિવાદ પૂરતો મર્યાદિત નથી પરંતુ પ્રથમદ્રષ્ટિએ છેતરપીંડી, વિશ્વાસઘાત, ખોટા દસ્તાવેજો તૈયાર કરવા, ગેરકાયદેસર રીતે મિલ્કત કબ્જે કરવી અને કાવતરું રચવા સહિતના ગુનાઓ બનતાં હોવાનું જણાય છે. કોર્ટે આ સમગ્ર પ્રકરણમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવા હુકમ કર્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #CourtSummons #CourtsummonsAxisBank&officialsincaseoftheftofdisabledperson’scar #ahmedaba



