- અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ કમીશન(એડિશનલ)નો મહત્ત્વનો ચુકાદો, ફરિયાદી ગ્રાહકને વ્યાજ સાથે સારવારના ખર્ચની રકમ ચૂકવી આપવા ન્યુ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપનીને ફરમાન
- અમદાવાદના ગ્રાહકને કાનૂની લડતમાં ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ ગ્રાહક ક્રાંતિ ફાઉન્ડેશનનના પ્રમુખ સુચિત્રા પાલે સફળ ન્યાય અપાવ્યો
અમદાવાદ: 18 એપ્રિલ 2026:
પોલિસીધારક ગ્રાહકે વર્ષ ૨૦૨૧માં ઇન્શ્યોરન્સ કંપની પાસેથી મેડિકલેઇમ પોલિસી લીધી એ જ વખતે પોતાને દસ વર્ષ પહેલાં લીધેલી સારવારનો પ્રપોઝલ ફોર્મમાં ઉલ્લેખ કર્યો હોવાછતાં વર્ષ ૨૦૨૩માં યુરેથલ સ્ટ્રીકચર બિમારીને લઇ લીધેલી સારવારનો ખર્ચ ચૂકવવાનો વીમા કંપનીએ પ્રિ-એક્ઝીઝટીંગ(પહેલેેથી બિમારી અસ્તિત્વમાં હતી) તેવું કારણ આપી ઇન્કાર કર્યો હતો. વીમા કંપનીના આ નિર્ણય સામે નારાજ ગ્રાહક તરફથી કરાયેલી ફરિયાદમાં અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ કમીશન(એડિશનલ)ના પ્રમુખ એમ.એચ.પટેલ અને મમ્બર એમ.બી.ચૌહાણની બેંચે વીમા કંપનીના નિર્ણયને ફગાવ્યો હતો અને ફરિયાદી ગ્રાહકે દાવો કરેલ રકમ રૃ.૨,૧૭,૩૬૫ ફરિયાદ દાખલ થયા તા.૧-૬-૨૦૨૪થી વાર્ષિક ૭ ટકાના વ્યાજ સાથે ચૂકવી આપવા વીમા કંપની ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપનીને હુકમ કર્યો હતો.

કમીશને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, ગ્રાહક દ્વારા એકસ્ટ્રા પ્રિમીયમ ભરવામાં આવ્યું ન હતું તેટલા કારણ માત્રથી વીમા કંપની મેડિકલેઇના ખર્ચની રકમ ચૂકવવાનો ઇન્કાર કરી શકે નહી. ગ્રાહક આ રકમ મેળવવા હકદાર છે. કમીશને ગ્રાહકને થયેલા માનસિક ત્રાસ અને ખર્ચના રૃ.ચાર હજાર અલગથી ચૂકવી આપવા પણ વીમા કંપનીને હુકમ કર્યો હતો.
અરજદાર ગ્રાહક ભરતસિંહ રાઠોડ દ્વારા ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ ગ્રાહક ક્રાંતિ ફાઉન્ડેશનનના પ્રમુખ સુચિત્રા પાલ મારફતે અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ કમીશન(એડિશનલ)માં કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફરિયાદી ગ્રાહકે ધી ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની પાસેથી વર્ષ ૨૦૨૧માં પાંચ લાખનો સમએશ્યોર્ડ ધરાવતી મેડિકલેઇમ પોલિસી લીધી હતી અને પોલીસી લેતી વખતે જ પ્રપોઝલમાં ફોર્મમાં પોતે દસ વર્ષ અગાઉ પણ લીધેલી સારવારની વિગતોનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. જે ફોર્મની હકીકતો ધ્યાનમાં લઇ પ્રિમીયમ નક્કી કરી વીમા કંપની દ્વારા પોલિસી ઇશ્યુ કરવામાં આવી હતી. દરમ્યાન વર્ષ ૨૦૨૩માં ફરિયાદીને પાન યુરેથલ સ્ટ્રીકચરની બિમારીને લઇ હોસ્પિટલમાં દાખલ થઇ સારવાર લેવાની ફરજ પડી હતી. બાદમાં સારવારમાં થયેલ ખર્ચની રૃ.૨,૪૧,૫૧૭ની રકમ મેળવવા વીમા કંપનીમાં દાવો કર્યો હતો. જો કે, વીમા કંપનીએ ફરિયાદી ગ્રાહકનો દાવો એવા કારણસર ફગાવ્યો હતો કે, ગ્રાહકને થયેલી બિમારી પ્રિ-એકઝીઝટીંગ એટલે કે, પહેલેથી અસ્તિત્વમાં હતી અને તેણે આ માટે એકસ્ટ્રા પ્રિમીયમ ભર્યુ નથી.
જો કે, ફરિયાદી ગ્રાહક તરફથી ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ ગ્રાહક ક્રાંતિ ફાઉન્ડેશનનના પ્રમુખ સુચિત્રા પાલ દ્વારા વીમા કંપનીની દલીલોનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. કમીશને પણ ગ્રાહકને સારવારની ખર્ચની રકમ નહી ચૂકવવાના વીમા કંપનીના નિર્ણયને અન્યાયી અને અતાર્કિક માની ફરિયાદી ગ્રાહકને સારવારની ખર્ચનો રકમ વ્યાજ સાથે ચૂકવી આપવા ધ ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપનીને હુકમ કર્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #AhmedabadCustomerContractResolutionMission #Insurancecompanycannotrejectcustomerclaimsifextrapremiumisnotfilled #Additional #ComplainantCustomerInterestWithNoPaymentofCostsofTreatment #NewIndiaInsuranceCompany #Verdict #Customer #LegalBattle #CustomerProtection #CustomerSolicitation #CustomerRevolutionFoundation #CustomerProtectionCustomerSolicitationCustomerRevolutionFoundation #ahmedaba



