- થલેતજના શ્રી વૈભવ લક્ષ્મી મંદિરના મહારાજ પૂરવ મહારાજના માર્ગદર્શન હેઠળ નવા વાડજ વિસ્તારમાં અગિયારસ માતાના મંદિરે બહુ મોટાપાયે ધાર્મિક આયોજન
- શાસ્ત્રોના જાણકાર પ્રખર પંડિતો અને બ્રાહ્મણો દ્વારા અધિક પુરૃષોત્તમ માસમાં સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ સાથે બહુ દુર્લભ પૂજા વિધિ અને વ્રતઉદ્યાપન કરાવવામાં આવશે
- વિશેષમાં શ્રી ગોવર્ધન પૂજા, ગાયત્રી પૂજા, ગાયની પૂજા(ગાયના પૂંછડે પાણી ચઢાવવું), ૧૦૦૮ કમળની આહુતિ, સવા લાખ તુલસીપત્ર ચઢાવવા, વર્ષની ૨૬ અગિયારસ પૂજા, કોઠા ગોળની પૂજા, ધાનના ખંડ પૂરવા, પીપળાની પૂજા સહિતની અનેકવિધ પૂજાઓ પણ કરાવાશે
અમદાવાદ: 10 જૂન 2026:
અતિ પવિત્ર, પાવન અને શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ પણ અનન્ય મહાત્મ્ય ધરાવતાં એવા અધિક જેઠ માસ(પુરૃષોત્તમ માસ)માં શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા સુપ્રસિધ્ધ વૈભવ લક્ષ્મી મંદિર દ્વારા તા.૧૧-૬-૨૦૨૬ ગુરૃવારના રોજ અગિયારસના દિવસે શહેરના નવા વાડજ વિસ્તારમા અગિયારસ માતાના મંદિર ખાતે બહુ મોટાપાયે સામૂહિક વ્રતોઉદ્યાપનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રખર પંડિતો દ્વારા સંપૂર્ણ શાસ્ત્રોક્ત અને ધાર્મિક વિધિ સાથે અગિયારસનું વ્રત, ધર્મરાજાનું વ્રત, અધિક પુરૃષોત્તમ માસનું વ્રત, પિતૃ પૂજા સહિત અન્ય વ્રત, ધાર્મિક વિધિ અને પૂજાનું જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું છે. આ સામૂહિક વ્રતોઉદ્યાપનમાં આશરે ૫૦૦થી વધુ શ્રધ્ધાળુ ભકતો ભાગ લેશે.

તા.૧૧-૬-૨૦૨૬ના રોજ અગિયારસના દિવસે શહેરના નવા વાડજ વિસ્તારમા અગિયારસ માતાના મંદિર ખાતે સવારે ૧૧-૦૦થી સાંજે ૬-૩૦ દરમ્યાન આ સામૂહિક વ્રતોઉદ્યાપનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપતાં શ્રી વૈભવ લક્ષ્મી મંદિરના પૂજારી પૂરવ મહારાજે જણાવ્યું હતું કે, અધિક પુરૃષોત્તમ માસમાં સામૂહિક વ્રતોઉદ્યાપનનું બહુ શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ બહુ મોટુ અને અનન્ય મહાત્મ્ય છે. ખાસ કરીને અધિક માસ એટલે કે, પુરૃષોત્તમ માસમાં આ ધાર્મિક પૂજા કરવાથી ભકતોને અનેકગણું પુણ્યફળ પ્રાપ્ત થતુ હોય છે અને જીવનમાં તમામ પ્રકારના સુખ, શાંતિ, સમૃધ્ધિ અને આરોગ્ય ઇશ્વર પ્રદાન કરતા હોય છે. આ સામૂહિક વ્રતોઉદ્યાપનમાં ભાગ લેનાર શ્રધ્ધાળુ ભકતો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. નોંધનીય વાત એ છે કે, શાસ્ત્રોના જાણકાર પ્રખર પંડિતો અને બ્રાહ્મણો દ્વારા સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ સાથે આ પૂજા વિધિ અને વ્રતોઉદ્યાપન કરાવવામાં આવનાર છે. જેથી કોઇપણ શ્રધ્ધાળુ ભકત માત્ર નજીવી દક્ષિણામાં આ સામૂહિક વ્રતઉદ્યાપનનો લ્હાવો લઇ શકે છે.

તેમણે ઉમેર્યુ કે, અધિક માસમાં આ પુણ્ય અવસર વારેઘડીયે પ્રાપ્ત થતો નથી કારણ કે, સામૂહિક વ્રતઉદ્યાપનથી અનેકગણું પુણ્યફળ શ્રધ્ધાળુ ભકતોને પ્રાપ્ત થતુ હોય છે અને તેની પૂજા વિધિ બહુ દુર્લભ અને દેવી-દેવતાઓની ચમત્કારિક કૃપા વરસાવનારી મનાય છે., તેથી શ્રધ્ધાળુ ભકતોએ મહત્તમ સંખ્યામાં આ પુણ્ય અવસરનો લાભ લેવો.
પૂરવ મહારાજે એમ પણ જણાવ્યું કે, સામૂહિક વ્રતોઉદ્યાપનના ધાર્મિક પ્રસંગે વિવિધ વ્રતો ઉપરાંત વિશેષમાં શ્રી ગોવર્ધન પૂજા, ગાયત્રી પૂજા, ગાયની પૂજા(ગાયના પૂંછડે પાણી ચઢાવવું), ૧૦૦૮ કમળની આહુતિ, સવા લાખ તુલસીપત્ર ચઢાવવા, વર્ષની ૨૬ અગિયારસ પૂજા, કોઠા ગોળની પૂજા, ધાનના ખંડ પૂરવા, પીપળાની પૂજા સહિતની અનેકવિધ પૂજાઓ પણ કરાવવામાં આવશે, તેથી શ્રધ્ધાળુ ભકતો માટે બહુ મોટુ અને અનોખુ પુણ્યભાથું બાંધવાનો આ અવસર બની રહેવાનો છે. શ્રધ્ધાળુ ભકતો માટે એ દિવસે ખાસ ફરાળીની વ્યવસ્થા કરવામાં આવી છે, જે શ્રધ્ધાળુઓ પલાઠી વાળીને બેસી શકે તેમ ના હોય તો તેઓ માટે ખુરશી ટેબલની પણ વ્યવસ્થા કરાઇ છે.
આ દુર્લભ પૂજા વિધિમાં બેસવા ઇચ્છતા શ્રધ્ધાળુ ભકતોને પૂજા માટે ઘરેથી સાથે લાવવાની ચીજ વસ્તુઓની યાદી પણ આપી દેવાઇ છે. જો તેમ છતાં કોઇ શ્રધ્ધાળુ કોઇ ચીજવસ્તુ ભૂલી જાય તો, અમે તેઓને સરળતાથી ઉપલબ્ધ બનાવીશું. આ સમગ્ર આયોજનમાં વૈભવલક્ષ્મી મંદિર સંકુલમાં આવેલા શ્રી કષ્ટભંજન દેવ મંદિરના દેવાંગભાઇ ઉપાધ્યાય મહારાજ અને શનિદેવ મંદિરના મનીષ મહારાજનું પણ વિશેષ યોગદાન રહેશે એમ તેમણે ઉમેર્યું હતું.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #GroupVratsandGardeningattheAgiarasamatanaTempleonThursday #Agiarasamatana #Purishottamamas #VaibhavlakshmiTemple #AgiarasamatanaTemple #GroupVrats #Gardening



