- સૌપ્રથમવાર અમદાવાદના પરીક્ષા કેન્દ્રો વધારવામાં આવ્યા તો, વડોદરા ખાતે પણ સૌપ્રથમવાર સેન્ટરોની ફાળવણી થઇ
- વકીલ ઉમેદવારો નિયમો મુજબ, બેર એકટ લઇ પરીક્ષા ખંડમાં પરીક્ષા આપવા જઇ શકશે, પરીક્ષાને લઇ વકીલ ઉમેદવારોમાં ભારે ઉત્સાહ અને ઉત્તેજના – બાર કાઉ.ના પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લા
અમદાવાદ: 07 જૂન 2026:
વકીલાતની પ્રેકટીસ માટે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવતી ઓલ ઇન્ડિયા બાર એકઝામ આવતીકાલે તા.૭મી જૂન,૨૦૨૬ના રોજ ગુજરાત સહિત દેશભરમાં યોજાનાર છે. વકીલાતની પ્રેકટીસ માટે આ એક્ઝામ પાસ કરવી બહુ જ મહત્ત્વની ફરજિયાત હોય છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટના કેન્દ્રો પરથી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ લેવામાં આવશે. ગુજરાતભરમાંથી આશરે આઠ હજારથી વધુ વકીલ ઉમેદવારો આ પરીક્ષામાં બેસશે. અમદાવાદ છ જુદા જુદા મથકો પર પરીક્ષા લેવાશે. બીસીઆઇ દ્વારા દેશભરમાં આ ૨૧ મી વારની પરીક્ષા લેવાઇ રહી છે.

ગુજરાતની સાથે સાથે સમગ્ર દેશમાં તા.૭મી જૂન, ૨૦૨૬ના રોજે લેવાનારી આ પરીક્ષાને લઇ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા પરીક્ષા સબંધી વિવિધ કેન્દ્રો પર જરૃરી વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતાં ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને સિનિયર સભ્ય અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૦ પછી જેણે પણ એલએલબી પાસ કર્યું હોય તેણે વકીલાતની પ્રેકટીસ કરવી હોય તો તેવા વકીલ ઉમેદવારોએ આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે.
પરીક્ષા પાસ કર્યા બાદ તે વકીલ દેશના કોઇપણ કોર્ટમાં વકીલાતની પ્રેકટીસ કરી શકે છે. બે વર્ષમાં બીસીઆઇની આ પરીક્ષા પાસ કરવાની હોય છે. ત્યાં સુધી જે તે વકીલ ઉમેદવારને પ્રેકટીસ માટે કામચલાઉ સનદ(પ્રોવીઝનલ સનદ) આપવામાં આવે છે. દેશભરમાં એકસાથે આ પરીક્ષા લેવાય છે અને ૧૧ ભાષામાં પરીક્ષા લેવાતી હોય છે. ઓલ ઇન્ડિયા બાર એક્ઝામમાં પાસ થવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોએ ૪૫ માર્ક્સ લેાવવાના હોય છે. જયારે એસસી, એસટી કેટેગરીના ઉમેદવારો માટે પાસીંગ માર્કસ ૪૦ હોય છે.

ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને સિનિયર સભ્ય અનિલ સી.કેલ્લાએ વધુમાં જણાવ્યું હતું કે, આ વખતે અમદાવાદ શહેર માટે સૌપ્રથમવાર વધારાના સેન્ટરોની ફાળવણી કરવામાં આવી છે, જેને પગલે આ વખતે અમદાવાદમાં સોપ્રથમવાર આઠથી વધુ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવાશે. તો, આ વર્ષથી વડોદરા શહેરને પણ સેન્ટરોની સૌપ્રથમવાર સેન્ટરોની ફાળવણી થઇ છે, તેથી મધ્ય ગુજરાત અને આસપાસના પંથકોના વકીલ ઉમેદવારોને ઘણી સરળતા રહેશે અને તેઓ વડોદરાના પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપી શકશે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, આ પરીક્ષામાં ભારતીય નાગરિક સંહિતા, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ, ગ્રાહ્ક સુરક્ષા ધારો, લેબર લો, આઇટી એકટ, ઇન્ડિયન એવીડેન્સ એકટ સહિતના ૨૦ જેટલા વિષયો પર પ્રશ્નપત્ર પૂછાતા હોય છે. આવતીકાલે તા.૭મી જૂન, ૨૦૨૬ના રોજ લેવાનારી આ પરીક્ષામાં ગુજરાતભરમાંથી આઠ હજારથી વધુ ઉમેદવારો બેસશે. આ પરીક્ષાનું પરિણામ લગભગ ૪૦થી ૫૦ દિવસમાં આવી જતુ હોય છે. ખૂબ જ મહત્ત્વની એવી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામને લઇ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા પણ ગુજરાત સહિત દેશભરના તમામ સેન્ટરો પર જરૃરી વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ જે વકીલ ઉમેદવારો આ પરીક્ષામાં બેસવાના છે તેઓને વિવિધ કેન્દ્રોમાં પ્રવેશ અંગેના એડમીટ કાર્ડની પ્રિન્ટો આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #AllindiaBarExam #MorethaneightThousandlawyersfromacrossthestatewillappearfortheexam #ahmedaba



