- વૈશ્વિક મંચ પર ૧૬ દેશોના ખેલાડીઓ વચ્ચે આરવનો સતત પાંચમો આંતરરાષ્ટ્રીય ગોલ્ડ, તો સામાન્ય પરિવારની સાલનીએ નાની ઉંમરે રચ્યો અનોખો ઇતિહાસ
- પાંચમો ઇન્ટરનેશનલ ગોલ્ડ જીતનાર આરવની નજર હવે કોમનવેલ્થ ગેમ્સ પર, તો માત્ર આઠ વર્ષની સાલની વિશ્વકર્મા પણ
પથિક લીંબાચીયા, અમદાવાદ:
11 જૂન 2026:
નેપાળ ખાતે તાજેતરમાં યોજાયેલી પ્રતિતિ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા અમદાવાદના બે પ્રતિભાશાળી ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય મંચ પર પ્રચંડ વિજય મેળવીને ઇતિહાસ રચી દીધો છે. ૧૬થી વધુ દેશોના મજબૂત સ્પર્ધકો વચ્ચે રમાયેલી આ હાઈ-વોલ્ટેજ ચેમ્પિયનશિપમાં અમદાવાદના અનુભવી ખેલાડી આરવ રાજપૂતે અને માત્ર ૮ વર્ષની બાળકી સાલની વિશ્વકર્માએ પોતપોતાની કેટેગરીમાં અદ્ભુત કૌશલ્ય અને લડાયક મિજાજનંર પ્રદર્શન કરીને ભારત માટે ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ બંને વિજેતાઓએ પોતાની અસાધારણ રમતથી વૈશ્વિક સ્તરે અમદાવાદ, ગુજરાત અને સમગ્ર દેશનું નામ અત્યંત ગૌરવપૂર્ણ રીતે રોશન કર્યું છે.

કરાટેની સ્પર્ધાની સૌથી કઠિન ગણાતી સિનિયર બ્લેક બેલ્ટ કેટેગરીમાં (૨૮ થી ૩૦ વર્ષના વયજૂય તેમજ ૬૦ થી ૬૪કિલોગ્રામ વજનની ઓપન કેટેગરી) અમદાવાદના આરવ રાજપૂતે રિંગમાં ઉતરીને શરૃઆતથી જ દબદબો જાળવી રાખ્યો હતો. તેમણે પ્રથમ મુકાબલામાં જ પરંપરાગત પ્રતિસ્પર્ધી પાકિસ્તાનના ખેલાડીને ધૂળ ચટાડીને વિજયકૂચ શરૃ કરી હતી. ત્યારપછીના રાઉન્ડમાં બ્રાઝ અને માલદીવના આક્રમક ખેલાડીઓને પછાડયા બાદ, ફાઇનલના મહામુકાબલામાં કોરિયાના અત્યંત મજબૂત ડિફેન્સ ધરાવતા સ્પર્ધકને માત આપીને સતત ચાર રાઉન્ડ જીતી ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો હતો.
આ ઐતિહાસિક સિદ્ધિ સાથે આરવ રાજપૂતે વૈશ્વિક સ્તરે સતત પાંચમી વખત ભારતને ગોલ્ડ મેડલ અપાવીને એક અનોખો અને વિરલ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ પૂર્વે પણ તેઓ રાષ્ટ્રીય સ્તરે ૮ વખત ગુજરાત માટે સુવર્ણ ચંદ્રક જીતી ચૂક્યા છે. માત્ર રમત જ નહીં, પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા આરવે અત્યાર સુધી ૧૮,૦૦ થી વધુ દીકરીઓને નિથશુલ્ક સેલ્ફ ડિફેન્સની તાલીમ આપીને મહિલા સુરક્ષાના ક્ષેત્રમાં મોટું યોગદાન આપ્યું છે.

અમદાવાદ શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં રહેતી અને અત્યંત સામાન્ય આથક પૃભૂમિ ધરાવતી માત્ર ૮ વર્ષની બાળકી સાલની વિજયભાઈ વિશ્વકર્માની સિદ્ધિ કોઈ ફિલ્મી વાર્તાથી કમ નથી. સાલનીએ કલર બેલ્ટ કેટેગરીમાં (૮ થી ૯ વર્ષના વય જૂથ અને ૨૧ થી ૨૫ કિલોગ્રામ વજન વર્ગ) આંતરરાષ્ટ્રીય સ્તરે રમીને ગોલ્ડ મેડલ(સોનાનો ચંદ્રક) મેળવ્યો છે. સાલનીએ રિંગમાં ઉતરીને અદભુત આત્મવિશ્વાસ સાથે સતત ત્રણ કઠિન મુકાબલાઓ જીત્યા હતા. પ્રથમ રાઉન્ડમાં તેણે શ્રીલંકાની ખેલાડીને પરાજિત કરી, બીજા રાઉન્ડમાં યજમાન દેશ નેપાળના સ્થાનિક ખેલાડીને હોમ ગ્રાઉન્ડ પર ધૂળ ચટાવી અને ફાઇનલના અંતિમ રોમાંચક મુકાબલામાં ભૂતાનના મજબૂત પ્રતિસ્પર્ધીને હરાવીને ટ્રોફી અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.
આ પહેલાં સાલનીએ ઉજ્જૈન ખાતે યોજાયેલી નેશનલ ચેમ્પિયનશિપમાં પણ બે ગોલ્ડ મેડલ જીતીને પોતાની પ્રતિભા સાબિત કરી દીધી હતી. સાલનીની આ આકાશને આંબતી સફળતા પાછળ તેના માતા-પિતાનો અવિરત સંઘર્ષ અને લોહી-પાણી એક કરનારી મહેનત છુપાયેલી છે. સાલનીના પિતા સુથારી કામ કરીને આખા ઘરનું ગુજરાન ચલાવે છે. તો, સાલનીની માતા ઘરમાં હાથથી તોરણો બનાવી પરિવારને સહયોગ આપી રહી છે.

સાલનીના માતા-પિતાનું એક જ સ્વપ્ન છે કે તેમની દીકરી ભવિષ્યમાં પણ ભારત અને ગુજરાતનું નામ વિશ્વભરમાં ગૌરવપૂર્ણ રીતે રોશન કરે અને રમતજગતમાં નવી ઊંચાઈઓ સર કરે. સાલનીની આ સિદ્ધિ માત્ર તેના પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત અને દેશ માટે ગૌરવની ક્ષણ બની છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #Amedabad’sArvarajputand8-year-oldbringgoldmedalindiaatInternationalKarateChampionshipinNepal #InternationalKarateChampionshipinNepal #8-year-oldbringsgoldmedaltoIndia #5thInternationalGoldMedal #InternationalKarateChampionship



