- એડિશનલ સેશન્સ જજ હેમાંગ આર.રાવલે આરોપી ઇમરાન ઉર્ફે કડીઓ ઉર્ફે ગામડીયો શરીફભાઇ શેખને દાખલારૂપ સજા ફટકારી અને જામીન તેમ જ જામીન ખત પણ રદ કરી નાંખ્યા
- રાજય સરકાર તરફથી અધિક સરકારી વકીલ ભાવેશ એસ.પટેલની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખીને સેશન્સ કોર્ટે આરોપી ઇમરાન ઉર્ફે કડીયાને સબક શીખવાડતી સજા ફટકારી
અમદાવાદ: 07 જૂન 2026:
શહેરના વટવા વિસ્તારમાં એકટીવા પર જઇ રહેલા યુવકને આંતરી તેના ગળા પર છરી મૂકી હું આ વિસ્તારનો દાદા છું અને કોઇને પણ પૂછી લેજે મારી સામે કેટલા ગુનાઓ નોંધાયેલા છે એમ કહી ડરાવી ધમકાવી તેને લૂંટી લેવાના કેસમાં અત્રેની સેશન્સ કોર્ટે આરોપી ઇમરાન ઉર્ફે કડીઓ ઉર્ફે ગામડીયો શરીફભાઇ શેખને 10 વર્ષની સખત કેદની સજા અને પાંચ હજાર રૃપિયા દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો.

એડિશનલ સેશન્સ જજ હેમાંગ આર.રાવલે આરોપી જો દંડની રકમ ના ભરે તેો તેને વધુ ત્રણ મહિનાની કેદ ભોગવવા પણ ઠરાવ્યું હતું. એટલું જ નહી, કોર્ટે આરોપી જામીન અને જામીન ખત રદ કરી નાંખ્યા હતા.

કેસની વિગતો મુજબ, શહેરના હાથીજણ વિસ્તારમાં વિવેકાનંદનગર પાસે રહેતા ફરિયાદી અમન સીકરવાર ગતા ૯-૭-૨૦૨૩ ના રોજ શહેરના વટવા વિસ્તારમાં ઉમંગ ફલેટની પાસે ઇન્સાનીયતનગર ચાર માળીયાના ગેટ પાસેથી પસાર થતા હતા ત્યારે આરોપી ઇમરાન ઉર્ફે ગામડીયાએ તેને આંતર્યો હતો અને અચાનક જ તેના ગળા પર ધારદાર છરી મૂકી પૈસાની માંગણી કરતાં જણાવ્યું કે, તારી પાસે જેટલા પૈસા હોય એ મને આપી દે, જેથી યુવકે જણાવ્યું કે, શેના પૈસા માંગો છો, તેથી આરોપી ઇમરાને ઉશ્કેરાઇને જણાવ્યું કે, તું મને ઓળખતો નથી..? હું આ વિસ્તારનો દાદા છું. કોઇ મારી સામે બોલવાની હિમંત કરતું નથી. તું મારો પોલીસ રેકોર્ડ જોઇ લેજે કે, મારી પર કેટલા ગુના છે. જો તું પૈસા નહી આપે તો આ છરી તારી સગી નહી થાય. આમ કહી છરીની અણીએ તેના ખિસ્સામાંથી રૃ.૭૦૦ રોકડા અને એકટીવાની ડેકીમાં સીસીટીવી સહિતનો મુદ્દામાલ લૂંટી લીધો હતો.
આ બનાવ અંગે યુવકે બાદમાં વટવા પોલીસમથકમાં આરોપી ઇમરાન ઉર્ફે ગામડીયા વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે અંગેનો કેસ ચાલી જતાં સરકારપક્ષ તરફથી અધિક સરકારી વકીલ ભાવેશ એસ.પટેલ દ્વારા અદાલતને જણાવાયું કે, આ રીતે શહેરમાં જાહેર રસ્તા પરથી પસાર થતા નાગરિકોને છરીની અણીએ લૂંટી લેવાનો બનાવ બહુ ગંભીર કહેવાય અને આવા બનાવોને હળવાશથી લઇ શકાય નહી. આવા બનાવોથી નિર્દોષ નાગરિકોની સુરક્ષા જોખમાય છે ખાસ કરીને મહિલાઓ, બાળકો અને સિનિયર સીટીઝન નાગરિકોની સુરક્ષા સામે ગંભીર ખતરો પેદા થાય છે ત્યારે કોર્ટે આરોપીને સમાજમાં દાખલો બેસાડવા સબક સમાન સજા ફટકારવી જોઇએ. સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી ઇમરાન ઉર્ફે ગામડીયાને 10 વર્ષની દાખલારૃપ સજા ફટકારી હતી.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #dada #gundo #Loont #Courtgives10yearssentence #SessionsCourt #AdditionalSessionsJudgeHemangrawal #AccusedImranUrfaKDUrfaGamDyoSharifBhaiSheikh #ahmedaba



