- બાર કાઉન્સીલની ચૂંટણી બાદ નવા વકીલોની એનરોલમેન્ટ પ્રક્રિયા સૌપ્રથમવાર ઘોંચમાં પડી
- બાર કાઉન્સીલની ચૂંટણી બાદ નવા વકીલોની એનરોલમેન્ટ પ્રક્રિયા સૌપ્રથમવાર ઘોંચમાં પડી
- નવા વકીલોને હજુ એનરોલમેન્ટ નંબરો જ મળ્યા નથી, જો કે, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ ઉમેદવારો તા.7મી જૂને યોજાનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ આપી શકે તે માટે તેઓને રાહત કરી આપી
અમદાવાદ: 18 એપ્રિલ 2026:
વકીલાતની પ્રેકટીસ માટે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવતી ઓલ ઇન્ડિયા બાર એકઝામ તા.૭મી જૂન,૨૦૨૬ના રોજ ગુજરાત સહિત દેશભરમાં યોજાનાર છે પરંતુ આ વખતે આ પરીક્ષા આપવા માટે જે નવા લો સ્ટુડન્ટ્સ કે ઉમેદવારો છે તેમની એનરોલમેન્ટ નંબરની નોંધણીની પ્રક્રિયા ભારે વિલંબિત થઇ છે. અમદાવાદ શહેર સહિત રાજયભરના નવા વકીલોને હજુ તેમના એનરોલમેન્ટ નંબર જ મળ્યા નથી. તેનું પાછળનું મુખ્ય કારણ એ છે કે, બાર કાઉન્સીલની ચૂંટણી બાદ હજુ નવા હોદ્દેદારો નહી નીમાતાં અને એનરોલમેન્ટ કમીટીની બેઠક જ બોલવવાનું શકય નહી બનતાં નવા વકીલોને એનરોલમેન્ટ નંબર આપવાની આખી પ્રક્રિયા સૌપ્રથમવાર ઘોંચમાં પડી છે. આ વખતે તા.૭મી જૂને યોજાનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામમાં ગુજરાતભરમાંથી આશરે ૧૧ હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપે તેવી શકયતા છે.

આ અંગે ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ આપવા અંગેનું ફોર્મ ભરવા માટે નવા વકીલોએ પોતાનો એનરોલમેન્ટ નંબર અથવા એનરોલમેન્ટ લેટર અપલોડ કરવો જરૃરી હોય છે. દેશભરની સ્ટેટ બાર કાઉન્સીલની ચૂંટણીઓને લઇ આવી પરિસ્થિતિ ઉભી થતાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ પણ નવા વકીલ ઉમેદવારો ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ આપી શકે અને તેઓ પરીક્ષા આપવાથી વંચિત ના રહી જાય તે માટે એનરોલમેન્ટ નંબર મેળવવા માટેના નવા વકીલોએ જે ફોર્મ ભર્યા હોય તેની રસીદ રજૂ કરવા પરથી પણ પરીક્ષા આપી શકે તેવી છૂટ આપી છે. સાથે સાથે જે લો સ્ટુડન્ટ્સે એલએલબીમાં પાંચમુ સેમેસ્ટર પાસ કર્યું છે અને તેઓ પણ જો ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ આપવા ઇચ્છે છે તો તેઓ પણ જરૃરી બાંહેધરીપત્ર આપી પરીક્ષામાં બેસી શકશે. બીસીઆઇના આ નિર્ણયને પગલે રાજયના હજારો ઉમેદવારો માટે રાહત થઇ છે. કારણ કે, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ માટેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તા.૩૦-૪-૨૦૨૬ છે.
ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ વધુમાં ઉમેર્યું કે, વકીલાતની પ્રેકટીસ માટે આ એક્ઝામ પાસ કરવી બહુ જ મહત્ત્વની ફરજિયાત હોય છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટના કેન્દ્રો પરથી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ લેવામાં આવશે. જેમાં આ વખતે સૌપ્રથમવાર વડોદરા કેન્દ્ર ઉમેરવામાં આવ્યું છે આમ, રાજયમાં કુલ ચાર મોટો સન્ટરો પર એક્ઝામ લેવાશે. ગુજરાતભરમાંથી આશરે ૧૧ હજારથી વધુ વકીલ ઉમેદવારો આ પરીક્ષામાં બેસશે. અમદાવાદ શહેરમાં છ જુદા જુદા મથકો પર આ પરીક્ષા લેવાશે. બીસીઆઇ દ્વારા દેશભરમાં આ ૨૧ મી વારની પરીક્ષા લેવાઇ રહી છે. આ પરીક્ષા પાસ કર્યા બાદ તે વકીલ દેશના કોઇપણ કોર્ટમાં વકીલાતની પ્રેકટીસ કરી શકે છે. દેશભરમાં એકસાથે આ પરીક્ષા લેવાય છે અને ૧૧ ભાષામાં પરીક્ષા લેવાતી હોય છે.
ઓલ ઇન્ડિયા બાર એક્ઝામમાં પાસ થવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોએ ૪૫ માર્ક્સ લેાવવાના હોય છે. જયારે એસસી, એસટી કેટેગરીના ઉમેદવારો માટે પાસીંગ માર્કસ ૪૦ હોય છે. આ પરીક્ષામાં ભારતીય નાગરિક સંહિતા, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ, ગ્રાહ્ક સુરક્ષા ધારો, લેબર લો, આઇટી એકટ, ઇન્ડિયન એવીડેન્સ એકટ સહિતના ૨૦ જેટલા વિષયો પર પ્રશ્નપત્ર પૂછાતા હોય છે. આ પરીક્ષાનું પરિણામ લગભગ ૪૦થી ૫૦ દિવસમાં આવી જતુ હોય છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #NawawKiloniEnrollmentProcessStuck #NawawKiloniEnrollmentProcessStuckAfterBarCouncilElections #BarCouncilofIndia #EnrollmentNumberRegistrationProcessDelayed #ahmedaba



