- રાજયભરના વકીલોમાં ભારે ઉત્તેજના અને ઉત્સાહનો માહોલ, રાજયના 150થી વધુ મતદાન મથકો પર મતદાન યોજાશે, 77 હજારથી વધુ વકીલ મતદારો મતદાનમાં ભાગ લેશે
- જિલ્લા – તાલુકા મથકો સહિત રાજયભરના વકીલોને મહત્તમ મતદાન કરવા બાર કાઉન્સીલના ચેરમેન જે.જે. પટેલ અને ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાની અપીલ
અમદાવાદ:
04 માર્ચ 2026:
બે દિવસ બાદ તા.૬ ઠ્ઠી માર્ચે ગુજરાત બાર કાઉન્સીલની અત્યંત પ્રતિષ્ઠાભરી અને ભારે રસાકસીભરી ચૂંટણી યોજાવાની છે ત્યારે આ બહુ જ મહત્ત્વની ગણાતી ચૂંટણીને લઇ હાલ તો રાજયભરના વકીલઆલમમાં ઇલેકશન ફિવરનો માહોલ છવાયો છે. વકીલઆલમમાં જોરદાર ઉત્તેજના અને ઉત્સાહનો માહોલ પ્રવર્તી રહ્યો છે તો બીજીબાજુ, ઉમેદવારો મતો મેળવવા માટે છેલ્લી ઘડીના ગુ્રપ મીટીંગોથી લઇ સોશ્યલ મીડિયા, પત્રિકા-પેમ્ફલેટ, પોસ્ટર અને બેઠક વ્યવસ્થા સુધી રૃબરૃ પ્રચાર સુધીના મરણિયા પ્રયાસો કરવામાં જોતરાયા છે.

આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા વકીલ ઉમેદવારોએ પણ ઝંબલાવ્યું છે આ ચૂંટણી વકીલાતના વ્યવસાય પૂરતી મર્યાદિત નહી પરંતુ રાજકીય રંગથી રંગાયેલી બનતી હોય છે. જો કે, છેલ્લા ૨૭ વર્ષ ઉપરાંતના સમયથી ગુજરાત બાર કાઉન્સીલમાં સમરસ પેનલનો દબદબો જળવાયેલો રહ્યો છે.

ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણી એટલી મહત્ત્વની હોય છે, તેની પર વકીલઆલમની સાથે સાથે ખુદ રાજય ન્યાયતંત્રની પણ નજર હોય છે. ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીમાં રાજયભરના વકીલો મતદાન કરતા હોય છે અને પ્રેફરેન્સીયલ વોટીંગની પધ્ધતિ પ્રમાણે મતદાન થતુ હોય છે. તા.૬ ઠ્ઠી માર્ચે ચૂંટણીમાં મતદાન બાદ તમામ મતપેટીઓ ગુજરાત હાઇકોર્ટ ઓડિટોરીયમ ખાતે લવાશે, જયાં તા.૯મી માર્ચથી મતગણતરી શરૃ થશે અને તા.૧૪મી માર્ચ સુધીમાં ઇલેકશનના પરિણામો જાહેર થઇ જવાની સંભાવના છે.
આ વખતે સૌપ્રથમવાર સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર રચાયેલી હાઇપાવર ઇલેકશન કમીટીની નીગરાની હેઠળ બાર કાઉન્સીલની ચૂંટણી યોજાઇ રહી છે. આ અંગે ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા સંબંધી કોઇપણ ફરિયાદ હોય તો વકીલ સભ્યો હાઇપાવર્ડ ઇલેકશન સુપરવાઇઝરી કમીટી સમક્ષ જઇ શકશે અને તેનો ચુકાદો અંતિમ અને આખરી રહેશે. જો કે, તાજેતરમાં જ દિલ્હી બાર કાઉન્સીલની ચૂંટણીમાં કથિક ગેરરીતિના વિવાદો સામે આવ્યા બાદ ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીમાં બેલેેટ પેપર લાવવાથી માંડી મતદાન પૂર્ણ થઇ જાય ત્યારપછી મતપેટીઓ સુરક્ષિત સ્થાનો સુધી પહોંચાડવા અને મતગણતરી સુધી એકદમ ફુલપ્રુફ ચુસ્ત વ્યવસ્થા અને બંદોબસ્ત રાખવા અમે માંગણી કરી છે. તા.૬ઠ્ઠી માર્ચે યોજાનાર બાર કાઉન્સીલની ચૂંટણીમાં રાજયભરમાંથી ૭૭ હજારથી વધુ વકીલ મતદારો મતદાન કરશે. આ વખતે સૌપ્રથમવાર ગુજરાત બાર કાઉન્સીલના ૨૫ સભ્યોના બદલે ૨૩ સભ્યોની ચૂંટણી યોજાનાર છે. સુપ્રીમકોર્ટના નિર્દેશ મુજબ, ૩૦ ટકા મહિલા અનામત રાખવાની હોવાથી પાંચ બેટકો મહિલા વકીલોના ફાળે આવશે. જયારે બે બેઠકો કો-ઓપ્શનથી ભરાશે.
ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ વધુમાં જણાવ્યું હતું કે, આ વખતની ચૂંટણીમાં ૭૯ પુરૃષ ઉમેદવારો અને ૨૦ મહિલા ઉમેદવારો મેદાનમાં છે. અમદાવાદ સહિત રાજયભરમાં મળી આશરે કુલ ૧૫૦ થી વધુ મતદાન મથકો અને ૪૫૦થી વધુ પોલીંગ ઓફિસરોની નિયુકિત કરવામાં આવી છે. આ વખતે સૌપ્રથમવાર લાઇવ રેકોર્ડિંગ, સીસીટીવી કેમેરાની નીગરાની હેઠળ રાજયભરમાં મતદાન યોજાશે.
ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીની સાથે સાથે….
- તા.૬ઠ્ઠી માર્ચે સવારે ૧૦-૦૦ વાગ્યાથી સાંજે ૬-૦૦ વાગ્યા સુધી મતદાન
- અમદાવાદની તમામ કોર્ટો માટે મતદાન મથક સૌપ્રથમવાર ગુજરાત યુનિવર્સિટી ખાતે
- ૬૪ વર્ષના ઇતિહાસમાં ગુજરાત કલબનું મતદાન મથક બદલાતાં વકીલોમાં રોષ
- યુનિવર્સિટીના મતદાન મથક માટે મતદાનનો સમય એક કલાકનો વધારાયો
- ગુજરાત હાઇકોર્ટના ચાર હજારથી વધુ વકીલો માટે હાઇકોર્ટમાં જ મતદાન મથક
- અમદાવાદના મતદાન મથક પર ચૂંટણી માટે મતદાનના સમયમાં એક કલાકનો વધારો
- પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો પણ મેદાનમાં
- ૨૦૦થી વધુ વકીલ મતદારો હોય ત્યાં બપોરે ૨-૩૦ વાગ્યા સુધી મતદાન
- ૨૫૦થી વધુ મતદારો હોય ત્યાં સાંજે ૫-૦૦ વાગ્યા સુધી મતદાન
- ત્રણ હજારથી વધુ વકીલો હોય ત્યાં સાંજના ૬-૦૦ વાગ્યા સુધી મતદાન
- રાજયભરના ૧૫૦થી વધુ પોલીગ બુથ પર ૪૫૦ પોલીંગ ઓફિસરો ફરજમાં તૈનાત
- બોગસ વોટીંગ ના થાય તેની ખાસ તકેદારી રાખવા વકીલોની માંગણી
બોક્સ ઃ બાર કાઉન્સીલના પ્રતિષ્ઠાભર્યા જંગમાં જે.જે.પટેલ અને અનિલ કેલ્લાની જીત નિશ્ચિત
ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીમાં હાલના ચેરમે ન જે.ેજે.પટેલ, ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લા સહિતના મોટા માથાંઓ મેદાનમાં છે. જો કે, ચેરમેન જે.જે. પટેલ અને ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લા વકીલઆલમના હિત અન ેકલ્યાણ માટે કરેલા નોંધનીય અને સરાહનીય કાર્યોને લઇને નોંધનીય મતો સાથે જીત મેળવે તેવી પૂરી શકયતા છે. જયારે બાકીના ઉમેદવારો માટે આ વખતની ચૂંટણીમાં જીત મેળવવાનું કપરું બની રહેશે કારણ કે, પુરૃષ ઉમેદવારોના ફાળે માત્ર ૧૮ બેઠકો જ આવી છે અને તેમાં સીધો જંગ છે, બાકીના પાંચ બેઠકો મહિલા વકીલો માટે અનામત રહેશે., જયારે બે બેઠકો કો-ઓપ્શનથી ભરાશે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #GujaratBarCouncil’sHighlyPrestigiousElections #GujaratBarCouncil #Elections #SupremeCourt #HighPowerElectionCommittee #ahmedaba



