- ‘JDH Fusion Box Cloud Kitchen’નું ભવ્ય લોન્ચિંગ
પથિક લીંબાચીયા, અમદાવાદ:
29 જૂન 2026:
શહેરના અગ્રણી કેટરિંગ અને હોસ્પિટાલિટી ગ્રુપ જસ્ટ ડિલિશિયસ હોસ્પિટાલિટી (JDH Caterers) એ અમદાવાદના ઝડપથી વિકસતા ક્લાઉડ કિચન ક્ષેત્રમાં પ્રવેશ કરતાં “JDH Fusion Box Cloud Kitchen”નું શિલજ વિસ્તારમાં ભવ્ય પ્રારંભ કરવાની જાહેરાત કરી છે. આ સંસ્થાનું નેતૃત્વ જાણીતા ઉદ્યોગપતિ અને રોટેરિયન જૈનિશ શાહ કરી રહ્યા છે.

આ નવા ક્લાઉડ કિચનનું ઉદ્ઘાટન રવિવાર, 28 જૂનના રોજ સવારે 10:00 વાગ્યાથી બપોરે 3:00 વાગ્યા સુધી યોજાશે. સ્થળ છે – શોપ નં. 113, 108 યાર્ડ્સ, ટાટા શોરૂમ ઉપર, સ્વાગત ગ્રીન વિલે-2 સામે, એસ.પી. રિંગ રોડ, શિલાજ, અમદાવાદ.
વર્ષોથી JDH Hospitality લગ્ન પ્રસંગો, કોર્પોરેટ ઇવેન્ટ્સ, સામાજિક સમારંભો, ધાર્મિક કાર્યક્રમો અને અન્ય મહત્ત્વના પ્રસંગો માટે ઉચ્ચ ગુણવત્તાની કેટરિંગ સેવાઓ પૂરી પાડતી વિશ્વસનીય સંસ્થા તરીકે જાણીતી રહી છે. ગુણવત્તાયુક્ત ભોજન, વ્યાવસાયિક સેવા અને ગ્રાહકોની જરૂરિયાત મુજબ કસ્ટમાઇઝ્ડ મેનુ તૈયાર કરવામાં સંસ્થાએ આગવી ઓળખ ઉભી કરી છે.

તાજેતરના વર્ષોમાં JDH Hospitalityએ પોતાની સેવાઓનો વ્યાપ વધારીને કસ્ટમાઇઝ્ડ લંચ પેક, કોર્પોરેટ મીલ સોલ્યુશન્સ, પેક્ડ ફૂડ સેવાઓ તેમજ વિશેષ જૈન ભોજન જેવી સુવિધાઓ શરૂ કરી છે. ગ્રાહકોની પસંદગી અને ગ્રુપના કદને અનુરૂપ ખાસ મેનુ તૈયાર કરવાની તેમની વિશેષતા તેમને શહેરની અગ્રણી ફૂડ સર્વિસ સંસ્થાઓમાં સ્થાન અપાવે છે.
શહેરમાં વધતી ઓનલાઈન ફૂડ ડિલિવરી સંસ્કૃતિ અને ગ્રાહકોની બદલાતી ખાણીપીણીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને JDH Hospitalityએ ક્લાઉડ કિચન ક્ષેત્રમાં પ્રવેશ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. JDH Fusion Box દ્વારા હવે ગ્રાહકોને તાજું, સ્વાદિષ્ટ, સ્વચ્છતા સાથે તૈયાર કરાયેલ અને ગરમાગરમ ભોજન ઝડપી સેવા સાથે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ પ્રસંગે જૈનિશ શાહે જણાવ્યું હતું કે, “વર્ષોથી અમારા ગ્રાહકોનો વિશ્વાસ અને પ્રેમ મળતો રહ્યો છે. ક્લાઉડ કિચનના આ નવા પ્રયોગ દ્વારા અમે વધુ લોકો સુધી ગુણવત્તાસભર ભોજન પહોંચાડવા માંગીએ છીએ. અમારી પ્રતિબદ્ધતા સ્વાદ, ગુણવત્તા અને સેવા પ્રત્યે હંમેશાની જેમ અડગ રહેશે.”
આ નવું ક્લાઉડ કિચન ખાસ કરીને વર્કિંગ પ્રોફેશનલ્સ, પરિવારો, કોર્પોરેટ ગ્રાહકો અને સ્વાદિષ્ટ ભોજનના શોખીનોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યું છે. કોવિડ બાદ અમદાવાદમાં ઝડપથી વિકસેલા ક્લાઉડ કિચન અને ઓનલાઈન ફૂડ ડિલિવરી માર્કેટમાં JDH Fusion Box એક મહત્વપૂર્ણ ઉમેરો સાબિત થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉદ્ઘાટન સમારોહમાં પરિવારજનો, મિત્રો, વ્યવસાયિક સહયોગીઓ, હોસ્પિટાલિટી ક્ષેત્રના પ્રતિનિધિઓ તેમજ શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે અને JDH Hospitalityની વિકાસયાત્રાના આ નવા અધ્યાયના સાક્ષી બનશે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #JDHHospitality #JDHFusionBoxCloudKitchen #CloudKitchen #jdh



