એન. કે. પ્રોટીન્સ અને કર્મા ફાઉન્ડેશન વચ્ચેની સંયુક્ત પહેલ શ્રી નિલેશભાઈ પટેલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશીપ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બંને સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા પસંદગી પામેલ દીકરીઓને સ્કોલરશીપ આપવામાં આવી. જેને એન. કે. પ્રોટીન્સના શ્રી નિમિષ ભાઈ પટેલ દ્વારા પૂર્ણ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
આ દીકરીઓને એક વર્ષનું શિક્ષણ પૂરું પાડવામાં મદદરૂપ થશે. જે કાર્યક્રમનું સંચાલન નૃતિ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.
નીતા લીંબાચિયા, અમદાવાદ.
01 ઓગસ્ટ 2023:
આર્થિક કટોકટી એ કોવિડ-19 રોગચાળાના સૌથી ખરાબ વિનાશકારી પરિણામો પૈકીનું એક છે. સમાજના સૌથી નીચલા તબક્કાના પરિવારો તેનાથી સૌથી વધુ પ્રભાવિત થયાં છે, જેમની પાસે નાણાકીય સંસાધનો નહીં હોવાથી બાળકોના શિક્ષણ સહિત તેમનું અસ્તિત્ત્વ ટકાવાના ફાંફા પડી ગયાં છે. આ પ્રકારના પડકારજનક સમયમાં સમગ્ર ગુજરાતના આર્થિક રીતે નબળા પરિવારોની પરંતુ ભણવામાં તેજસ્વી 100 દીકરીઓને શ્રી નિલેશભાઈ પટેલ ગર્લ ચાઇલ્ડ સ્કૉલરશિપનો લાભ મળ્યો, જેમના એક વર્ષના શિક્ષણનો 15,000ની સ્કૂલ ફિસ આ સ્કૉલરશિપ મારફતે પૂરી પાડવામાં આવી.
આ કાર્યક્રમમાં એન. કે. પ્રોટીન્સ તરફથી શ્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે સ્વાભાવિક રીતે જ, સૌને લાગ્યું કે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે કંઈક કરવું જોઈએ. એમાંથી શ્રી નિલેશભાઈ પટેલ ગર્લ ચાઇલ્ડ સ્કોલરશીપ પ્રોગ્રામનો પ્રારંભ થયો.
આ સ્કોલરશીપ પ્રોગ્રામ સમાજના ઉત્થાન માટે વિવિધ રીતે પ્રયત્નશીલ કર્મા ફાઉન્ડેશનના સહયોગમાં ચલાવવામાં આવી રહ્યો છે. જે દીકરીઓ અભ્યાસમાં તેજસ્વી હોય, પરંતુ પરિવારની આર્થિક પરિસ્થિતિ તેને ઉચ્ચ અભ્યાસમાં આગળ વધતાં અટકાવતી હોય તેવી દીકરીઓને શોધીને તેમના પરિવારને અભ્યાસ માટે સ્કોલરશીપ આપવામાં આવે છે. સ્કોલરશીપ માટે દીકરીઓ પસંદ કરવા માટે કાળજીપૂર્વક કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. હોશિયાર પરંતુ આર્થિકરીતે જરૂરિયાતમંદ હોય અથવા આ કોરોનાકાળની મહામારીમાં જેમના પિતા મૃત્યુ પામ્યા હોય તેવી દીકરીઓની પસંદગી કરવામાં આવે છે.
હ્યુમનકાઇન્ડ એનજીઓના સ્થાપક શ્રી ઉત્તમ શર્મા તથા કર્મા દ્વારા આ સ્કૉલરશિપ માટે અરજી કરનારા વિદ્યાર્થીઓમાંથી લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી.
આ સ્કૉલરશિપ એન. કે. પ્રોટીન્સ લિમિટેડ અને કર્મા ફાઉન્ડેશનની સંયુક્ત પહેલ છે – જેને સુપ્રસિદ્ધ બિઝનેસમેન અને એન. કે. પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર શ્રી નિલેશભાઈ પટેલની સ્મૃતિમાં શરૂ કરવામાં આવી હતી. જેને એન. કે. પ્રોટીન્સ ના સી. એમ. ડી. શ્રી નિમિષ ભાઈ પટેલ દ્વારા વેગવંતી બનાવવામાં આવી.
આ સ્કૉલરશિપનું તૃતિય વર્ષ છે, જેથી કરીને વાર્ષિક રૂ. 3 લાખથી પણ ઓછી આવક ધરાવતા વંચિત પરિવારની દીકરીઓને શૈક્ષણિક સંસાધનો પૂરાં પાડીને મદદરૂપ થઈ શકાય.
આ પહેલ અંગે વાત કરતાં એન. કે. પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડના સી. એમ. ડી. શ્રી નિમિષ પટેલે જણાવ્યું હતું કે, ‘શિક્ષણ એ સ્ત્રી સશક્તિકરણની દિશામાં પ્રથમ ડગલું છે. મારા ભાઈ અને અમારી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી નિલેશભાઈ પટેલ દીકરીઓને ભણાવવામાં અને તેમનું સશક્તિકરણ કરવામાં દ્રઢ વિશ્વાસ રાખતા હતા. તેમના આ વિઝનને ધ્યાનમાં રાખી ઉચ્ચ શિક્ષણ મારફતે આર્થિક સ્વાતંત્ર્યને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થવા આ સ્કૉલરશિપ શરૂ કરવામાં આવી છે. દીકરીઓને ભણાવવાનું આ ઉમદા કાર્ય તેમના હૃદયથી ખૂબ નજીક હતું, જે તેમના વ્યક્તિગત સંઘર્ષનો પડઘો પાડે છે.’ દીકરીઓ માટેની આ સ્કૉલરશિપ ચોક્કસપણે તેમના વિઝનને સાકાર કરશે. વળી તે આ રોગચાળાના સમયમાં વધુ પ્રાસંગિક પણ છે, જ્યારે ઘણાં પરિવારોએ તેમના કમાણી કરનારા સભ્યને ગુમાવી દીધાં છે કે પછી પોતાની આવક ગુમાવી દીધી છે.’
700 થી વધુ દીકરીઓએ ઓનલાઇન અરજી કરીને આ સ્કૉલરશિપ મેળવવામાં રસ દાખવ્યો હતો. વિદ્યાર્થિનીઓએ 10 જુલાઈ સુધીમાં અરજી કરવાની હતી, જેના પછી ખ્યાતનામ પત્રકાર અને દીકરીઓના શિક્ષણના ઉમદા કાર્ય માટે ઘણાં લાંબા સમયથી કામ કરી રહેલાં નોટ-ફૉર-પ્રોફિટ સંસ્થાના નિષ્ણાતોનો સમાવેશ કરતી નિષ્ણાતોની એક પસંદગી સમિતિ દ્વારા અરજીઓની ચકાસણી કરવામાં આવી હતી. હ્યુમનકાઇન્ડ એનજીઓના સ્થાપક શ્રી ઉત્તમ શર્માએ જણાવ્યું હતું કે, ‘દીકરીઓને ભણાવવાથી જીવ બચાવી શકાય છે અને એક શક્તિશાળી કુટુંબ, સમુદાય અને અર્થતંત્રનું નિર્માણ કરી શકાય છે. તે જાણે કે તરંગ પ્રભાવ પેદા કરવા જેવું છે, જે દેશની આગામી પેઢીઓમાં હકારાત્મક પરિવર્તનને આગળ વધારે છે. દીકરીઓ માટે આ સ્કૉલરશિપ શરૂ કરવા બદલ હું કર્મા ફાઉન્ડેશનને અભિનંદન પાઠવું છું, જે ઘણાં સપનાં સાકાર કરશે.’ આ પ્રકારના સમયમાં દીકરીઓના શિક્ષણને સહાયરૂપ થવાની કર્મા ફાઉન્ડેશન અને એન. કે. પ્રોટીન્સની આ પહેલ તેમને સમાજમાં સમાન દરજ્જો અપાવવાની દિશામાં ખૂબ જ મહત્ત્વનું ડગલું છે.’
આ ખાસ કાર્યક્રમમાં ગુજરાતના અલગ અલગ પ્રદેશથી આવેલ દીકરીઓને સ્કોલરશીપ આપી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. જેમાં એન કે પ્રોટીન્સ ના શ્રી નિમિષ ભાઈ પટેલ, શ્રી કમલેશ પટેલ, શ્રી પ્રિયમ પટેલ, શ્રી દર્શન પટેલ અને પ્રિયાંશી પટેલ ઉસ્થિત રહ્યાં હતાં.