પથિક લીંબાચીયા, અમદાવાદ:
17 જુલાઈ 2026:
ભારત ખાતે ઘાનાના માનનીય હાઈ કમિશનર પ્રો. ક્વાસી ઓબિરી-ડાન્સો તથા ઘાનાના પ્રતિનિધિમંડળે તારીખ 16 જુલાઈ, 2026 ના રોજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની મુલાકાત લીધી હતી તેમજ આ પ્રસંગે યોજાયેલા ઇન્ટરએક્ટિવ સત્રમાં ભાગ લીધો હતો.

માનનીય હાઈ કમિશનર પ્રો. ક્વાસી ઓબિરી-ડાન્સો અગ્રણી જૈવિક વૈજ્ઞાનિક છે તેમજ ઘાના ની ખ્યાતનામ “ક્વામે નક્રુમાહ યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (KNUST)” ના પૂર્વ કુલપતિ રહી ચૂક્યા છે. તેઓ ઘાના અને ભારત વચ્ચે રાજદ્વારી, શૈક્ષણિક તથા વેપારી સંબંધોના વિસ્તરણ માટે સતત કાર્યરત રહ્યા છે અને આ પ્રસંગે તેમની ઉપસ્થિતિ GCCI માટે ગૌરવની બાબત હતી.
કાર્યક્રમ દરમિયાન જીસીસીઆઈની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો, જીસીસીઆઈના સભ્યો તેમજ વિવિધ ઉદ્યોગોના ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા.

જીસીસીઆઈની ઇન્ટરનેશનલ ટ્રેડ કમિટીના ચેરમેન શ્રી અનિલ જૈને સત્રનો પ્રારંભ કરી “આત્મનિર્ભર ઘાના × આત્મનિર્ભર ભારત” વિષયક રાઉન્ડટેબલ સંવાદના ઉદ્દેશ્યો અંગે ઉપસ્થિતોને માહિતી આપી. તેમણે ભારત અને ઘાના વચ્ચે દ્વિપક્ષીય વેપાર, રોકાણ તથા વ્યાપારિક સહયોગને વધુ મજબૂત બનાવવાના હેતુ પર પ્રકાશ પાડ્યો.
શ્રી રાજેશભાઈ ગાંધી, GCCI ના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ એ માનનીય હાઈ કમિશનર તથા પ્રતિનિધિમંડળના અન્ય સભ્યો નું હાર્દિક સ્વાગત કર્યું હતું. તેઓએ “Grow Business – Transform Gujarat” ના ધ્યેય સાથે GCCI દ્વારા હાથ ધરાતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેઓએ ભારત અને ઘાના વચ્ચેના લાંબા ગાળાના વેપારી અને સાંસ્કૃતિક સંબંધ તથા ઘાના ખાતે ભારતીય મૂળના લોકોની નોંધપાત્ર ઉપસ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેઓએ ઘાનામાં સ્ટાર્ટઅપ્સ માટે ઉપલબ્ધ વિશાળ તકો અંગે પણ પ્રકાશ પાડ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે રિપબ્લિક ઓફ ઘાના અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર દર વર્ષે 3 અબજ અમેરિકન ડોલરથી વધુ છે, જેના કારણે ભારત ઘાનાના સૌથી મોટા વેપારી અને રોકાણ ભાગીદારોમાંનું એક છે. તેમણે ઘાના અને ભારત વચ્ચે વધતા વેપાર અને ઔદ્યોગિક સંબંધોની પ્રશંસા કરી હતી તેમજ આ બાબતે ઘાનાના નેતૃત્વના સક્રિય અભિગમ માટે અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે સંબોધન કરતાં ભારત ખાતે ઘાનાના માનનીય હાઈ કમિશનર પ્રો. ક્વાસી ઓબિરી-ડાન્સોએ જણાવ્યું કે ગુજરાત અને ઘાના વચ્ચે “આત્મનિર્ભર ઘાના” તથા “આત્મનિર્ભર ભારત” ના બંને દેશોના વિઝનને સાકાર કરવા માટે ઉત્તમ તકો ઉપલબ્ધ છે અને આ હેતુ માટે B2B તકો કેવી રીતે વિકસાવી શકાય તે અંગે પણ તેમણે પ્રકાશ પાડ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે રિપબ્લિક ઓફ ઘાના વિવિધ સેક્ટર્સ જેવાકે ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, ટેક્સટાઇલ, રિન્યુએબલ એનર્જી, માઇનિંગ વગેરે પરત્વે ઉત્તમ દ્વિપક્ષીય વેપાર અને રોકાણની તકો પ્રદાન કરે છે. આ બાબતે તેઓએ સંપૂર્ણ સહકારની પણ ખાતરી આપી હતી. તેમણે ઘાનામાં વસતા ગુજરાતી સમાજના દેશના આર્થિક અને સામાજિક વિકાસમાં રહેલા નોંધપાત્ર યોગદાનની પણ પ્રશંસા કરી.
માનનીય શ્રી ક્વાસી અગ્યેમંગ ગ્યાન-તુતુ, મિનિસ્ટર – ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટૂરિઝમ, ઘાના, એ કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, કૃષિ, સોનું અને કાજુ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોમાં ઘાનામાં ઉપલબ્ધ વિશાળ રોકાણની તકો અંગે પ્રકાશ પાડ્યો.
આ પ્રસંગે ગુજરાત અને ઘાનાના વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્રના પ્રતિનિધિઓ વચ્ચે અત્યંત ફળદાયી અને સકારાત્મક ઇન્ટરએક્ટિવ સંવાદ પરિપૂર્ણ થયો હતો.
કાર્યક્રમનો સમાપન જીસીસીઆઈની ઇન્ટરનેશનલ ટ્રેડ કમિટીના કો-ચેરમેન શ્રી નવરોઝ તારાપોરે દ્વારા રજૂ કરાયેલા આભારદર્શન સાથે થયો..
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #Ghana #India #GhanatoIndia #Prof.KwasiObiri-DansoalongwiththedelegationfromGhanavisitedGCCI #gcci #HighCommissionerofGhanatoIndia #GujaratChamberofCommerce&Industry



