મોરારી બાપુએ સ્પષ્ટતા કરી કે મોરબી બ્રિજ કેસમાં કોર્ટનો આદેશ જ સર્વોપરી છે, આરોપીઓને માફ કરવાની હિમાયત કરી નથી.
નીતા લીંબાચિયા, અમદાવાદ.
10 ઓકટોબર 2023:
ગત વર્ષે મોરબી પુલ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના શ્રદ્ધાંજલિ સંદર્ભે પૂજ્ય મોરારીબાપુની કથાએ ગઈકાલે મોરબી ખાતે વિરામ લીધો. આ કથા દરમિયાન પુલ દુર્ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા હતા, તેમના પરિવારજનોની મુલાકાતે પૂજ્ય બાપુ સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા અને કબીર બાપુ શ્રી શિવરામ બાપુ ગયા હતા અને એ સમયે ભોગ બનેલા લોકો ના પરિવારજનોએ જે ભાવ વ્યક્ત કર્યો હતો.
એ ગઈકાલે બાપુએ વ્યાસપીઠ પરથી સ્પષ્ટ કર્યો કે ભોગ બનેલા લોકોના સ્વજનોને ક્ષમા આપવાના વિચાર આવ્યો છે. મેટર કોર્ટમાં છે એથી એ વિશે કંઈ કહેવું અસ્થાને છે પરંતુ કથા ની અસરો વ્યાપક છે અને તે લોકોનાં વિચારો બદલે છે. પુજ્ય મોરારિબાપુએ જેલમાં રહેલા લોકોને મુકત કરવા વિનંતી કરી જ નથી.
જેની આ સાથે સ્પષ્ટતા કરવામાં આવે છે. સાથેના વિડિયો આ વાતની પુષ્ટિ કરે છે. રામકથા લોકોનું હ્રદય પરિવર્તન કરે છે એ મતલબની વાત પુજય બાપુએ કથાના સમાપનમાં કરી છે.
#bharatmirror #bharatmirror21 #news #moraribapu-morabi #ahmedabad