મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો નગર જનસુખાકારી કામો અંગે મહત્વપૂર્ણ નિર્ણય :- ખાનગી સોસાયટીઓ, હાઉસીંગ બોર્ડ વસાહતો અને ફલેટના રહીશોને ભોગવવાના થતા ર૦ ટકા ફાળાની રકમ હવે, ધારાસભ્યો, કોર્પોરેટર, નગરપાલિકાના સભ્ય તેમની ગ્રાન્ટમાંથી તેઓ પોતાની સંમતિથી ફાળવી શકશે
સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે જનભાગીદારી ઘટક કામો માટે ખાનગી સોસાયટીઓએ ભરવાના ૨૦ ટકા ફાળામાં હવે ધારાસભ્ય કોર્પોરેટર-નગરપાલિકાના સભ્ય તેમની ગ્રાન્ટમાંથી ૧૦ને બદલે ર૦ ટકા સુધીની રકમ પોતાની સંમતિથી ફાળવી શકશે
રાજય સરકારના નિર્ણયને પગલે રાજયભરની ખાનગી સોસાયટીઓ, હાઉસીંગ બોર્ડ, વસાહતો અને ફલેટના રહીશોને મોટો ફાયદો
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.1
રાજ્યના મહાનગરો-નગરોમાં સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં જનભાગીદારી ઘટકના કામો અન્વયે ખાનગી સોસાયટીઓ, હાઉસીંગ બોર્ડ વસાહતો અને ફલેટના રહીશોને ભોગવવાના થતા ર૦ ટકા ફાળાની રકમ હવે, ધારાસભ્યો, કોર્પોરેટર, નગરપાલિકાના સભ્ય તેમની ગ્રાન્ટમાંથી તેઓ પોતાની સંમતિથી ફાળવી શકશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ અંગેનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે
સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં જનભાગીદારી ઘટક હેઠળની પ્રવર્તમાન જોગવાઇ અનુસાર ખાનગી સોસાયટીઓ, હાઉસીંગ બોર્ડની વસાહતો અને ફલેટના રહેવાસીઓને આંતરિક રસ્તા ઉપર ડામર કે પથ્થરનું પેવિંગ, રિસરફેસીંગ, સિમેન્ટ કોન્ક્રીટના રોડ, સ્ટ્રીટ લાઇટ, પાણીની પાઇપલાઇન, વોટર હાર્વેસ્ટીંગ, કોમન પ્લોટના પેવરીંગ તથા ભૂગર્ભ ગટરના કામો હાથ ધરવા માટે ૭૦ ટકા ફાળો સરકારની ગ્રાન્ટનો, ર૦ ટકા ખાનગી સોસાયટી દ્વારા અને ૧૦ ટકા સ્થાનિક સંસ્થા દ્વારા ભોગવવાનો રહે છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નગર સુખાકારીના કામોના વ્યાપક હિતમાં અને વધુ લોકો આવા કામોનો લાભ થઇ શકે તે માટે હવે એવો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે, જનભાગીદારી ઘટક અન્વયેના કામો માટે ખાનગી સોસાયટીઓએ ભરવાના થતા ર૦ ટકા લોક ફાળાની રકમમાં ધારાસભ્યો, કોર્પોરેટર, નગરપાલિકાના સભ્યની ગ્રાન્ટમાંથી અગાઉના ૧૦ને બદલે હવે ર૦ ટકા રકમ તેઓ પોતાની સંમતિથી ફાળવી શકશે
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ સંદર્ભના જરૂરી આદેશો સત્વરે બહાર પાડવા માટે પણ આયોજન પ્રભાગ અને શહેરી વિકાસ વિભાગને સૂચનાઓ આપી છે. જેને પગલે હવે સોસાયટીના સ્થાનિક રહીશો અને નાગરિકો પરનો આર્થિક બોજો ઘટશે અને તેના બદલે હવે જે તે વોર્ડના કે વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો અને નગરપાલિકાના સભ્યો પોતાની ગ્રાંટમાંથી આ 20 ટકા રકમનો ફાળો આપી શકશે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના આ નિર્ણયને પગલે રાજયભરમાં ખાનગી સોસાયટીઓ, હાઉસીંગ બોર્ડ વસાહતો અને ફલેટના રહીશોમાં ભારે રાહત અને ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે.
#bharatmirror #bharatmirror21 #news